Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 220
________________ આના ભયસ્થાન શાં છે એનો ખ્યાલ આપવાની જરૂર છે ખરી ? લોકોને મન ભગવાન એટલે સનાતન જમીનદાર. જ્યારે પણ કયાંક ગળું પકડાય એટલે એ જમીનદારને સાદ પાડવાનો, પણ જો માણસને આવી નાસ બિલાડી ઘોઘર આવ્યો. જેવી જ પ્રાર્થનાનો અભ્યાસ હોય તો આ વલણ અને સ્થિતિ તંદુરસ્ત નહીં ગણી શકાય. આ એક મોટી કમનસીબી જ કહેવાય. પ્રાર્થના એટલે માગણી જ નહીં. એ તો એનો એક ભાગ થયો. પ્રકાર થયો. પ્રાર્થના દ્વારા સર્વ શકિતના સ્વામી સાથે સંપર્ક સાધવાનો છે એ ભૂલાય કેમ ? પ્રભુનો એવો સંપર્ક અને સાનિધ્ય માણસના જીવનમાં જલદતા ઊભી ના થવા દે ને કદાચ થઇ જાય તોપણ એનું નિવારણ થઇ જાય ને અંતે બધું મંગળ મંગળ થઇ જાય. આપણી પ્રાર્થના પ્રાર્થના ના પણ હોય, હે ભગવાન એવું સંબોધન પ્રાર્થનાનો ભાગ છે જ. પણ એના પછી જે કંઇ આવે તે સલાહસૂચના કે માત્ર ચિતા જ હોય. એને પ્રાર્થના કેમ કહેવાય ? ફીશર નામના એક પ્રાર્થનાપ્રેમી આ કળાના મોટા નિષ્ણાત. એમની હદે ઊંડા ગયેલા બહુ ઓછા માણસો વિશે હું જાણું છું. એમનું કામ એક જ : પ્રાર્થના કરવી અને કરાવવી. એમણે ઘણા લોકોને પ્રાર્થના વિશે પ્રકાશ આપ્યો છે. મારી પ્રાર્થના નિષ્ફળ ગઇ. ઘણા લોકો એમની પાસે ફરિયાદ કરે. કેવી રીતે ? ફલાણી પરિસ્થિતિમાં સુધારો થાય એટલા માટે મેં વારંવાર પ્રાર્થના કરી. પણ સાવ નિષ્ફળતા મળી. કેવી પ્રાર્થના કરેલી ? ભગવાન પાસે મારા દુ:ખ ગાયેલાં. એટલે કે તમારી જે ચિતાઓ હતી એમને વધારે એકાગ્ર નક્કે જોઇને એમને તમે વધારે જલદ બનાવી. બનવાજોગ છે. ના એમ જ બને છે, મુસીબતોની હારમાળા રજૂ કરવી એનું નામ પ્રાર્થના નથી. પ્રાર્થનાનો સમય પૂરો થઇ ગયા પછી લાભને બદલે નુકસાન વધારે થયું હોય છે. કારણ ? માણસ રચનાત્મક પ્રાર્થના કરવાને બદલે વધારે કાળજીપૂર્વક પોતાની મુસીબતો ઉપર ચોક્સ સમયે એકાગ્ર થતો હોય છે. આથી તો મન વધારે નિર્બળ બનવાનું. એના વરવા પ્રત્યાઘાત પડઘાયે જ જવાના. પોતે અપુત્ર હોવાથી એક રાજાએ તેના ગરીબ પિતરાઇના પુત્રને ખોળે લીધો. લગભગ દસ પેઢી દૂરનો સંબંધ. નસીબદાર છોકરો રાતની રાતમાં રાજગાદીનો હકદારે થઇ ગયો. રાજમહેલના નિવાસની પહેલી જ સાંજે એ રડતો હતો ! કેમ બેટા રડે છે ? મારે ખાવું છે. તે એ માટે રડવાનું ? નોકરને હુકમ કર. ખાવાનું તૈયાર જ છે. હવે તું સામાન્ય છોકરો નથી. તું રાજકુમાર છે. તારા અધિકારોને ઓળખ. આદેશ આપીને કામ કરાવતાં શીખ. આવતી કાલે તારે મોટું રાજ્ય ચલાવવાનું છે. આપણેય રાજાઓના રાજા એવા મહાસમ્રાટના રાજકુમારો છીએ. પરમાત્માની પાસે જઇએ ત્યારે Page 220 of 234

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234