Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 188
________________ પણ થઇ શકે છે તથા વિપર્યાસ પણ થઇ શકે છે. એ જ રીતે શ્રી નિના વિરહકાળમાં પણ અવિસંવાદી વચનથી અને તેને અંગીકાર મહાપુરૂષોની સેવાથી તેના પ્રત્યે અવિચલિત શ્રદ્ધા પણ ધારણ કરી શકાય છે. એ બે વાત સિદ્ધ થયા પછી પણ એક વાત રહી જાય છે કે-આજે એક જ જિનમતને માનનારાઓમાં અનેક ફાંટા છે, તો કયો ફાંટો શ્રી જિનમતનો સાચો અનુયાયી છે એનો નિર્ણય શી રીતે કરવો ? આ પ્રશ્ન ઉપલક દ્રષ્ટિએ બહુ મુંઝવે તેવો છે અને વર્તમાન જમાનામાં તો એ જ એક વસ્તુને આગળ કરી સત્યના અર્થેિ પણ અનેક આત્માઓ માર્ગથી પરિભ્રષ્ટ થતા જોવાય છે, તો તેનું પણ સમાધાન કરી લેવું આવશ્યક છે. ઉપલક દ્રષ્ટિએ ઉપરનો પ્રશ્ન જેટલી મુંઝવણ ઉત્પન્ન કરનારો છે, તેટલો જ સ્થિર ચિત્તે સત્યની જ એક અર્થિતાએ તેનો વિચાર કરવામાં આવે તો ઉકેલવો ઘણો જ સહેલો છે. આવા પ્રશ્નોની વિચારણા વખતે સત્યને એક જરા પણ અન્યાય ન થઇ જાય તેની પૂરેપૂરી સંભાળ રાખવી ઘટે. પરન્તુ આજે તેનો વિચાર બહુ ઓછો કરવામાં આવે છે- “ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં' –એ શ્રીમાન્ આનન્દઘનજી મહારાજના જીવનની એક જ કડી ગાઇને સત્યની સામે પ્રહાર કરતાં સામાન્ય બુદ્ધિવાળા આત્માને પણ આંચકો આવતો નથી. શ્રી આનન્દઘનજી મહારાજની એ જ એ કડી દ્વારાએ આજે કેટલાયે આત્માઓ સત્યની સામે પણ નહિ જોવાની દ્રઢ પ્રતિજ્ઞાવાળા બન્યા છે તેનો વિચાર કરતાં પણ ત્રાસ છૂટે છે. શ્રી જિનમતને પરમ વફાદાર સુવિહિતશિરોમણિ શ્રીમાનું આનન્દઘનજી મહારાજ, શું કોઇ પણ ગચ્છમાં સત્ય નથી, બધા જ અસત્યના પૂજારી છે, માટે સર્વ ગચ્છો અને મતોને છોડી દઇ અલગ થઇ જાઓ અને કોઇ પણ ગચ્છને નહિ માનનાર એક નવો ગચ્છ કાઢો, એવા કઢંગા ઉપદેશને દેવા તત્પર થયા હશે ? જરા સ્થિર ચિત્તવાળા બનીને વિચાર કરવાની આવશ્યકતા છે. સાધુસમુદાય અને શ્રાવકસંઘની રક્ષા માટે ભિન્ન ભિન્ન કાળે અને ભિન્ન ભિન્ન સ્થળે ઉત્પન્ન થયેલા ગચ્છો, એ શ્રી જિનમત રૂપી રથને માર્ગ પર ચલાવવાને અતિશય આવશ્યક વસ્તુ છે. ગચ્છના નામે શ્રી જિનમત સિવાય સ્વમતિકલ્પનાનો દોર ચલાવનારાઓને ચાબખો મારવા માટે કહેલું આપેક્ષિક વચન ગચ્છોની જ હસ્તી ઉડાડી મૂકવામાં વપરાય, તો તેના જેવો ભયંકર અન્યાય (પરમ હિતકર વાતને કહેનાર શ્રીમાન્ આનન્દઘનજી મહારાજને પણ) બીજો કયો હોઇ શકે? મહાપુરૂષોએ કહેલાં વચનોની અપેક્ષા ગુરૂગમ દ્વારાએ નહિ સમજવાથી કેટલો અનર્થ મચે છે, તેનું આ એક હુબહુ દ્રષ્ટાંત છે. સંઘની સુરક્ષા માટે ગચ્છોની જો જરૂર જ છે, તો તેમાં પ્રામાણિક ગચ્છોની સાથે કેટલાક અપ્રમાણિક ગચ્છો પણ રહેવાના જ. એ રીતે અપ્રામાણિકતાના ડરથી પ્રામાણિક ગચ્છોનો પણ નાશ યા ઉપેક્ષા કરવામાં આવે, તો ચોરના ભયથી શાહુકારોને પણ ફાંસી દેવા જવું અસંબદ્વ ચેષ્ટિત બને છે. ચોર અને શાહુકારનાં લક્ષણો જાણી ચોરથી બચવું અને શાહુકારનો આશ્રય લેવો, એ તો વ્યાજબી છે. પરન્ત જગતમાં ચોર છે માટે શાહુકાર ન જ હોય, એવા અજ્ઞાની નિર્ણય ઉપર આવી જવું અથવા શાહુકારનો પણ ચોર જેટલો જ ભય ધારણ કરવો, એ કોઇ પણ રીતે વ્યાજબી નથી. પ્રામાણિક ગચ્છો ક્યા અને અપ્રામાણિક ગચ્છો ક્યા, એની પરીક્ષામાં અમારે કયાં ઉતરવું, અને ઉતરીએ તો પણ અમારા જેવાનો તે ચર્ચામાં પત્તો કયાં લાગે? એ જાતિની એક વિચારણા પણ સમાજમાં પ્રચલિત છે. એ વિચારણા ઉભી કરનારા પણ લગભગ ઉપરના મતને મળતા જ છે. ચોરને પણ બે હાથ, બે પગ અને એક માથે છે : શાહુકારને પણ તેમ જ છે. કપડાં પણ બંનેના સરખા છે, રીતભાત પણ બંનેની સરખી જ છે, છતાં આજ સુધી કોઇએ એવો પ્રશ્ન કર્યો નથી કે-ચોર અને શાહુકારને ઓળખવાની Page 188 of 234

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234