Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 215
________________ આવો કૃતજ્ઞતાનો ભાવ હદયમાં જાગે છે એટલે હૃદયમાં સાચી પ્રાર્થના માટે આપોઆપ મોકળાશ પેદા થાય છે. યાદ રાખો કે આપણી કોઇપણ ઇચ્છા પૂરી કરવાનું કામ પરમાત્મા માટે સરળ છે. માટે એની શકિત વિશે શંકા લાવ્યા વગર પ્રાર્થના કર્યે જ જવી. મનની મધુરતા : એલિસ જ્યારે પ્રાર્થનામાંથી ઊભી થઇ ત્યારે એના મોં ઉપર ખૂબ જ થાક હતો. એના ગુરુ પરમહંસ યોગાનંદે પૂછયું : પથરા ભાંગવા ગઇ હતી કે પ્રાર્થના કરવા ? પ્રાર્થના કરવા. તો તારા ચહેરા ઉપર આટલો બધો થાક ક્યાંથી ? પ્રાર્થનાને અંતે તનમન પ્રફુલ્લીત બની રહેવા જોઇએ. રોમરોમમાં તાઝગીનો અનુભવ થવો જોઇએ. પ્રાર્થના બનાવટી હશે ને એમાં માત્ર ફરિયાદો જ હશે તો આપણને આવી તાઝગીનો અનુભવ નહીં થાય. એને અંતે મનમાં મધુરતા હોય, અંતર આનંદે છલકાય. તો જ સાચી પ્રાર્થના કરી કહેવાય. આ અનુભવ એટલા માટે થાય કે ભલે તત્કાળ પુરતા પણ આવી પ્રાર્થના દરમ્યાન આપણી મુદ્રતામાંથી મુકત થઇ જઇએ છીએ. આપણને વિરાટનો સંપર્ક થઇ જાય છે. પછી આપણને ભાન થવા લાગે છે કે અગાઉ તો આપણે પોતાની જાતને એકલી જ માનતા હતા, પણ વાસ્તવમાં આપણે એક્લા નથી. એક બહેન પોતાની પ્રાર્થનાને અંતે કંઇક આવા શબ્દો બોલતા : હે પરમ ! આજ થોડી વાર માટે પણ મારી મુદ્રતા વિસરાઇ ગઇ ને મને તારી વિરાટતાનો સંસ્પર્શ થયો. આ અનુભૂતિનો રણકાર આખા દિવસ દરમિયાન મારામાં ચાલ્યા કરે એવી વિનંતિ છે. અંધકારમાં સહારો : કાર્ડિનલ વુમેન નામના એક ચિંતક હતા. એમના ઉપર દુઃખો આવવામાં કંઇ બાકી નહીં રહેલું. એમના એક મિત્ર વર્ષો પછી એમને મળ્યા તો એમણે જોયું કે, મેનની આંખોમાં આનંદનાં અજવાળા રેલાતાં હતાં. તમે તો કોઇ ચમત્કાર કરી દીધો લાગે છે. મિત્ર ન્યુમેનને કહ્યું. શાનો ચમત્કાર ? તમારી આંખોમાં તેના અજબ ઝગમગાટ રેલાય છે. એ અજવાળાં આત્માના છે. એ શી રીતે મળ્યાં ? પ્રાર્થના દ્વારા. મારા જીવનમાં મેં એ દીપ પ્રગટાવ્યો ને મારા તમામ અંધકાર ઓગળી ગયા. મને પરમ પ્રકાશની પ્રાપ્તિ થઇ ગઇ. પ્રભુનો આ પાવન પ્રકાશ સહુ કોઇને મળી શકે છે. એ પ્રકાશ પ્રાપ્ત કરવા માટે ન્યુમેને ગાયેલું તેમ આપણે પણ ગાવું રહ્યું. સાચા હૃદયથી પ્રાર્થવું રહ્યું : પ્રેમળ જ્યોતિ તારી દાખવી મુજ જીવનપંથ ઉજાળ. ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નર છો ન જાય. દૂર મારગ જોવા લોભ લગીર નથી, એક ડગલું બસ થાય. મારે એક ડગલું બસ થાય. Page 215 of 234

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234