Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 192
________________ અનુભવ્યા, તો તે અધિક દુ:ખને માટે જ થયા. દેવલોક્ના વિમાનના સુખ અનુભવ્યા, કિન્તુ અન્તે પૃથ્વીકાય થયો. મનુષ્યોની રાજઋદ્ધિ ભોગવી, તો પરિણામે સાગરોપમોનાં નારકીનાં દુ:ખોને સહ્યા. પ્રત્યેક ગતિમાં શરીર મળ્યું તો હિસા કરી, વાણી મળી તો જૂઠું બોલ્યો, મન મળ્યું તો દુર્ધ્યાન ર્યુ, સામગ્રી અધિક મળી તો અધિક પાપ બાંધ્યું. અને સામગ્રી થોડી મળી તો દીન બન્યો. કોઇ વખત રાજા થયો તો કોઇ વખત રંક થયો. કોઇ વખત બુદ્ધિમાન બન્યો તો કોઇ વખત નિર્બુદ્ધિમાનનો આગેવાન બન્યો. કોઇ વખત રૂપવાન થયો તો કોઇ વખત ક ્રૂપો થયો. કાઇ વખત ઉત્તમ જાતિમાં જન્મ્યો તો કોઇ વખત અધમ જાતિમાં જન્મ્યો. કોઇ વખત સારૂં કૂળ મળ્યું તો તેનો મદ ર્યો. કોઇ વખત અધમ કૂળ મળ્યું તો અધમ ધંધા આચર્યા. કોઇ વખત ગર્વ તો કોઇ વખત દીનતા, કોઇ વખત હર્ષ તો કોઇ વખત શોક, કોઇ વખત ક્રોધ તો કોઇ વખત લોભ, એમ અનેક વિકારોને વશ થયો. નવાં ચીણાં કર્મ ઉપાર્જન કર્યાં, તેના ઘોર વિપાક દુર્ગતિમાં વારંવાર સહ્યાં. કોઇ પણ ભવમાં ધર્મબુદ્ધિ જાગી નહિ, વીતરાગને ઓળખ્યા નહિ, નિર્રન્થોને પીછાન્યા નહિ, દયાને સમજ્યો નહિ, કદાગ્રહને છોડ્યો નહિ, સંસારને અસાર માન્યો નહિ, સંસારથી છૂટવા માટે પ્રયાસ કર્યો નહિ, હિતકારીના હિતકર ઉપદેશોને ગણ્યા નહિ, ભવોભવ વિરાધના કરીને સંસારમાં ભટક્યો, પરાધીનપણે દુ:ખો સહીને અકામનિર્જરા કરી, શ્રી નિધર્મની નિકટ પણ આવ્યો, પરન્તુ અનાદિના અસદભ્યાસના યોગે એ ધર્મ રૂચ્યો નહિ. દુનિયાના દુ:ખોને સહ્યાં, પણ તપનાં કષ્ટોથી ધ્રૂજારી પામ્યા. મરતી વખત માલમીલ્કત મૂકીને મરી ગયો, પણ હાથે કરી દાન દીધાં નહિ. શરીર રોગથી ગ્રસ્ત બન્યું, પણ નિરોગી કાયા શીલસંપન્ન બનાવી નિહ. પુદ્ગલના ભોગ અહોનિશિ ચિન્તવ્યા, પણ શ્રી વીતરાગદેવને એક ક્ષણ વાર ધ્યાયા નહિ. રાત્રિદિવસ પાપવિચારોને ર્યા, પણ પુણ્યવિચારોને ઘડીભર સેવ્યા નહિ. અન્ને પાપથી ભારે થઇ એકેન્દ્રિયાદિક નીચ ભવોમાં ભમ્યો. મનુષ્યભવ અને દેવભવાદિ ક્વચિત્ પામ્યો, તે વખતે પાછું અનન્ત ભવભ્રમણ વધારીનેજ મર્યો. આ દયામણી હાલતથી મુક્ત કરાવનાર શ્રી જિનેશ્વરદેવ મળ્યા, તેમની આજ્ઞાએ વર્તતા સદ્ગુરૂઓ મળ્યા, તેમણે હેલા આગમ પ્રાપ્ત થયાં, પણ તના ઉપર સદ્ભાવ થયો નહિ. અનન્તી વાર ઉંચે આવીને નીચે પટકાણો. જેને અનન્તી વાર પાળ્યા અને પોષ્યા, તેમાંના કોઇએ પણ આપત્તિ વખતે હાથ ઝાલ્યો નહિ. અનન્તાનન્ત શરીરોનું મમત્વ કર્યું, પણ પ્રત્યેક ભવે દગો દઇને ચાલતું થયું. અનન્તા સ્વનોને મારા માન્યા, પણ મરતી વખતે કોઇ મારા થયા નહિ. લક્ષ્મીને મેળવવા માટે અનન્તુ કષ્ટ સહ્યું, પણ તેમાંની રાતી પાઇ પણ સાથે આવી નહિ. સંસારની પ્રત્યેક વસ્તુએ દગો દીધો, તો પણ હું તેને મારી માનતા ભૂલ્યો નહિ. શ્રી નિાગમ રૂપી દીપક મળ્યા છતાં હૈયામાં તે ધર્યો નહિ અને અનન્ત કાળ સુધી અન્ધકારમાં આથડ્યો. હવે મારા આત્મામાં શ્રી નિાગમ રૂપી દીપક્ના પ્રભાવે કિચિત્ પ્રકાશ થયો. એ પ્રકાશના બળે તારને ઓળખ્યા, તારના માર્ગને પીછાન્યો અને અનાદિની અવિદ્યા સમજાણી. એ અવિદ્યાના પાશમાંથી મુક્ત થવા માટે નિશ્ચય ર્યો. સદ્ગુરૂની સહાય લીધી, સંયમરૂપી નાવ ઉપર આરૂઢ થયો, પણ એ નાવમાં અનેક આશ્રવ રૂપી છિદ્રો પાડ્યા. ફેર ભયંકર સંસારસાગરના તળીયે ગયો. એમ અનેક વાર ઉંચે આવ્યો અને નીચે ડૂબ્યો. સામાન્ય આશ્રવને રોક્યા તો મહા આશ્રવ મિથ્યાત્વને સ્વીકાર્યું. મિત્યાત્વના યોગે ફેર ભટક્યો. જ્ઞાન અને ચારિત્ર ઉભય પામ્યો, તો તપ તપવામાં કાયર બન્યો. નવીન આશ્રવ ન થયો, તો પણ અસંખ્ય પ્રદેશે વળગેલી અનન્તી કર્મની વર્ગણાઓ દુ:ખ દેવા તત્પર બની. તેને તપાવવા માટે હાથમાં આવેલો તપનો રામબાણ ઇલાજ ન લીધો. આ સ્થિતિ કેટલો વખત લંબાશે તેના વિચારથી પણ હું ત્રાસી જાઉં છું. હવે તો ગમે તેમ થાઓ, ક્તિ કોઇ પણ ભવમાં શ્રી જિનેશ્વરદેવ, તારક Page 192 of 234

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234