________________
પ્રસ્તાવના
૧૧. ૧૩૬૮મા સૂત્રમાં આવેલો મદમુહુરા પાઠ પ૦ ને સિવાયની સૂત્રપ્રતિઓમાં છે; આ પાઠ પાઇયટીકાસમ્મત છે, નેમિચન્દ્રીયટીકામાં આ પાઠની વ્યાખ્યા નથી; જ્યારે પાઈયટીકાનેમિચન્દ્રીયટીકાની સાથે પ્રકાશિત મૂલવાચનામાં અંતમુહુરં આવો ખોટો પાઠ છે.
૧૨. નેમિચન્દ્રીયટીકાની હસ્તલિખિત પ્રતિઓના જેવજ્ઞાનં આ શુદ્ધ પાઠને બદલે તેની મુદ્રિત આવૃત્તિમાં વરું જ્ઞાન પાઠ છે. જુઓ, પૃ. ૨૯૫ ટિ૧૮.
૧૩. મુદ્રિત પાઈયટીકામાં વ્યાખ્યા હોવા છતાં તેની સાથેની મૂલવાચનામાં ખોટા પાઠ માટે જુઓ, પૃ. ૩૦૮ ટિ૧૯.
૧૪. મુદિત પાઇયટીકા અને નેમિચન્દ્રીયટીકામાં પ્રાચીન પ્રત્યંતરો જેવાની ઉપેક્ષાને કારણે શુદ્ધ પાઠ આપી શકાયો નથી, તે માટે જુઓ, પૃ. ૩૧૮ ટિ. ૧૯. ત્રણ સ્વીકાર
જેમની અસીમ કૃપાથી મને સંશોધન કરવાની યોગ્યતા મળી અને જેમની શુભાશીર્વાદપૂર્વકની અનુજ્ઞાથી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના સંપાદનનું કાર્ય મને સોંપાયું, અને મેં કર્યું, તે દિવંગત પરમોપકારક શ્રુત-શીલવારિધિ આગમપ્રભાકર પૂજ્યપાદ મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજસાહેબના ચરણકમલમાં સવિનય વંદનાવલી કરીને ધન્યતા અનુભવું છું.
પૂજ્યપાદ આગમપ્રભાકરજીના દેહાંત પછી શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત જૈન આગમપ્રકાશનના કાર્યના અધિકારી વિદ્વાન, તથા ભારતીય દર્શનોના ગંભીર અભ્યાસી વિદ્વદરેણ્ય પૂજ્યપાદ મુનિભગવંત શ્રી જંબૂ વિજયજી મહારાજસાહેબે પ્રસ્તુત સંપાદનકાર્યમાં કોઈક વાર સૂચન કરીને તથા આ પ્રસ્તાવનાને મુદ્રણ પહેલાં વાંચીને મને અનુગૃહીત કર્યો છે. આ માટે હું તેઓશ્રી પ્રત્યે વિનયાવનતિ પૂર્વક ઋણિભાવ દર્શાવું છું.
ભારતીય દર્શનોના ઊંડા અભ્યાસી અને શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ)ના નિવૃત્ત મુખ્ય નિયામક (હાલમાં માનદ સલાહકાર) સુખ્યાત વિદ્વદર શ્રી દલસુખભાઈ માલવણિયાએ મને પ્રસ્તુત કાર્યમાં ઉપયોગી સૂચનો કર્યા છે તથા આ પ્રસ્તાવનાને તેમ જ વિષયાનુક્રમને મુદ્રણ પહેલાં વાંચીને યોગ્ય સૂચનો કર્યો છે તેમ જ પ્રસ્તુત સંપાદનકાર્ય માટે અનેક હસ્તલિખિત અને મુદ્રિત ગ્રન્યો તેમ જ માઈક્રોફિલ્મ વગેરે ઉપયોગ કરવા માટે આપેલ છે તે બદલ તેમની પ્રત્યે આભારની લાગણી દર્શાવીને ઋણિભાવ વ્યક્ત કરું છું.
મારા સ્નેહી ડો. શ્રી હરિવલ્લભભાઈ ભાયાણીએ કેટલાક શબ્દોની ચર્ચા અને નિર્ણયમાં અનેકવાર સહાય કરી છે તેમ જ શબ્દાનુક્રમનાં ત્રણેય પરિશિષ્ટોને મુદ્રણ પહેલાં સાદ્યન્ત વાંચી યોગ્ય સૂચન કરીને મને ઉપકૃત કર્યો છે તે માટે તેમનો આદરની લાગણીપૂર્વક આભાર માનું છું.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત જૈન આગમપ્રકાશન ગ્રન્થમાળાના કાર્યની અસાધારણ આવશ્યકતાને અનેક વાર સક્રિય રીતે સૂચવનાર અને મારા સમાન્ય માયાળુ મુરબ્બી શ્રી રતિલાલભાઈ દીપચંદ દેસાઈએ આ પ્રસ્તાવનાને મુદ્રણ પહેલાં વાંચી ઉપયોગી સૂચન કર્યું છે, તે બદલ તેમનો આભાર માનું છું.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનદ મંત્રીઓ શ્રી જયંતીલાલ રતનચંદ શાહ, શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી અને શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી તથા શ્રી જૈન આગમપ્રકાશન સમિતિના સદ્મહસ્થોએ મને આગમ સંશોધનનું કામ કરવાની તક આપી છે તેમ જ આગમપ્રકાશન કાર્યને વેગ આપવા માટે સતત અભિલાષા સેવી છે, તે બદલ તેમના જ્ઞાનપ્રકાશન અંગેના પ્રશંસનીય કાર્યની અનુમોદના કરીને તેમને ધન્યવાદ જણાવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org