Book Title: Dasveyaliya Uttarjzhayanaim Avassay suttam
Author(s): Shayyambhavsuri, Pratyekbuddha, Ganadhar, Punyavijay, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 17
________________ પ્રસ્તાવના પગામસજઝાય- પત્ર ૧૦૪ થી ૧૧૦ પાક્ષિક સૂત્ર પત્ર ૭૩ થી ૧૦૨ પ્રવજ્યાવિધાન. પત્ર ૧૧૮થી ૧૨૦ પાક્ષિક ક્ષામણુક પત્ર ૧૦૨ થી ૧૦૪ વિરાવલી. પત્ર ૧૨૦ થી ૧૨૫ શ્રમણપ્રતિક્રમણ સૂત્ર - પિંડવિશુદ્ધિપ્રકરણ. પત્ર ૧૨૬ થી ૧૩૬ અજિતશાન્તિસ્તવ પત્ર ૧૧૧ થી ૧૧૭ શોભનતુતિચતુર્વિશતિકા પત્ર ૧૩૭થી ૧૫૭ તે – વિક્રમ સંવત ૧૨૮૯ માં તાડપત્ર ઉપર લખાયેલી આ પ્રતિ ખરતરગર છીય યુગપ્રધાનાચાર્ય શ્રી જિનભદ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર જેસલમેરમાં સુરક્ષિત છે. શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ તરફથી પ્રકાશિત થયેલી આ ભંડારની સૂચિમાં આ પ્રતિનો ગ્રંથક્રમાંક ૮૩ (૩) છે. પ્રસ્તુત પ્રતિમાં આ પ્રમાણે ત્રણ ગ્રંથો લખેલા છે-૧. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિત દશવૈકાલિકસૂત્રવૃત્તિ પત્ર ૧ થી ૨૦૨; ૨. દશવૈકાલિકસૂત્રનિર્યુક્તિ પત્ર ૨૦૩ થી ૨૨૧; ૩. દશવૈકાલિકસૂત્ર મૂલ પત્ર ૨૨૨ થી ૨૪૭. પ્રતિની સ્થિતિ સારી અને લિપિ સુંદર છે, લંબાઈ–પહોળાઈ ૮૦૪૬૫ સે.મી. પ્રમાણ છે. દશવૈકાલિકસૂત્ર મૂલ પૂર્ણ થયા પછી ગ્રંથલખાવનારની પુષ્પિકા આ પ્રમાણે છે– સંવત્ ૧૨૮૯ મુન મુદ્રિ ૪ સોમે તૈમતીર્થનાनिवासिना । श्री श्रीमालवंशोद्भवेन ठ. साढासुतेन ठ. कुमरसिंहेन दशवैकालिकश्रुतस्कंधवृत्ति 1 नियुक्ति २ सूत्र 3 पुस्तकं लेखयांचने श्रीजिनराजसूरीणां ॥ छ । પ્રસ્તુત પ્રતિમાં જ્યાં દશવૈકાલિકસૂત્રની વૃત્તિ અને નિર્યુક્તિ પૂર્ણ થાય છે ત્યાં એટલે પત્રક ૨૦૨ અને ૨૨ માં પણ ઉપર પ્રમાણે પુપિકા લખેલી છે; ફરક એટલો જ છે કે ઉપર જણાવેલી પુપિકામાં જે “શ્રીનિનાનસૂરળ છા” છે તેના બદલે વૃત્તિ અને નિર્યુક્તિના અંતની પુપિકામાં “પછી શુ મવતુ છા” લખેલું છે. આ પ્રતિના પાઠભેદો પૂજ્યપાદ મુનિભગવંત શ્રી આગમપ્રભાકરજીએ સ્વહસ્તે નોંધેલા છે. જોકે તેમણે તેમની નોંધમાં ગ્રંથનો ક્રમાંક જણાવ્યો નથી, પણ જેસલમેરના ભંડારોમાંની દશવૈકાલિકસૂત્રની સમગ્ર પ્રતિઓમાં આ પ્રતિ સૌથી પ્રાચીન છે તેથી તેમણે આનો જ ઉપયોગ કરેલો હોવો જોઈએ એમ લાગે છે. શુ–પ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડૉ. શુબિંગના અંગ્રેજી અનુવાદ સહિત ૉ લૉયમાન સંપાદિત દશવૈકાલિકસૂત્રની ઈ. સ. ૧૯૩૨માં શેઠશ્રી આણંદજી કલ્યાણજી દ્વારા પ્રકાશિત મુદ્રિત આવૃત્તિ છે. ઉત્તરાધ્યયનસૂત્રની પ્રતિઓનો પરિચય ઉત્તરાધ્યયનસૂત્રના સંપાદનમાં મેં કુલ નવ પ્રતિઓનો ઉપયોગ કર્યો છે. આમાં ત્રણ મુદ્રિત પ્રતિઓ છે. શેષ છ હસ્તલિખિત પ્રતિઓમાં બે પ્રતિઓ તાડપત્ર ઉપર લખાએલી છે, અને ત્રણ પ્રતિઓ કાગળ ઉપર લખાએલી છે. એક પ્રતિ (હ૦ સંજ્ઞક)ના સંબંધમાં નિશ્ચિત માહિતી મળી નથી, જુઓ આગળ દૃ૦ પ્રતિનો પરિચય. રં –વિક્રમ સંવત ૧૫૮૯માં તાડપત્ર ઉપર લખાયેલી આ પ્રતિ સંઘવીપાડા જૈન જ્ઞાનભંડાર-પાટણ (ગુજરાત)-ની છે. પ્રાચ્યવિદ્યામંદિર-વડોદરા–તરફથી પ્રકાશિત થયેલી વૃત્તનથપ્રચંન્નેમાષ્ફરન્થસૂત્તિમાં આ પ્રતિનો ક્રમાંક ૧૦ (૨) છે. આજે ભંડારની નવી સૂચિમાં આનો ક્રમાંક ૪ (૩) છે. પ્રસ્તુત પ્રતિની માઈક્રોફીલ્મ ઉપરથી ફોટોકોપી કરાવીને તેનો ઉપયોગ કર્યો છે. પ્રકાશિત તથા નવી સૂચિમાં પ્રતિની લંબાઈ-પહોળાઈની નોંધ નહીં હોવાથી તે અહીં જણાવી શકાઈ નથી. પત્રસંખ્યા ૧૦૬ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં વધારેમાં વધારે છે અને ઓછામાં ઓછી ૪ પંક્તિઓ છે. કેવળ ર૧, ૨૪, ૪૧, ૪૭, ૬૩ અને ૭૬માં પત્રમાં ત્રણ પંક્તિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 759