Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 212
________________ એક અકાઢ્ય બળ આપણી અંદર ઊભું થાય છે. ડૉ નોર્મન પિલને એક શ્રીમંતને મળવાનું થયેલું. ગજબનો છે તમારો ધંધો. આવી વિશાળ જગા મેં ભાગ્યે જ જોઇ હશે. ડૉ પિલે એ શ્રીમંતને કહાં. તમને આશ્ચર્ય થશે કે આટલા વિશાળ ધંધાની શરૂઆત મેં શૂન્યથી જ કરેલી. સજ્જડ પુરૂષાર્થ, આશાવાદી વિચારો, પ્રામાણિક વ્યવહાર, માણસો સાથે માયાળુ રીતભાત અને યોગ્ય પ્રાર્થના મનધાર્યા પરિણામ લાવે છે એટલી સમજ સાથે આ ધંધો જમાવ્યો છે. મને લાગે છે કે વ્યવહાર જગતના માણસો માટે આમાં એક સુંદર માર્ગદર્શન છે. વ્યવહારમાં અધ્યાત્મનું આવું સુંદર સંમિશ્રણ કરનાર ધન્ય જ ગણાય ને ? અંદરના ઉચ્ચાલન : વંદા નામની એક વિદ્યાર્થિનીને જ્યારે પ્રાર્થનાપ્રવૃત્તિમાં રસ પડ્યો ત્યારે એણે નિયમિત પ્રાર્થના કરવાનું વ્રત લીધું. પરદેશ ગયેલા એના મોટાભાઇ પાછા આવ્યા ત્યારે એ વૃંદામાં થઇ ગયેલાં અમૂલ પરિવર્તનને જોઇને ચકિત જ થઈ ગયા. બહેના, તું તો સાવ બદલાઇ ગઇ. તારી ધમાલ કયાં ગઇ? ભાઇએ પૂછયું. ભગવાન પાસે. ભગવાન જેવો શબ્દ તારા મોંમાં ? આ શું વાત કરે છે તું ? મેં પ્રાર્થના કરવા માંડી ને મારું જીવન બદલાઈ ગયું. બહુ રસભરી વાત કરી તેં. આ શી રીતે બન્યું ? આની પાછળ એક મોટો વૈજ્ઞાનિક નિયમ કામ કરે છે. તમે બે ઘડી ભગવાનની વાત છેટી રાખો તોપણ પેલા અચેતન મન ઉપર પ્રાથના અને શુભ વિચારની અસર પડે છે જ. બાહ્ય મનની ધમાલ અને ગૂંચો પણ ઉકેલાવા લાગે છે. અંતરતમ નિર્મળ બને છે. ભીતરની સ્વસ્થતા વધે છે. આમ પ્રાર્થના પ્રભુને નહીં. આપણને બદલે છે. ને પરિવર્તન તો સુભગ જ હોય ને ? પ્રભુને ગમતું : એક સુંદર જર્મન રૂપકકથા છે. એમાં શિયાળાની રાતન વર્ણન છે. કાળી ડિબાંગ રાત છે. ચારે તરફ સખત બરફ પડ્યો છે. શ્રીમંતો પોતાના હૂંફાળા મહાલયોમાં ઢબરાઈ ગયા છે. ગરીબોએ પણ પોતપોતાની ઝુંપડીઓમાં તાપણાં કર્યા છે. પ્રાણી ને પંખીઓ પણ એકબીજાની હુંફે ગરમી મેળવીને ટકી જવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ધરતી તો ધરતી, સ્વગમાં પણ ઠંડીનો કડાકો બોલી ગયો છે. આવા વાતાવરણમાં ખુદ પરમાત્મા પણ ઠરી ગયેલા ! આ તો રૂપકકથા છે ને ! ઠરી ગયેલા ભગવાન જેમ તેમ કરીને બહાર નીકળ્યા. એમને હૂંફ જોઇતી હતી. એ હૂંફ એમને મળી ગઇ. પ્રાર્થના કરતાં માનવના ઉષ્માભર્યા હૈયામાંથી પ્રભુ જાણે સાચા પ્રાર્થનાપ્રેમીને શોધી રહેલા છે. એમને જ્યારે પણ હૂંફ જોઇએ ત્યારે એ પ્રાર્થનામય હદયની ઉષ્મામાંથી મેળવી લે છે. કેટલી સુંદર કલ્પના છે ! પ્રાર્થના માનવીના અંતરને આટલું દિવ્ય બનાવે છે એમ પેલા અનામી રૂપકકારનું કહેવાનું હશે ને ? અંજલિમાં અમૃત : ભગવાન બુદ્ધ સાક્ષાત્કાર પામ્યા પછી ધર્મચક્રવર્તન માટે નીકળ્યા હતા. એમના પિતાજીનો Page 212 of 234

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234