Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 206
________________ કોઇને પ્રશ્ન થશે કે પ્રાર્થનાની તે વળી ક્લા હોઇ શકે ? હા. પ્રાર્થનાની ક્લા પણ છે ને વિજ્ઞાન પણ જેઓ જીવનમાં પ્રાર્થનાના મહત્ત્વને સમજીને તેનો ઉપયોગ કરે છે તેમના માટે જીવન સરળ, સુંદર અને આનંદમય બની જાય છે. છે. શ્રી અરવિદં વ્હેતા : તમારા દૈનિક જીવનમાં પ્રાર્થનાનો આશ્રય ના લીધો હોય તો એક મહાન લાભથી વંચિત રહી ગયા છો એમ માનજો. આ દિવ્ય માધ્યમ દ્વારા એક પળમાં જ પરિવર્તનના પ્રકાશિત પથ ઉપર તમે આવી જાઓ છો. જીવનમાં સુલભ પરિવર્તન કોને ના ગમે ? વત્તે ઓછે અંશે અંધકારમાં અટવાતા માણસને પ્રકાશની જરૂર હોય છે જ. પ્રાર્થના એ પ્રકાશ પૂરો પાડે છે. શ્રદ્ધાની શક્તિ : વિશ્વનાં રહસ્યો વિશે અજબ પુસ્તક લખનારા સર જેમ્સ જીન્સે બ્રહ્માંડના સંચાલન પાછળ રહેલી, દિવ્ય શક્તિ, શ્રદ્દા ને પ્રાર્થનાની તાકાત વિશે મહત્ત્વનાં વિધાન કરેલાં. એક વૈજ્ઞાનિક કહે : તમારા જેવા ટોચની પ્રતિષ્ઠાવાળા વૈજ્ઞાનિક આવાં સ્મિતભર્યા વિધાન કરે એ જરા આશ્ચર્ય જેવું લાગે છે. શ્રદ્દાની આ મહાન શક્તિ વિશે શબ્દો જડતા નથી. હું વધારે શું હું ? ખરેખર ? હાં. શ્રદ્વાવાનના હાથમાં અસીમ શક્તિઓ આવી જાય છે. શ્રદ્ઘાનું, અંતરનું, આત્માનું, ભાવનું, પ્રાર્થનાનું, એક અજ્બ બળ હોય છે. આ તો નવી વાત્ છે. ના ચિરપુરાતન છે. તમને કોઇ અનુભવ નથી. માટે નવી લાગે છે. સર જીન્સના જેવો જ અનુભવ ડો. ભાભાનો હતો. વિખ્યાત ફિલસુફ કેન્ટ પણ એમ જ માનતા. વિશ્વના મહાનતમ વૈજ્ઞાનિકોમાંના એક આઇન્સ્ટાઇન પરમ શક્તિમાં શ્રદ્દા રાખતા હતા. એ નિયમિત પ્રાર્થના કરવાના આગ્રહી હતા. મહાત્મા ગાંધીનો પ્રાર્થનાપ્રેમ તો ગતભરમાં જાણીતો છે. અબ્રાહમ લિન પ્રાર્થનામાર્ગના પ્રવાસી હતા. સ્વામી શ્રદ્દાનંદ પ્રાર્થનામાં અપાર રુચિ લેતા. આવાં તો અનેક ઉદાહરણ મળી આવે. પ્રાર્થના એટલે કોઇ ઘેલા અને ભાવુક માણસોની ભ્રમાત્મક પ્રવૃત્તિ છે એમ નથી માનવાનું. વિશ્વના અનેક મહાન પુરુષો પ્રાર્થનામાં રસ લેતા આવ્યા છે. ચૈતન્યના ચમત્કાર : આ પ્રવૃત્તિ મહાન માણસો માટે જ છે એવું નથી. સામાન્યમાં સામાન્ય માણસથી શરૂ કરીને શ્રેષ્ઠ કક્ષાની વ્યક્તિઓના પ્રાર્થના પ્રેમનાં અસંખ્ય ઉદાહરણ નોંધાયેલાં છે. પ્રાચીન સમયમાં ધ્રુવ, પ્રહલાદ, માકડેય, વિભીષણ, કુન્તા, દ્રોપદી, ન્સિસ, મોહમ્મદ, અષો જરથ્રુસ્ત્રો, એલીજાહ ને આવાં તો અસંખ્ય વિભૂતિઉદાહરણ જોવા મળે છે. આધુનિક સમયમાં પણ એવાં ઉદાહરણ આપણી આસપાસમાંથી મળી આવી શકે. એવા અસંખ્ય ઉદાહરણમાંથી માત્ર એક જ ઉદાહરણ જોઇએ. આનંદાશ્રમવાળા સ્વામી રામદાસ ભારતની તીર્થયાત્રા દરમ્યાન ભગવાનને શરણે સંપૂર્ણતા સમપિત થવાના સંક્લ્પ સાથે વિચરતા હતા. એક વાર એમની પાસે પૈસોય નહીં કે ખાવાની સુવિધા પણ નહીં. શેતાન મન દલીલ કરવા માંડ્યું કે બરાબર બાર વાગે જો કોઇ અચાનક ખાવાનું લઇને આવે તો ભગવાન અને શક્તિ બેય સાચાં. Page 206 of 234

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234