Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 232
________________ એક્માં હોય તો તેનું અપૂર્વ બળ છે. શાસ્ત્રોમાં તો કહેલ છે કે સત્યમાં સ્થિરતા થવાથી તે વાણી અમોધ થાય છે. તેનામાં જે બોલે તે થાય, તેવી શક્તિ આવે છે. આ વાત સાચી છે. છતાં તે શક્તિ મેળવવા આ નિયમ ન જ લેવો. સત્યની ઉપાસનાનું ફળ તેટલું જ છે તેમ નથી, તેથી અનેકગણું વિશેષ છે, સત્યવાદીની પોતાની બાહ્ય પરીક્ષાને માટે આ દ્રશ્યફળ લખ્યું છે. બાકી સત્યવાદી નિર્ભય થાય છે. સત્યવાદી નિશ્ચિંત થાય છે. સત્યવાદી કોઇથી દબાતો નથી. સત્યવાદી પોતાના તપથી પુણ્યલોક્ને પ્રાપ્ત થાય છે. ને ભોગની ઇચ્છા વિનાનો હોય તો કેવળ સત્યના સેવનથી મુક્તિ પ્રાપ્ત કરે છે. (૪) ચોરી ન કરવી : માલિકને કહ્મા સિવાય કંઇ લેવું તે ચોરી. આ નિયમ પાળનારે તેમાં ઊંડા ઊતરવું. કોઇ પણ વસ્તુ લેતાં માલિક કોણ તે તપાસવું. રસ્તે જ્યાં વાડેથી તે દાતણ ન જ લઇ શકે.તેના ધણીને તેણે પૂછવું જોઇએ. નાકર શેઠને ત્યાંથી કાગળ, પેન્સીલ, શાહી ન જ વાપરી શકે. નોકરીના વખતમાં કામના સમયનો પોતાના માટે ઉપયોગ ન જ કરી શકે. જાણતાં કે અજાણતાં બીજાની કોઇ વસ્તુ ન જ લેવાય. લેવાની ઇચ્છા પણ ન જ થાય. પરસ્ત્રી સામી કુદ્રષ્ટિ કરવી તે પણ ચોરી છે. ભોગની ઇચ્છા કરવી તે પણ ચોરી છે. પોતાના ઘરમાંથી પણ પોતાના માટે નિર્માણ નથી તે લેવું તે પણ ચોરી છે. આ નિયમ પાળનાર જેમ જેમ તેને આચરે છે તેમ તેમ નિર્મળ ને નિર્ભય થાય છે. ને કઇ ચોરી ને કઇ ચોરી નહીં તેને પોતાની મેળે જ જાણે છે. અંદરનો આત્મા છે તે જ સર્વનો ન્યાય કરી જાણે છે. શું સાચું છે તે જ તે યથાવત્ જાણે છે એટલે કોઇપણ નિયમના ઉપાસકે નિયમ પાળવા જ માંડવો, તર્ક ન ચડવું. આચરતાં આચરતાં તમામ મુશ્કેલી ઉકેલવાનું બળ તેનામાં આવશે. (૫) પરિના ન કરવી : જે વ્યક્તિ હાજર નથી તેની વાત, તેના દોષની ક્થા ન કરવી પરના કરનારના હૈયામાં પારકાનું ભૂડું થાય તેવી સૂક્ષ્મ વાસના હોય છે. પરનું ભૂંડું થયે રાજી થવાની વાસના સિવાય પરનિંદા ઘણું ખરું થતી નથી. પરિનાથી પરને સુધારવાની ઇચ્છા પાર પડતી જ નથી. જીભને રસ ઉતારવા, વખતનો દુરુ પયોગ કરવા પારકુ ભૂંડું થયે રાજી થતો જીવ પરના કરે છે. માટે પરનિા સર્વથા ત્યાજ્ય છે. પરનિામાં અસત્ય ભળે છે. દ્વેષ તો મૂળથી જ હોય છે. (૬) ક્રોધ ન કરવો : આ શુભ માર્ગે લઇ જ્કાર અમોધ દવા છે. જેના હૈયામાં લેશમાત્ર વિકાર નથી તે સાધુ છે. ક્રોધ એ નબળાઇ છે. ક્રોધ ભયવાળાને થાય છે. ક્રોધ પામરને થાય છે. ક્રોધ આળસુને થાય છે. ક્રોધ પારકા ઉપર આશા બાંધેલાને થાય છે. ક્રોધમાં જૂઠ, દ્વેષ, હિસા, અપ્રિયતા સૌ ભરેલાં હોય છે. ક્રોધ ગયા સિવાય, અંતરમાં અખંડ શાંતિ આવ્યા સિવાય કદી મુકિત થવાની નથી. ક્રોધ ક્રોધીના જ શરીરને બાળે છે, તેની જ શક્તિ હણે છે, તેની જ મતિને ભ્રમિત કરી સારાસારવિચારહીન કરે છે. ક્રોધ ન કરવાનું કરાવે છે. ન બોલવાનું બોલાવે છે. ક્રોધની પહેલી ખોટી અસર ક્રોધી પર થાય છે. પછી સામા પર થાય છે. ક્રોધ મૂળ મોહ, અન્યાય, સાહસ, વગર વિચારે કરેલું કાર્ય ને સંજોગને લીધે થતો હોય છે. જેણે ક્રોધ જીત્યો તેણે મન જીત્યું. જેણે મન જીત્યું. તેણે મુક્તિ પ્રાપ્ત કરી. જ્ઞાનનો, ડહાપણનો, બુદ્વિનો, કીતિનો, પ્રતિષ્ઠાનો સર્વ બળનો, તપનો-એ સર્વનો નાશ કરનાર પોતાનો જ ક્રોધ છે. અનેક વર્ષનું તપ, અનેક જપનું બળ, અનેક પુણ્યનો સંચય એક વખતના ક્રોધથી નાશ પામે છે. અપૂર્વ શાંતિ જ ક્રોધ જીતે છે. જે મોડામાં મોડો અકળાય છે તે જ સૌથી મોટો છે. જ્યા પ્રસંગમાં આવવાનું થાય, તેના પ્રસંગમાં આવતાં પહેલાં તે Page 232 of 234

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234