Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 216
________________ આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ના લગાર. આપમેળે માર્ગ જોઇને ચાલવા, હામ ધરી મૂઢ બાળ. હવે નિજ શિશને સંભાળ. ન્યુમેનની લખેલી સુંદર પ્રાર્થનાના ગુજરાતી અનુવાદ પ્રેમળ જ્યોતિ ના નામે પ્રખ્યાત થયેલા આ સુંદર ભજન જેવા બીજાં ભજનો પણ પ્રાર્થનામાં અવશ્ય સામેલ કરી શકીએ. તારા ચરણમાં : સમર્પણનું આવું જ એક સુંદર સ્તોત્ર ભાવ સાથે વારંવાર રટવું જોઇએ : ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ.. આ કને યાદ નહીં હોય ? એની છેલ્લી પંકિતનો ભાવ તમે જ મારા સર્વસ્વ છો. જો એ પ્રાર્થના વખતે મનમાં બરાબર ગુંજી ઊઠે તો આપણે ધન્ય બની જઇએ. એવી જ પેલી પ્રાર્થના મારાથી જે કંઇ થાય છે એ બધું જ હું નારાયણને સમર્પિત કરું છું. એ પણ મજાની છે. શોધવા બેસો તો આવી તો અનેક પ્રાર્થનાઓ મળી આવે. પણ એ બધી પંકિતઓ આંખ મીંચીને ગગડાવી જઇએ તો એ ઝાઝી અસરકારક નહીં નીવડે. ભાવ-ઊંડા હદયનો ભાવ-જ પ્રાર્થનામાં મહત્ત્વનો છે. એક સુંદર પ્રાર્થના છે : અબ સોંપ દિયા ઇસ જીવનકા, સબ ભાર તુમ્હારે હાથોમેં, હૈ જીત તુમ્હારે હાથોમેં ઔર હાર તુમ્હારે હાથોમેં. હું તમને ખાતરી આપું છું કે પૂરા હૃદયથી આ પ્રાર્થના કરવામાં આવે તો હારનું નામોનિશાન મટી જાય, અને જિદંગીની જીતમાં પલટાઇ જાય. આ પ્રાર્થનાના છેલ્લા શબ્દો જૂઓ : મુઝમેં-તુઝમેં બસ ભેદ યહી, મેં નર હું, તુમ નારાયણ હો. મેં હું સંસારકે હાથોંમેં, સંસાર તુમ્હારે હાથો મેં સબ ભાર તુમ્હારે હાથો મેં ! પ્રકાશ પારાવાર : ગાયત્રીના મહામંત્ર દ્વારા તમે દિવ્ય તેની આરાધના કરી શકો. ઉપનિષદના તમસો માં જ્યોતિમય ઊંડા પ્રાર્થનાભાવ દ્વારા પરમ પ્રકાશની માંગણી કરી શકો. વળી બાઇબલમાં આવતી વિખ્યાત પ્રભુ પ્રાર્થના Lord's Prayer દ્વારા તમે પરમ સાથે એકતાર બની શકો. તમે કયા શબ્દો વાપરો છો એનું મહત્ત્વ નથી. તમારી ઉત્કટતા જ અગત્યની છે. એ ઉત્કટતા, સરળતા, શ્રદ્ધા ને ઊંડાણ પ્રાર્થનાને સફળ બનાવે છે જ. પ્રાર્થના પ્રાણનો પરિમલ છે. અંતરની આરત છે, એમાં ભીતરની ભવ્યતા પ્રગટ થાય છે. એ મનને મધુર બનાવે છે ને જીવન ચેતનાને જાગૃત કરે છે, વિરાટનો સંપર્ક કરાવીને એ આપણા ઉપર પરમ આશિષના ઔધ વહાવે છે. પ્રાર્થના એ અંધકારમાં સાથી છે. એ પ્રભાતનું પ્રાગટ્ય કરીને આપણને પારાવાર પ્રકાશ આપે છે. લઘુતામાંથી મુકત થઇ પ્રભુતામાં પ્રવેશવાનો એ ઉત્તમ રસ્તો છે. તમારી કોઇ પણ સમસ્યાને એ ઉકેલી શકે છે. દિવ્યતાનો ધોધ વહાવવાનો, ચેતનાસભર બનવાનો આ ઉત્તમ રસ્તો છે. પ્રાર્થના ધરતી ઉપરનું એવું બળ છે, જે સ્વર્ગ ઉપર નિયંત્રણ ધરાવે છે. જીવનને નંદનવન જેવું બનાવવા માટે તેનો આશરો લઇએ. જીવનના સર્વાગી વિકાસ માટે ને તમામ સમસ્યાઓના ઉકેલ માટે પ્રાર્થનાલાનો ઉપયોગ કરો ને ધન્ય જીવનના સ્વામી બનો. Page 216 of 234

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234