Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 221
________________ ઢીલા થઇ જવાની શી જરૂર ? એની તમામ સમૃદ્ધિ પર આપણો અધિકાર છે. પ્રેમાળ પરમાત્મા તમામ યોગ્ય ઇચ્છાઓ પૂરી કરવા તૈયાર છે. પ્રાર્થના એ માટેનો પત્ર છે. બસ, ઉપયોગ કરો ને આનંદ પામો. એક સુંદર પ્રયોગ વાંચવા મળેલો. એક વિદ્વાને એક કઠિયારાને બોલાવીને પૂછ્યું : આખો દિવસ લાકડાં ચીરવાના કેટલા પૈસા લઈશ? પાંચ રૂપિયા. હું તને દસ રૂપિયા આપીશ. પણ એક શરત. તારે સીધી કુહાડીએ લાકડાં નહીં કાપવાનાં. કામ ઓછું થાય તેનો વાંધો નહીં. પેલો તરત કબૂલ થયો. અરધા કલાકમાં એ પાછો આવ્યો. કહે : મારે કામ નથી કરવું. તને પંદર રૂપિયા આપીશ. પંદરસો આપો તો પણ નહીં. મારે કામ નથી જોઇતું. નવી પદ્ધતિ જોવા પ્રયોગ કરી રહ્યો છું. સાબ હું એવી ભારેભારે વાતોમાં કંઇ ના સમજું. હું તો આટલું જાણું કે લાકડા ફાડતા હોઇએ તો છોડિયાં ઊડવાં જોઇએ. એ નથી ઊડતાં. મારે કામ નથી કરવું. તમે પ્રાર્થના કરો કે પરિણામ નાં છોડિયાં ના દેખાય તો સમજવું કે કુહાડી અવળી પડે છે, પ્રાર્થનાપદ્ધતિમાં ભૂલ છે, આ બાબત સમજી લઇને તરત જ રસ્તો બદલવો જોઇએ, નવો પ્રાર્થનાપથ શોધવો જોઇએ. બીજાની લખેલી પ્રાર્થનાઓનો ઉપયોગ કરાય છે ? આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. અવશ્ય કરાય પણ અમુક હદ સુધી જ. ગોખલી પ્રાર્થનાઓનો અર્થ શું? હા, એમાં ભાવતન્મયતા આવે તો સરસ. સારો રસ્તો એ છે કે સરળ હૃદયમાંથી જે પણ શબ્દો નીકળે એ તમારી પ્રાર્થના. હવે પ્રાર્થનાની નિષ્ફળતાના મૂળ સવાલને હાથ ઉપર લઇએ. આપણે સાવ અસ્પષ્ટ હોઇએ છીએ. એ પ્રાર્થનાની નિષ્ફળતાનું એક અગત્યનું કારણ. એક બહેનને ભારે શરદી થયેલી. કોઇએ એમને પ્રાર્થનાનો રસ્તો બતાવ્યો. બધાં સહકુટુંબ પ્રાર્થના કરવા બેઠાં. ભગવાનને વિનંતિ કરવામાં આવી. બધા ઊભાં થાય એ પહેલાં આઠેક વરસના બાબાએ હાથ જોડીને કહાં અને ભગવાન ભૂલતો નહીં કે મમ્મીને શરદી થયેલી છે. પણ તું એને એટલો બધી ગરમી ના આપતો કે એને તાવ આવી જાય. કોઇને આ સાંભળીને હસવું આવશે. પણ આમાં કંઇ હસવાજેવું નથી. બધી જ સ્પષ્ટતા કરવાની તે ભગવાનને માટે નહીં, આપણે માટે. ભગવાન તો બધું જાણે છે. પણ તમારી પ્રાર્થના તમારી સાથે તો સ્પષ્ટ હોવી જોઇએ ને ? એટલી કાળજી ઉપરથી તમારી નિષ્ઠા નું માપ નીકળશે. તમને પેલા વચનની ખબર હોવી જ જોઇએ. તારી શ્રદ્ધા પ્રમાણે થશે. એમ જ થાય છે. ભગવાન આપણી પ્રાર્થનાઓને નકારે છે ખરો ? આ બીજો પ્રશ્ન. નકારે પણ ખરો. તેથી શું? એક જણે સરસ કહેલું : મારી બધી પ્રાર્થનાઓનો જવાબ ભગવાને ના આપ્યો તે બહુ સારું થયું એમ સમજનારો હું જીવતો Page 221 of 234

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234