Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 218
________________ એની ઘણીબધી વ્યાખ્યાઓ મળે છે. એ બોલી જવાનો અર્થ શો ? આજ પ્રાર્થના વર્તુળમાં દાખલ થયેલા નવા સભ્ય દલીલ કરી. તમે જે વ્યાખ્યા બોલશો તે શા માટે બોલશો ? મને ગમી હશે એટલા માટે. એનો અર્થ એવો થાય કે તમે એ વ્યાખ્યા સાથે સહમત થાઓ છો. પછી એ વ્યાખ્યા તમારી બની જાય છે. એ બરાબર છે. કોઇ એક જ વ્યાખ્યા તમારી હોય એવું ના પણ બને. તમે વધારે વાંચો, કોઇને સાંભળો કે સ્વયં તમારા અનુભવમાંથી પણ નવી વ્યાખ્યા મળી જાય. અહીં આપણે આવા અનુભવોની આપલે કરીને સમૃદ્ધ થવા ભેગા થયા છીએ એ ના ભૂલાય. પછી સહએ પોતપોતાને ગમતી વ્યાખ્યાઓ આપી. એક જણે કહ્યું : મને એક નવી વ્યાખ્યા મળી છે. તો ઇતેજારી વધાર્યા વગર બોલી જાઓ. અમે વિચાર કરવા લાગીએ. સાવ સાદી વ્યાખ્યા છે. પ્રાર્થના એટલે પ્રભુનો સંપર્ક સાધવાની પ્રક્રિયા. સુંદર વ્યાખ્યા કહેવાય. આ ખાવા જેવી પ્રક્રિયા છે. જેમ તમારે જાતે જ ખાવું પડે તેમ, તમારે જાતે જ પ્રાર્થના કરવી પડે. (કોઇ તમારા માટે પ્રાર્થના કરીને તમને જરૂર ઉપયોગી થઇ શકે. પણ અહીં તો આપણે વ્યકિતગત પ્રાર્થનાના લાભ ઉપર જ ભાર મૂકવો છે એટલે વિષયાંતર ના કરીએ.) બીજા માણસો તમારા વતી ખાઇ ના શકે પણ ખોરાકનું વર્ણન કરીને, તમને સારું ભોજન પીરસીને ભોજન તરફ આકર્ષી શકે જરૂર. આ જ રીતે બીજા માણસો તમને પ્રાર્થનાના પ્રવેશ દ્વારે જરૂર લઇ જઇ શકે. એ પ્રેરણા આપી શકે પણ એ અનુભવના પ્રદેશમાં પ્રવેશ તો તમારે જાતે જ કરવો પડે. પ્રાર્થનાના અઠંગ ઉપાસક એવા એક ભાઇને પૂછવામાં આવ્યું. એક પ્રાર્થના અને દસ પ્રાર્થનાના પ્રભાવમાં શો ફેર પડે ? એવું સાદું ગણિત આમાં નહીં ચાલે, પ્રાર્થનામાં સંખ્યા અને ગુણવત્તા બેય જોવામાં આવે. યાદ રાખો કે ગુણવત્તા ઉપરથી પણ સંખ્યા નક્કી થઇ શકે. એક જ ઉત્તમ પ્રાર્થના દસ જેટલી થઇ જાય, ને સો નિર્બળ પ્રાર્થનાઓનું પરિણામ પણ એવું જ આવે. - જો આમ જ હોય તો પ્રાર્થનાની ગુણવત્તા વધારવા માટે આપણે પૂરતા પ્રયત્નો કરવા જોઇએ. એની ક્લાને બરાબર શીખવી જોઇએ. આ માટે થોડી પ્રાથમિક બાબતો સમજી લેવી જોઇએ. સ્વામી રામતીર્થ પાસે એક યુવક આવ્યો. કહે : ભગવાન નથી. આ નવા સમાચાર તું કયાંથી લઇ આવ્યો ? આ તો ભયંકર કહેવાય ! રામબાદશાહે બનાવટી ગંભીરતાથી કહાં. ભગવાન હોય તો મારો પ્રાર્થના ના સાંભળે ? એ વાત ખરી. પ્રાર્થના ના સાંભળી એટલે એ બિચારાનો કાંકરો જ કાઢી નાંખ્યો. સારું તું મને એ બતાવ કે તેં ખરેખર પ્રાર્થના કરી હતી કે બીજું કંઇક ? પ્રાર્થના જ કરેલી. Page 218 of 234

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234