Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 213
________________ મિત્રરાજા એમને ઓળખી ગયો. એ ક્હ : કુમાર ગૌતમ ! તમે તમારી કેવી અવદશા કરી છે ! ચાલો, હું તમને મેળ કરી આપું અથવા તો હું તમને મારે ત્યાં જ રાખું. તથાગત એ ભલા માણસને શો જ્વાબ આપે ? પરમાત્મા સુર્યમાળાઓ આપવા માંગે છે ને આપણે ધૂળ ને ઢેફાં માગ્યા કરીએ છીએ ! તથાગત મહાન રાજ્ય ને તેના વૈભવો છોડીને આવ્યા હતા. ત્યારે પેલો રાજા એમને ફરી પાછો ઝંઝટમાં નાખવા માંગતો હતો. આપણે ત્યાગી બની વું એવી વાત નથી. આપણને પ્રાર્થનાની અપાર તાકાતનો ખ્યાલ નથી એ સમજ્યું છે. પ્રાર્થનામાં નાનીનાની વસ્તુઓ ના જ માગી શકાય એવું નથી. પણ એના દ્વારા જીવનના ને ગતના મહત્તમ પ્રશ્નો પણ હલ થઇ શકે છે એ યાદ રાખવાનું છે. જીવનના સર્વાંગી વિકાસમાં એ ખૂબ જ કામ આવી શકે. પ્રાર્થના જેવી માનવીની બીજી કોઇ શક્તિ નથી. એને બરાબર ઓળખીને યોગ્ય રીત ઉપયોગમાં લઇએ તો આપણા માટે કંઇ જ અશક્ય ના રહે. સ્થળસંકોચને કારણે ઉદાહરણો ટાંકી શકાય તેમ નથી, પણ વિશ્વનો કોઇ પ્રશ્ન એવો નથી, માનવજીનની કોઇ સમસ્યા એવી નથી. જેમના ઉકેલ માટે પ્રાર્થનાનો ઉપયોગ સફળતાપૂર્વક ના કરવામાં આવ્યો હોય. ખજાનો ખૂલશે : દિવ્ય જીવન સંઘવાળા સ્વામી શિવાનંદ તેમના સાધનાકાળના આરંભમાં ક્લાકો સુધી ગંગાના શીતળ જળમાં ઊભા રહીને સાધના કરતા. આજે શું ક્યું ? એક સન્યાસીએ એક દિવાળીએ પૂછયું. ચાવીનો ઉપયોગ કર્યો. કઇ ચાવી ? તમારી પાસે તો એક પણ ચાવી નહોતી. એ મારા હૃદયમાં હતી ને ! મારા એક અસોમ ખજાનાની ચાવી છે પ્રાર્થના. આજે પ્રાર્થનામાં ખૂબ જ લીન થઇ શકાયું. ખૂબ મજા આવી. સામાન્ય માનવીનું એ સદ્ભાગ્ય ક્યાં કે એ વારંવાર પ્રાર્થનામાં લીન થઇ શકે ? એ અનેક વાર પ્રયત્ન કરે ત્યારે એકાદ વાર સફળ થાય. પણ એ તો અભ્યાસનું કામ છે. કરિયાણાની દુકાન ચલાવતા રમણભાઇને વર્ષો પછી મળવાનું બન્યું ત્યારે એમની સૌમ્યતા જોઇ હું ચક્તિ થઇ ગયેલો. કાકા, તમે તો અજબ રીતે શાન્ત લાગો છો. મેં એમને કહ્યું. કેમ ના લાગું ? મને પ્રાર્થનાનું મહાન રહસ્ય મળી ગયું છે. પ્રભુએ પ્રાર્થનારૂપે આપણા સહુના હાથમાં એક એવું મહાન રહસ્ય મૂક્યું છે કે એનો ઉપયોગ કરીએ તો આપણને શાંતિ અને સમૃદ્ધિ, આનંદ અને મધુરતા બધું જ મળે. કલ્યાણ-કડી : પણ એ માટે પેલા અર્જુન જેવો સમર્પણભાવ જોઇએ. એણે ભગવાનને વ્હેલું : હું તારા વચનનું પાલન કરીશ. આવી નિષ્ઠાભરી આજ્ઞાંકિતતા હોય તો સાધક્નો, સામાન્ય માનવીનો અને ખુદ પરમાત્માના રસ્તો પણ સરળ થઇ જાય ! બાઇબલમાં પણ આ શબ્દો ગમે એવા છે : I will હું કરીશ. (તેમ) જુઓ, કોઇ લાંબી વાત નથી, Page 213 of 234

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234