Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 210
________________ એક સુંદર જાપાની કાવ્યનો અનુવાદ વાંચવાની તક મળી હતી. એક મલમલનો પરદો છે. એની એક બાજુ માનવી છે, સામી બાજુ ભગવાન છે એણે હમણાં જ પ્રાર્થના પૂરી કરીને પોતાની આંખો ઉઘાડી છે. એના હોઠ ઉપર છેલ્લા શબ્દો છે. આવો પ્રભુ...પધારો પ્રભુ...મને સાંભળો પ્રભુ... જો હું આવી ગયો સામેથી જ્વાબ આવે છે. અરે, આપ પધાર્યા છો ? તારા બોલાવ્યા પહેલાં હું આવીશ, તારી પ્રાર્થના પહેલાં હું જ્વાબ આપીશ, એમ મેં તને નહોતું કહ્યું ? હવે તો તને બરાબર પ્રતીતિ થઇ ને ? સંસારના વ્યવહારમાં ડૂબેલાઓને આટલે ગજે જ્વાની વેળા ભાગ્યે જ આવે. આપણને રસ છે આપણા પ્રશ્નોના ઉકેલમાં આપણી માંગણીઓમાં આપણને જોઇએ છે સુખ અને શાંતિ, આનંદ અને સમૃદ્ધિ. તો કોઇ માગે છે પ્રેરણા અને પ્રકાશ. મારી ઇચ્છા પ્રમાણે થાઓ. -અ મોટા ભાગની પ્રાર્થનાઓનો સાર હોય છે. પણ કોઇ પ્રભુને એમ નથી કહેતું કે તારી ઇચ્છા પ્રમાણે થાઓ ! જો કે એમ કહેવામાં ગેરલાભ નથી જ હોતો. પણ નાનકડું મન એટલો ઉદાર દ્રષ્ટિકોણ અપનાવી શકે જ શી રીતે ? એને એ રીતે કેળવવા માટે પણ પ્રાર્થના કરવી પડે ! શ્રદ્ધા અને સમર્પણ : ખલીલ જિબ્રાને અલ મુસ્તફા નામના એ મહાન પાત્રનું સર્જન કર્યું છે. વિશ્વ સાહિત્યમાં અને ફિલસુફીમાં અલ મુસ્તફા અમર બની ગયા છે. એમને એક શિષ્યા પૂછે છે : અને ગુરૂદેવ અમને પ્રાર્થના વિશે હો. તમે શ્રદ્વા વિશે જાણી લેશો તો પ્રાર્થના વિશે જાણવાની કોઇ જરૂર નહીં રહે. પછી એ પ્રાર્થના અને શ્રદ્ઘા બન્ને વિશે સુંદર વાર્તાલાપ કરે છે પણ એમનો મૂળ મુઠ્ઠી એ છે કે જેના અંતરમાં શ્રદ્ધા નથી એ પ્રાર્થનાનો પૂરો લાભ ક્યારેય નહીં લઇ શકે. આ શ્રદ્ધા અને સમર્પણની એક બેલડી છે. હિન્દીનાં જાણીતાં ક્વયિત્રી મહાદેવી વર્મા પાસે એક સાધિકાએ માર્ગદર્શન માટે વિનંતિ કરેલી. શું માર્ગદર્શન જોઇએ છે ? મહાદેવીએ પૂછયું. મને જીવન ઉદ્વારનો રાહ બતાવો. સમર્પણ એ જ રાહ. આટલું જ ? હા, પરમાત્માને શરણે તારું સર્વસ્વ સમર્પિત કરી દે. તને સર્વ કંઇ મળી જશે. આ જ મહાદેવીજીએ અન્યત્ર લખ્યું છે : સમર્પણ એ પણ શ્રદ્ઘાયુકત પ્રાર્થનાની પહેલી શરત. અનન્ય નિષ્ઠા : યુરોપમાં નોક્ષ નામના એક મહાન સંત થઇ ગયા. પ્રભુના નામના ઘોષ ગજાવતા ગજાવતા એ સ્કોટલેન્ડ જઇ પહોંચ્યા. ત્યાંના માણસો પશુઓ કરતાં પણ બદતર જીવન જીવતા હતા. એમનું હૃદયપરિવર્તન કરવા એમણે ખૂબ જ પ્રયત્નો ક્ય. અનેક પ્રવચનો ક્ય, પણ કંઇ ના વળ્યું. એમણે પોતાના મનને તપાસવા માંડ્યું. અંદરથી આદેશ આવ્યો કે હવે માત્ર પ્રાર્થનાનો જ રસ્તો બાકી રહ્યો છે. Page 210 of 234

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234