________________
પ્રસ્તાવના
—પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજસાહેબે જે ભાઈ ને આ પ્રતિના પાઠ નોંધવાનું કામ સોંપ્યું હરો તે ભાઈ એ, પૂજ્યપાદ આગમપ્રભાકરછના સંગ્રહની મુદ્રિત પાઇયટીકાના પ્રથમ ભાગના મુખપૃષ્ઠની પાછળના ભાગમાં પેનસિલથી લખેલુ છે કે “ હૈં. સવિનયની, આમાં નિયુક્તિ અને મૂત્ર છે.” આ નોંધ ઉપરથી જાણી શકાય છે કે આ હુ॰ સંજ્ઞક પ્રતિ શાંતમૂર્તિ મુનિ શ્રી હંસવિજયજીના સંગ્રહની હોવી જોઈ એ. શ્રી હંસવિજયજીના વડોદરાના સંગ્રહની સૂચિ જોતાં આ પ્રતિ કઈ હશે ને નિર્પીત કરી શકાયું નથી. ઉત્તરાધ્યયનસૂત્રનાં ૧ થી ૧૫ અધ્યયન સુધીમાં જ આ પ્રતિના પાઠભેદોની નોંધ લીધેલી છે. આથી આ પ્રતિ અપૂર્ણ હશે કે સોળમા અધ્યયનથી આગળ પાડભેદો નોંધવાની ઉપયોગિતા ઓછી જણાઈ હશે? આ સંબંધમાં કશું જ નિશ્ચિત કરી શકાય તેમ નથી.
શા॰—ઈ. સ. ૧૯૨૧-૨૨માં શ્રી જાલૂ શાર્પેન્ટીયર દ્વારા સંપાદિત થઈ તે પ્રકાશિત થયેલી ઉત્તરાધ્યયનસૂત્રની મુદ્રિત આવૃત્તિ.
---શ્રેષ્ઠિ દેવચન્દ્ર લાલભાઈ-સુરત–દ્વારા ઈ. સ. ૧૯૧૬-૧૭માં ત્રણ ભાગમાં પ્રકાશિત આચાર્યશ્રી શાન્તિસૂરિકૃત પાઈયટીકાના નામે ઓળખાતી ઉત્તરાધ્યયનસૂત્રટીકાની મુદ્રિત આવૃત્તિમાં તેના સંપાદકશ્રીજીએ મૂલપાડરૂપે આપેલી ઉત્તરાધ્યયનસૂત્રની મૂલવાચના.
ને—રોડ પુષ્પયન્દ્ર ખેમચન્દ્ર–વળાદ, ગુજરાત દ્વારા ઈ. સ. ૧૯૩૭માં પ્રકાશિત આચાર્ય શ્રી નેમિચન્દ્રસૂરિષ્કૃત ઉત્તરાધ્યયનસૂત્રટીકાની મુદ્રિત આવૃત્તિમાં તેના સંપાદકજીએ મૂલપાઠરૂપે આપેલી ઉત્તરાધ્યયનસૂત્રની મૂલવાચના.
આવશ્યકસૂત્રની પ્રતિઓનો પરિચય
આવશ્યકસૂત્રની ચૂર્ણિ અને ટીકાઓના આધારે, પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજસાહેબે આવશ્યકસૂત્રની મૂલવાચના તૈયાર કરીને પોતાના હાથે જ લખેલી, તે જ અહીં પ્રકાશિત કરવામાં આવી છે.
૨૧
-
— આગમમંદિર–પાલીતાણા—માં જે આગમો શિલોકીર્ણ કરીને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે તે સર્વ આગમોને પૂજ્યપાદ શ્રુતસ્થવિર આગમોદ્ધારકજી આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે સૌપ્રથમ સુધારીને તે તે શિલાની લંબાઈ-પહોળાઈ પ્રમાણેના કાગળોમાં મુદ્રિત કરાવેલા છે. આ સમગ્ર આગમોની મૂલવાચનાને ‘આગમરત્નમંજૂષા'ના નામે પ્રકાશિત કરેલી છે. આ આગમરત્નમંજૂષાગત આવશ્યકસૂત્રની મૂલવાચનાની અહીં મ॰ સંજ્ઞા સમજવી.
ને—જેસલમેરના ભંડારની ક્રમાંક ૩૪-૩૫ વાળી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિષ્કૃત આવશ્યકસૂત્રવૃત્તિગત આવશ્યકસૂત્રનો મૂલપાઠ. પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજસાહેબે તેમના સંગ્રહની હરિભદ્રસૂરિષ્કૃત આવશ્યકસૂત્રવૃત્તિની મુદ્રિત પ્રતિમાં આના પાભેદો નોંધાવેલા છે.
મુ॰~~આગમોદયસમિતિ-સુરત–દ્વારા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિકૃતવૃત્તિસહિત પ્રકાશિત આવશ્યકસૂત્રની મૂલવાચના.
પ્રસ્તુત ગ્રંથમાં આવેલા ત્રણ આગમો–દશવૈકાલિકસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર અને આવશ્યકસૂત્ર-ના વિષય માટે આગળ વિસ્તારથી સંસ્કૃત ભાષામાં આપેલા વિષયાનુક્રમને જોવાની ભલામણ કરૂં છું. આ ત્રણ આગમો અંગે અનેક વિદ્વાનોએ ધણું ધણું લખ્યું છે તેથી જિજ્ઞાસુઓને આ સંબંધમાં તથાપ્રકારના અભ્યાસી વિદ્વાનો દ્વારા માહિતી મેળવવા માટે વિનંતિ કરું છું. આવા માહિતીપ્રદ ગ્રંથો કે સ્થાનોની નોંધ લેવા માટે પણ તથાપ્રકારના અન્વેષણની અપેક્ષાએ મારા માટે સમયની મુશ્કેલી સમસ્યારૂપ બની છે. મારી જવાબદારીના આગમ પ્રકાશનકાર્ય માટે એક રીતે હું એકલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org