Book Title: Darshanik Kosh Part 02 Author(s): Chhotalal N Bhatt Publisher: Gujarat Varnacular Society Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના સમયના પ્રગતિમાન પ્રવાહે જગતભરની પ્રજા સમક્ષ બુદ્ધિના પ્રદેશમાં નવાં નવાં દૃષ્ટિબિન્દુઓ રજુ કર્યા છે. જેથી જ્ઞાનની જ્યોતિ સ્થળે સ્થળમાં ઝળહળી રહે, તેવા નવા નવા અખતરાઓ જાઈ રહ્યા છે. વિજ્ઞાને સ્થળ અને સમયનાં બંધને શિથિલ કર્યો છે, જગતના અંધારા ખૂણાઓને અજવાળ્યા છે અને દેશદેશની પ્રજાઓમાં નિકટને સંબંધ સાધી વિચાર તથા વાણીના વિનિમયને સરળ તથા સ્વાભાવિક બનાવે છે. આથી જેમ બને તેમ વિચારેને ભાષાના કૃત્રિમ આડંબરમાંથી મુક્ત કરી સુગમતાથી વ્યક્ત કરવાની ઉત્સુકતા પ્રકટ થઈ છે. અને પ્રાચીન કાળમાં વપરાતી ભાષા તથા અર્વાચીન કાળમાં વપરાતી પરભાષામાં લખાયેલાં પુસ્તકને સ્વભાષામાં અનુવાદ કરવાની વૃત્તિ ભિન્નભિન્ન પ્રાંતમાં જાગી છે. હિન્દી, બંગાળી, મરાઠી તથા ગુજરાતી ભાષામાં અધ્યાત્મ-શાસ્ત્રના તથા સાહિત્યના સારા ગ્રંથને અનુવાદ થવા લાગે છે અને આથી તે તે ભાષાઓનું સાહિત્ય ક્રમશ: વિપુલ થતું જાય છે. આમ છતાં કેટલાંક વર્ષોથી ગુજરાતી ભાષામાં આપણું દર્શનશાસ્ત્રોના કેશની ઉણપ સ્પષ્ટ દેખાઈ આવતી હતી અને તે દિશામાં પ્રયત્ન કરવાની જવાબદારી ગુજરાતના વિદ્વાનોને માથે આવી પડી હતી. આવા સંજોગોમાં આશાનાં કિરણે પુટ્યાં અને ગુજરાતી સાહિત્યની મૂગી સેવામાં આયુષ્યની અમૂલ્ય પળને સદુપયોગ કરતા સદ્દગત સાક્ષરશ્રી છોટાલાલ નરભેરામ ભટ્ટને સૂચિત દિશામાં પ્રકાશ પાડવાની ફુરણા થઈ. વર્ષો થયાં તેઓએ શારદાની સતત ઉપાસના કરી હતી. અને સાહિત્ય તથા તત્વજ્ઞાનનાં અનેક પુસ્તકને સર્વાગ સંપૂર્ણ અભ્યાસ કરી ઉત્તમ ગ્રંથના ગુજરાતી અનુવાદ ગુજરાતને ચરણે ધર્યા હતા. ગુજરાતને તેમણે “રસશાસ્ત્ર” જે સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ રસનિરૂપણને ગ્રંથ અ હતો તથા “શાન્તિસુધા” મહાકાવ્ય રચી પ્રતિભાનાં ઓજસ પાથર્યા હતાં. તેઓએ સ્વતંત્ર તથા અનુવાદયુક્ત પચાસેક ગ્રંથે તથા ભિન્ન ભિન્ન માસિકમાં અનેક વિદ્વતાપૂર્ણ લેખે લખ્યા હતા. આ સમયે તેમને પતેર તેર વર્ષો થયાં હતાં અને વૃદ્ધાવસ્થાની અનિયંત્રિત સત્તા તેમને કલમ તથા પુસ્તક છેડાવવા મથી રહી હતી. તે સત્તાથી પરાધીન ન થતાં તેમણે એક અમરકૃતિ ગુજરાતને અર્પણ કરવા કલમ પકડી અને આજસુધી વાંચેલા દર્શનશાસ્ત્રોનાં પુસ્તકમાંથી ઉદ્ધત કરેલી પારિભાષિક શબ્દની વ્યાખ્યાઓને ગુજરાતીમાં પરિણત કરી. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 134