Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 225
________________ પરિશિષ્ટ-૨ સાધના દિવ્યધ્વનિ સાધના એટલે જાગ્રતપણે, વ્યવસ્થિત સ્વરૂપમાં આધ્યાત્મિક ઊર્ધ્વગમન. જે હેતુ માટે આપણે અહીં પૃથ્વી પર આવ્યા છીએ તે હેતુ સાધનાનો છે. અભ્યાસ અને સાધના એ બે પર્યાયો છે. આપણું જીવન જે માયાથી બંધાયેલું છે તેમાંથી મુક્ત થઇ જીવનને સાચા સ્વરૂપમાં સમવાનો સાધનાનો તુ છે. સાધના એ જીવનપર્યંત ચાલનારી પ્રક્રિયા છે. પ્રત્યેક મિનિટ, પ્રત્યેક ક્લાક અને પ્રત્યેક દિવસે સાધનામાં પ્રગતિ સાધવાની છે. આ મહાન દરિયાઇ મુસાફરીમાં અગણિત વિઘ્નો આવે છે. જ્યાં સુધી ઇશ્વરને તમે તમારા નાખુદા તરીકે માનશો ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે અવશ્ય સામા ક્વિારે પહોંચી જશો. કેટલાક લોકોને આધ્યાત્મિક માર્ગ જાણવાની માત્ર ઇચ્છા હોય છે, પણ તેઓને મુક્તિ માટે સાચી ખેવના નથી હોતી. તેઓ એમ માને છે કે જો તેઓ થોડીક યૌગિક ક્રિયાઓ કરશે તો તેઓ અમુક શક્તિ અથવા સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશે. પરંતુ જ્યારે તેમને આવી શક્તિ મળતી નથી ત્યારે તેઓ ધીરજ ગુમાવીને આ ક્રિયા છોડી દે છે અને આધ્યાત્મિક રાહ પણ છોડી દે છે. ફક્ત કુતૂહલ જ તમને કોઇ આધ્યાત્મિક પ્રગતિ સાધવામાં મદદરૂપ નહીં બને. માત્ર કુતૂહલના શોખીનો ઉત્પાત મચાવનારાઓ કરતાં વધુ ધૃણાસ્પદ છે. તમારા અંદરના વિચારોનું પૃથક્કરણ કરા અને નક્કી કરો કે તમારામાં સાચી આધ્યાત્મિક ભૂખ છે કે ફક્ત કુતૂહલની જ ભૂખ છે. સતત સત્સંગ, સારા ધાર્મિક પુસ્તકોનું વાચન, પ્રાર્થના, જપ અને ધ્યાન દ્વારા તમારી કુતૂહલવૃત્તિનું શમન કરીસાચી મુક્તિ તરફ આગળ વધો. તમારી સાધનામાં તમને પૂર્ણ રસ હોવો જોઇએ. તમારે સાધનાના ફાયદા અને તેની નીતિરીતિ જાણવી જોઇએ. તમને અનુકૂળ આવે એવી સાધના પસંદ કરવી જોઇએ. સાધનાને પૂર્ણ કરવાની તમારી શક્તિ હોવી જોઇએ અને તો જ તમે સાધનાને પરિપૂર્ણ કરવામાં સફળ થશો. ફકત સારો ઉદ્દેશ રાખવો એ જ પર્યાપ્ત નથી. તેને સારાં કાર્ય દ્વારા પુષ્ટ કરવો જોઇએ. જ્યાં સુધી તમે શક્તિસંપન્ન અને ખંતીલા ન હો, જ્યાં સુધી ઇર્ષ્યા, ક્રોધ, અહંકાર, સ્વાર્થ અને લોભથી તમારી જાતનું રક્ષણ ન કરી શકો, ત્યાં સુધી તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છાના આધ્યાત્મિક પથ ઉપર ચાલવા યત્ન કરા છતાં પણ પૂર્ણ સફળ ન બની શકો. માત્ર સારા ઉદેશાથી જ સફળતા પ્રાપ્ત થતી નથી. દ્રઢ આત્મસંયમ એ અત્યંત આવશ્યક છે. આત્મસંયમ એટલે દબાણ નહીં પરંતુ શરીરની અંદરની પાશવી વૃત્તિઓનું વશીકરણ. પશુઓનું માનવીકરણ અને માનવીઓનું દૈવીકરણ એટલે જ આત્મસંયમ. તમે બીજ વાવો તે પહેલાં જ્મીનને ખેડવી જોઇએ. નહીં તો બીજ ઊગતા પહેલાં નાશ પામશે. કુરદરતનો એક અફર નિયમ છે કે લય વિના સર્જન થતું નથી. તમારામાં દિવ્ય સ્વભાવની સ્થાપના કરો તે પહેલાં તમારે તમારો પાશવી સ્વભાવ બદલવો પડે છે. આધ્યાત્મિક પથ કાંટાળો, ખાડાખૈયાવાળો અને કરાળ છે. તમારે ખંત અને ધીરથી માર્ગમાંના કાંટા વીણી લેવા જોઇએ. કેટલાક કંટકો આંતરિક અને કેટલાક બાહ્ય છે. ઇર્ષ્યા, લોભ, મોહ, અભિમાન Page 225 of 234

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234