Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 217
________________ ન જાણે કેમ, મન વળીવળીને પ્રાર્થનાનો જ વિચાર કરવા લાગી જાય છે. ધ્યાન અને પ્રાર્થનામાંથી મને વધારે શું ગમે એ પ્રશ્નનો જવાબ તરત જ આપતાં થોડી મુશ્કેલી પડે. પ્રાર્થના વિશે ઘણું વાંચ્યું. એનાં સુંદર અનુભવ પણ ર્યા. છતાં પ્રાર્થના વિશે જ્યારે પણ નવું વાચવાનું આવ્યું છે ત્યારે કોઇક નવું પ્રકાશકિરણ અવશ્ય મળ્યું છે. પણ આ તો માનવમન ! સપાટ ધરતી પર સીધા ચાલવાનું એને ફાવે જ નહી ને ! પ્રાર્થના જેવી દિવ્ય છતાં પાર્થિવ બાબતોમાં ખૂબ જ ઉપયોગી પ્રક્રિયાને પણ સાવ યંત્રવત બનાવી દેવાનું આપણા કોઠે પડી ગયલું છે. પછી એ એક સામાન્ય રસહીન, રોજિંદી ઘટમાળા બની જાય છે. ના કોઇ ઉલ્લાસ, ના કોઇ ચેતન. પ્રાર્થના કરવાની છે માટે કરી નાંખવાની. આનો ઝાઝો લાભ શી રીતે મળી શકે? એક મનોવૈજ્ઞાનિને પ્રાર્થનામાં એટલો બધો રસ પડ્યો કે બધાં કામ છોડી દઇને આખું જીવન પ્રાર્થના કલાના સંશોધન અને ઉપાસના તરફ વાળી દીધું. ઘણા લોકો એમની પાસે માર્ગદર્શન માટે આવતા. લગભગ બધા જ માણસોને એ પૂછતા : પ્રાર્થના વિશે તમે છેલ્લે છેલ્લે ખાસ નવું કંઇ વાંચ્યું છે કે? પ્રાર્થના માટે વાંચવાની શી જરૂર ? પ્રાર્થના એટલે પ્રાર્થના વળી. બસ, આટલા માટે વાંચવાની જરૂર. પ્રાર્થના એટલે પ્રાર્થના એવા એકઢાળા રાગમાં આપણે બેસી ગયા છીએ. એના વિશે ઘણાં નવા સંશોધનો થાય છે. જૂના વિધાનોનાં અવનવા અર્થે નીકળે છે. નવાનવા માણસોની અનુભૂતિઓમાંથી સાવ નવા ઉન્મેષો જાગે છે. આ બધાનો લાભ લઇએ તો ખોટું શું? વાત તો સાચી લાગે છે. પણ અમારા જેવા પૃથકુ નોએ શરૂઆત ક્યાંથી કરવી ? પહેલી વાત તો એ કે વારંવાર ખાસ સમય કાઢીને પ્રાર્થના વિશેની આપણી વિચારણાને કંઇક કડક બનીને તપાસવા માંડવું જોઇએ. તપાસ કરવી કેવી રીતે ? પહેલાં તો એ જોવું કે આપણી પ્રાર્થનાની અસરકારકતા વધી છે કે ઘટી છે. આપણને બધાને કામ આવે એવી આ સલાહ છે. હવે તો મોટા ભાગના લોકોએ કબુલ્યું છે કે પ્રાર્થના એ માનવીની મોટામાં મોટી જરૂરત છે નળીની અંદર રહેલી થાઇરોડ વગેરે ગ્રંથિઓની જેમ જ પ્રાર્થના પણ માનવીના શરીર અને મન ઉપર અસર કરે છે એ સિદ્ધાંત હવે વૈજ્ઞાનિક સ્વીકૃતિ પામ્યો છે આ અસરોને માપી શકે તેવાં સૂક્ષ્મસ્થલ સાધનો પણ વિજ્ઞાને શોધી કાઢ્યા છે. વીજળીશકિત, ચુંબકશકિત અને ગુરુત્વાકર્ષણ જેવું જ અમોધ અને અકાઢ્ય બળ પ્રાર્થનાનું પણ છે એ વાત હવે જગજાહેર બની છે. થોડા પ્રયોગહીનો વગર બીજું કોઇ આ બાબતનો પ્રતિકાર નથી કરતું. દૈનિક જીવન જીવવામાં ને આપણા નાનામોટા પ્રશ્નો ઉકેલવામાં આ દિવ્ય બળ અનહદ ઉપયોગી થઇ શકે. પ્રાર્થના એક ફરજ છે એમ માનવાને બદલે, એ આપણો અનન્ય અધિકાર છે એમ બરાબર સમજીને ચાલીએ તો સાચી અને અસરકારક પ્રાર્થના સિદ્ધિ થાય. થોડા પ્રાર્થનાપ્રેમી મિત્રોનું વર્તન તેમની સાપ્તાહિક મિટિમાં બેઠું હતું, પ્રાર્થના પતાવ્યા પછી હંમેશના ક્રમ મુજબ પ્રાર્થના વિશે અનુભવો અને વિચારોનું આદાનપ્રદાન એમણે શરૂ કર્યું. આનો વિષય હતો. પ્રાર્થનાની વ્યાખ્યા. પ્રાર્થના એટલે શું ? સંચાલકે પ્રશ્ન મૂક્યો. Page 217 of 234

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234