Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 193
________________ સદગરૂ અને તેમણે સમજાવેલો ધર્મ ન ભૂલાઓ. તે ધર્મથી સહિત દાસપણું ભલે હો, પરન્ત શ્રી વીતરાગ ભાષિત ધર્મશૂન્ય ચક્રવતિપણાની પણ હવે મને ઇચ્છા નથી. આ દગાખોર દુનિયાનો વિશ્વાસ મેં બહુ કાળ સુધી કર્યો. હવે એના વિશ્વાસે એક ક્ષણ પણ હું ચાલવા ઇચ્છતો નથી. શ્રી વીતરાગદેવ અને શ્રી નિગ્રંથ ગુરૂઓની આજ્ઞા વિના એક ડગ પણ ભરવા હું માંગતો નથી. ભવોભવ મને એ તારકોનું શરણ હોજો. એ તારકોના માર્ગનો વિયોગ મને કોઇ પણ ભવમાં નહિ પડજો. આટલી જ મારી છેવટની પ્રાર્થના છે. એ પ્રાર્થના અચિત્ય શકિતસંપન્ન શ્રી વીતરાગદેવ અને શ્રી નિર્ગસ્થ ગુરૂઓના પસાયે પાર પડજો, પાર પડજો, પાર પડજો. આ જાતિની ચિન્તવના શ્રદ્ધાસંપન્ન આત્મામાં સતત જાગે છે. એ ચિત્તા એનાં અશુભ કર્મોને બાળી નાખે છે. સુદેવ, સુગુરૂ અને સુધર્મના આલંબનથી તે આત્માની પ્રતિદિન શુદ્ધિ થતી જાય છે. અનાદિનો મોહ તેને સતાવે છે, તો પણ પાછો તે સાવધ બની જાય છે. મમતા રૂપી પિશાચણી ધીમે ધીમે તેના હૈયા ઉપરથી અદ્રશ્ય થાય છે. સમતા રૂપી સ્ત્રી તેના હૃદયમાં સ્થાન લે છે. મમતાની સાથે શત્રુતા અને સમતાની સાથે તે મિત્રતા સાધે છે. મમત્વનો નાશ થતાંની સાથે જ આત્મામાં સમતા પ્રગટ થાય છે. એ સમતા એ જ સકલ સુખનું મૂળ છે. સ્વર્ગનું સુખ દૂર છે અને મુકિતનું સુખ તો તેથી પણ દૂર છે : પણ સમતાના આવવાથી જે સુખનો અનુભવ થાય છે તે તો હૃદયને પ્રત્યક્ષ છે. એમાં કોઇની સાક્ષીની આવશ્યકતા નથી. સમતા રૂપી અમૃતરસનો આસ્વાદ કર્યા પછી શૃંગારાદિ રસનો આસ્વાદ, એ આત્માને વિષસમાન ભાસે છે. વિષયરસનો વિપાક પરિણામે કટુ છે. સમતારસનો આસ્વાદ પરિણામે મધુર છે. વર્તમાન અને ભાવિના અનન્ત સુખોનો ઉત્પાદ કરનાર સમતારસની મધુરતાને ચાખ્યા પછી બીજા રસોને ચાખવાનો રસ આત્માને રહેતો નથી. એ સમતા યોગિઓને પ્રાણથી પણ પ્રિય છે અથવા યોગિઓના પ્રાણ જ સમતા છે. સમતા રૂપી પ્રાણ હણાયા પછી યોગી યોગી રહેતો નથી. એ કારણે યોગીપુરૂષો પોતાનો સઘળો પ્રયત્ન એ સમતા રૂપી પ્રાણની રક્ષા કરવા માટે જ કરે છે. એનું જ નામ ઉત્કૃષ્ટ વૈરાગ્ય છે. એ વૈરાગ્યની પ્રાપ્તિ સિવાય સુખના ફાંફાં એ વ્યર્થ છે. સંસાર પ્રત્યેનો વૈરાગ્ય એ જ અનુપમ સુખ છે. એની અવગણના કરીને સુખી થવાની આશા સેવનારા, બાવળીયા સાથે બાથ ભીડીને સુખી થવાને ઇચ્છનારા છે. પાણીમાંથી માખણ કે રેણુમાંથી તેલ કાઢવું જેટલું દુષ્કર છે, તેથી કેઇગુણું દુષ્કર વિના વૈરાગ્યે સુખ પ્રાપ્ત કરવું તે છે. વૈરાગ્યની પ્રાપ્તિ શ્રી વીતરાગદેવના અવલંબન સિવાય શક્ય નથી. શ્રી વીતરાગદેવ સિવાય અન્ય દેવોના કે તેમણે કહેલા શાસ્ત્રોના અવલંબનોથી પ્રાપ્ત થતો વૈરાગ્ય એ અધુરો છે અથવા વૈરાગ્યજ નથી, કિન્ત વૈરાગ્યાભાસ છે. એવા વિરાગની પ્રાપ્તિ તો આ જીવે અનન્તી વાર કરી, પણ સંસારપરિભ્રમણ એક કદમ પણ ઘટ્યું નહિ. શ્રી વીતરાગદેવનો વૈરાગ્ય એ સંસારના મૂળમાં જ ઘા કરે છે, અનાદિની મોહવાસનાઓને તોડી નાંખે છે. વૈરાગ્યના માર્ગમાં શ્રી વીતરાગદેવનું શરણ છોડી અન્યનું શરણ સ્વીકારવું, એ હાથમાં આવેલ નાવને છોડી ભરસમુદ્રમાં પત્થરની શિલાને પકડવા જેવું છે. શ્રી વીતરાગદેવનું શરણ એટલે તેમણે ફરમાવેલી આજ્ઞાનું પાલન. શ્રી વીતરાગદેવની આજ્ઞા જાણવાનું સાધન આગમ છે અને એ આગમનું રહસ્ય સમજાવનાર ગીતાર્થ મુનિવરો છે. તેઓની નિશ્રા સ્વીકારી જે કોઇ આત્માઓ દત્તચિત્તે શ્રી જિનભાષિત ગ્રહણ અને આસેવન શિક્ષાનો અભ્યાસ કરશે, તે આત્માઓ મોહરાજાના મર્મોથી માહિતગાર થઇ, તેના પ્રત્યેક મર્મોને ભેદવાનું અવિકળ સામ પ્રાપ્ત કરી શકશે. વૈરાગ્ય એક મહાનું સદગુણ છે, એ કહેવાનું તાત્પર્ય પણ એ જ છે. વિના વૈરાગ્યે મોહની જાળમાંથી છૂટવું Page 193 of 234

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234