________________
પ્રસ્તાવના
૧૦. એક સ્થળે સંî તથા સંર પ્રતિનો જે પાઠભેદ છે તે બીજી કોઈ પણ અહીં ઉપયુક્ત પ્રતિમાં મળ્યો નથી. કેવળ રા॰ સંજ્ઞક મુદ્રિત આવૃત્તિમાં અહીં મૂલમાં સ્વીકારેલા પાઠની સાથે આ પાદૅભેદ પણ મૂલવાચનામાં સ્વીકાર્યો છે.
૧૧. સૂત્રાંક ૨૪૬ (પૃ૦ ૧૨૦)માં આવેલા ગોમૂ સૂત્રપદના નિર્ણય માટે કેવળ સું ૧ પ્રતિ જ આધારભૂત થઈ છે. અદ્યાવધિ પ્રકાશિત સમગ્ર આવૃત્તિઓમાં આ સ્થાને મૂળા આવું ખોટું સૂત્રપદ છે. આ ખોટા સૂત્રપદના સંબંધમાં જો વર્તમાન સમયના કોઈ પણ વિદ્વાનને શંકા થઈ હોય તો કેવળ જાર્ક શાર્પેન્ટીયરને જ થઈ છે, તેઓ તેમની નોંધમાં જણાવે છે કે— ૩ક્ષ્ાનો અર્થ ‘ખાઈ’ શી રીતે થઈ શકે?
૧૯
ઉપર જણાવેલી વિગતવાર હકીકત ઉપરથી સંકૂ પ્રતિનું મહત્ત્વ જાણી શકાશે. અહીં પ્રસંગોપાત્ત જણાવું છું કે કોઈ પણ ગ્રંથનું સંશોધન-સંપાદન કરવા માટે પ્રાચીનપ્રાચીન. તમ પ્રતિઓ મેળવીને તેમના પાર્કની ચકાસણી કરી નિર્ણય લેવામાં પૂરતો સમય આપીને સંશોધન કરવું જોઈએ, આ ભલામણુ પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજસાહેબે અનેક વાર લેખિત અને મૌખિક કરેલી છે. તેને આપણે જરાય ઉપેક્ષ્ય ગણુવી જોઈ એ નહીં.
-
નં ૨ — વિક્રમ સંવત ૧૨૩૨માં તાડપત્ર ઉપર લખાયેલી આ પ્રતિ પણ ઉપર્યુક્ત જ્ઞાનભંડારની છે. પ્રકાશિત સૂચિમાં આનો ક્રમાંક ૩૨ છે. નવી સૂચિમાં આનો ક્રમાંક ૯૨ (૨) છે. લંબાઈ-પહોળાઈ ૩૭X૫ સે.મી. પ્રમાણ છે, પત્રસંખ્યા ૧૩૯ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં ઓછામાં ઓછી ત્રણ અને વધુમાં વધુ છ પંક્તિઓ છે. એક ૬૦મા પત્રમાં એ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૫૮ અને વધુમાં વધુ ૬૪ અક્ષર છે. પ્રથમ પત્રની પ્રથમ વૃદ્ધિ કોરી છે: અંતેમ ૧૩૯મા પત્રની બીજી પૂંઠીમાં ગ્રંથસમાપ્તિ પછી “સંવત્ ૧૨૩૨ હ્રાસ્તુનિવ્રુતિ ક્રૂ સોમે’ આટલી ટૂંકી લેખન સંવત જણાવતી પુષ્ટિકા છે.
આ પ્રતિ ચાર સ્થાનમાં જે રૂણિસમ્મત પાઠ આપે છે, તે ખીજી કોઈ પ્રતિ આપતી નથી. જુઓ, પૃ॰ ૧૦૨ ટિ૦ ૧૧, પૃ૦ ૧૧૦ ટિ॰ ૮, ૫૦ ૧૧૭ ટિ॰ ૪, પૃ૦ ૧૯૮ ટિ॰ ૯.
ચૂર્ણિ-પાયટીકાનિષ્ટિ પાઠભેદ કેવળ સં ર પ્રતિ જ આપે છે તે સ્થાન—પૃ૦ ૧૧૪ ટિ૦ ૧૧. પાઇયટીકાસમ્મત પાડે કેવળ સં ૨ પ્રતિ જ આપે છે તે સ્થાન—પૃ૦ ૧૪૬ ટિ॰ ૬, પૃ ૧૬૭ ટિ॰ ૬, પૃ॰ ૧૭૨ ટિ ૨૪, પૃ૦ ૧૯૮ ટિ॰ ૯, પૃ૦ ૨૧૬ ટિ॰ ૧૦, પૃ૦ ૨૪૫ ટિ॰ ૧૯, ૫૦ ૨૪૬ ટિ૦ ૩.
પાયટીકાનિષ્ટિ પાડભેદ કેવળ સં ર પ્રતિમાંથી જ મળ્યા છે તે સ્થાન—પૃ૦ ૧૪૪ ટિ૰ ૧૯, પૃ૦ ૧૫૪ ટિ૦ ૨૧, પૃ૦ ૧૫૭ ટિ૦ ૧૨, પૃ૦ ૨૦૦ ટિ૦ ૫, પૃ૦ ૨૦૩ ટિ૦ ૯.
આ પ્રતિમાં અન્યત્રસામાન્ય રીતે આવે છે તે કરતાં જુદી રીતે તેં શ્રુતિ છે. જિજ્ઞાસુની જાણ માટે આ બધાં સ્થાનની નોંધ આગળ આપી છે.
પુ૦—શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં સુરક્ષિત અનેક હસ્તલિખિત ભંડારો પૈકીના પૂજ્યપાદ આગમપ્રભાકર૭ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજસાહેબના મહાકાય ગ્રંથસંગ્રહની કાગળ ઉપર લખાયેલી આ પ્રતિ છે. સચિમાં આનો ક્રમાંક ૫૪૬૪ છે. પત્રસંખ્યા ૪૨ છે. પત્ર ૧થી ૩ ની પ્રત્યેક સૃષ્ટિમાં ૧૩ પંક્તિઓ છે અને ૪ થી ૪૨ સુધીનાં પત્રોની પ્રત્યેક પૃષ્ટિમાં ૧૫ પંક્તિઓ છે. ૧ થી ૩ પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં ઉપરની ચાર અને નીચેની ચાર પંક્તિ સિવાય મધ્યની પાંચ પંક્તિઓના મધ્યભાગમાં અને ૪ થી ૪૨ સુધીનાં પત્રોની પ્રત્યેક સૃષ્ટિમાં ઉપર-નીચે પાંચ પાંચ પંક્તિઓ સિવાય મધ્યની પાંચ પંક્તિઓના મધ્યભાગમાં કોરો ભાગ રાખીને રિક્તાક્ષર શોભન કરેલું છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org