Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 230
________________ આશા ન છોડો. વિનો એ તો સફળતાનાં સોપાન છે. તેનાથી તમારી ઇચ્છાશકિત પ્રબળ બનશે. તેમનાથી દબાઇ જશો નહીં. ભૂલ તમને પૂર્ણતાની યાદ આપે છે અને પાપ સદગુણોની યાદ અપાવે છે. હંમેશ સાચા માર્ગે ચાલો. જ્યારે સમુદ્રમાં સર્વ મોજાં શાંત થઇ જશે ત્યારે હું સ્નાન કરીશ. એવું વિચારશો તો સ્નાન કદી શકય નહીં બને. કદાપિ મોજાં નાશ પામવાનાં જ નથી અને તમે કદાપિ નાન કરી શક્વાના નથી. તેવી જ રીતે, જો તમે એમ વિચારશો કે જ્યારે મારી ચિંતાઓ અને દુ:ખો નાશ પામશે ત્યારે હું આધ્યાત્મિક સાધના શરૂ કરીશ. જ્યારે નિવૃત્તિ થયા બાદ મને પૂર્ણ નવરાશ મળશે ત્યારે હું સાધના શરૂ કરીશ. તો આ શક્ય બનવાનું નથી. જ્યારે તમે ઘરડા બનશો ત્યારે અડધો કલાક પણ સ્થિર બેસવા તમે શક્તિમાન બની શકશો નહીં. કોઇ પણ કઠિન તપ કરવા માટે તમારી તાકાત રહેશે નહીં. જ્યારે તમે યુવાન હો ત્યારથી જ કઠિન આધ્યાત્મિક તપશ્ચર્યા શરૂ કરો. પછી ભલેને ગમે તે સંજોગો હોય ! આમ કરશો તો જ જ્યારે તમે સમૃદ્ધ બનશો ત્યારે આધ્યાત્મિક પાક લણી શકશો અને અંતમાં શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી શકશો. Page 230 of 234

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234