________________
પ્રકાશકીય નિવેદન
જૈન આગમ ગ્રંથમાલાના પ્રસ્તુત ગ્રંથાંક પંદરમાને પ્રકાશિત કરીને અમે હર્ષ તથા ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.
આ ગ્રંથમાં કુલ ત્રણ આગમાં પ્રકાશિત કર્યા છે, તે આ પ્રમાણે ૧. શ્રી દશવૈકાલિકસૂત્ર, ૨. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અને ૩. શ્રી આવશ્યકસૂત્ર.
ઉક્ત ત્રણ આગમો પૈકી શ્રી દશવૈકાલિકસૂત્ર તથા શ્રી આવશ્યકસૂત્રનું સંપૂર્ણ સંશોધન, દિવંગત પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબે કરેલું, તેના જ આધારે મુદ્રણ અંગેનું કાર્ય ૫૦ અમૃતલાલ મોહનલાલ ભોજકે કાળજીપૂર્વક કર્યું છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના સંપાદનનું કાર્ય પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજસાહેબે, તેમના સહકાર્યકર અને અમારી જૈન-આગમ ગ્રંથમાલા સાથે સક્રિયપણે જોડાયેલા ૫૦ અમૃતલાલ ભોજકને સોંપેલું. આથી ૫૦ શ્રી ભોજકની સંપાદનકાર્યની યોગ્યતા સહજભાવે સ્પષ્ટ થાય છે. અહીં અમને જણાવતા આનંદ થાય છે કે તેમણે પ્રાચીનતમ પ્રતિઓનો ઉપયોગ કરીને શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું મહત્વપૂર્ણ આધારભૂત સંપાદન કર્યું છે. આ સંબંધમાં તેમણે લખેલી પ્રસ્તાવના જોવા ભલામણ કરીએ છીએ. ચંપમાલાની સાથે આત્મીયભાવે જોડાયેલા કાર્યકર માટે આટલું પર્યાપ્ત છે.
પૂજ્યપાદ મુનિ ભગવંત શ્રી જેબૂવિજયજી મહારાજસાહેબે, પ્રસ્તુત ગ્રંથના સંપાદન અંગે પં. અમૃતલાલ ભોજકને જ્યારે પણ જરૂરત જણાઈ ત્યારે સહયોગ આપીને જે ઉપકાર કર્યો છે તે બદલ અમે તેઓશ્રી પ્રત્યે વિનમ્ર ઋણિભાવ દર્શાવીએ છીએ. તેઓશ્રીએ આગમપ્રકાશન કાર્યની જવાબદારી સ્વીકારીને અમને નિશ્ચિત કર્યા છે, આ હકીકત અમારા આ પહેલાંનાં બે પ્રકાશનોમાં અમે જણાવેલી જ છે.
પં. શ્રી દલસુખભાઈ માલવણીઆએ અમારા પ્રત્યેક પ્રકાશનની જેમ આ ગ્રંથના સંબંધમાં પણ પં. ભોજકને તદુચિત સહકાર વિનાવિલંબે આપ્યો છે. તથા મુદ્રણ આદિના સંબંધમાં પં. શ્રી રતિલાલભાઈ દીપચંદ દેસાઈએ જયારે ભાગ્યો ત્યારે સહકાર આપ્યો છે. આ સંબંધની નોંધ પિ૦ ભોજકે પ્રસ્તાવનામાં લીધી છે. આ નિઃસ્વાર્થ સહકાર બદલ અમે આ બન્ને મહાનુભાવો પ્રત્યે આદર અને આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.
આ પવિત્ર મૂળ આગમોની પ્રવૃત્તિ અંગે આચારાંગસૂત્ર' પ્રકાશિત થયા બાદ નીચે મુજબ મદદ મળી છે, જે બદલ અમે તેઓનો અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ ?
૧. શ્રી લુણાવા જૈન સંઘ (સૂત્રકૃતગસૂત્ર માટે)
૨,૦૮ ૦ • ૦૦ ૨. શ્રી દેવકરણ મૂળજી જૈન જ્ઞાનખાતા ટ્રસ્ટ, મુંબઈ | (સૂત્રકૃતાંગસૂત્ર ખરીદી માટે)
૫,૦૦૦ • ૦૦ ૩. શ્રી બેડા જૈન સંઘ (સ્થાનાંગસૂત્ર માટે)
૨,૦૦૦ * ૦૦ ૪. શ્રી સરિયદ જૈન જ્ઞાન ફંડ, સરિયદ
૧,૦૦૧ ૦૦ ૫. શ્રી શાહપુર મંગળપારેખ ખાંચા જૈન મૂર્તિપૂજક સંઘ, અમદાવાદ ૧,૦૦૧ ૦૦ ૬. શ્રી સાગર જૈન ઉપાશ્રય, પાટણ
૫૦૦ * ૦ ૦ ૭. છૂટક સહાય
, ૩પ૯૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org