Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 200
________________ ગીતાના અધ્યાય ૧૮ સ્થિતપ્રજ્ઞદર્શનના શ્લોકોની સંખ્યા ૧૮, એમ જ કેવળ સંયોગથી જ અહીં પણ કુલ ૧૮ શબ્દો દ્વારા ૧૮ તબક્કાઓની સીડી રચાય છે. પ્રાકૃતબુદ્ધિ ધરાવતા સરેરાશ સાંસારિક માનવીની સ્થિતિને આપણે મધ્યબિંદુ કે મધ્યસ્થિતિ ગણી અ-વિભાગની છ સ્થિતિઓને અધોગતિ તરફ લઇ જતી સીડીનાં પગથિયાં અને બ વિભાગની બાર સ્થિતિઓને ઊર્ધ્વગતિ તરફ દોરી જતાં પગથિયાં સમજીએ, તો આ આખી યાત્રા પણ ૧૮ પગથિયાંની બની રહે છે, આપણે તેને આકૃતિના રૂપમાં આ સાથે બતાવ્યા પ્રમાણે જોઇ શકીએ. આ ૧૮ પગથિયાં સૂચવતા ગીતાના શબ્દોને આપણે થોડાક ઊંડાણથી જોઇએ. બુદ્ધિ એટલે નિશ્ચય. ઘણા વિકલ્પોમાંથી કોઇ એક વિકલ્પને સ્વીકારી ત્યાં સ્થિર થવાનું બદ્વિનું વલણ. એવી નિશ્ચય કરવાની શકિત પ્રમાણમાં ઘણી ઓછી હોય તે અલ્પબુદ્ધિ, અલ્પબુદ્ધિ ઇયત્તા (માપ) અને શકિત બંને દ્રષ્ટિએ અલ્પતા ધરાવતી હોય તેથી નિશ્ચય થાય. તોય ડગમગ રહે. નિશ્ચય કરીને ફેરવી નખાય. નિશ્ચય કરવામાં આળસ કંટાળો કે ભય લાગે. પરિણામે નિશ્ચય કરવામાં જે દ્રઢતા હોવી જોઇએ તે ઘણી ઓછી વરતાય, પરિણામે કિનારી પર ઊભેલા જીવ સહજ રૂપમાં નીચે સરકવાની સ્થિતિમાં આવી જાય. અબુદ્ધિ એટલે બુદ્ધિહીન, મૂર્ખ, અજ્ઞાની, આમ તો અબુદ્ધિમાંનો આ અલ્પતા પણસૂચવે છે, પણ અલ્પબુદ્ધિનો ઉલ્લેખ અલગરૂપે આવી ગયો હોવાથી જેમાં બુદ્ધિ પોતાનું કર્તવ્ય કરવાની સ્થિતિમાં જ નથી એવી સ્થિતિ એવા રૂપને અબુદ્ધિ સમજી શકીએ. આ લગભગ પશુ જવી જ સ્થિતિ ગણાય. સહજ પ્રેરણાથી કર્મો કરતો રહે. પણ તેમાં બુદ્ધિનો સાથ શૂન્ય કે શૂન્ય જેવો જ હોય. પરિણામ શું આવે ? અંધકારમાં જ આપણી ગાડીની લાઇટ રિસાઇ ગઇ. હવે ? ગાડી કોની મદદથી દિશા નક્કી કરશે ? આમાં આમતેમ ફાંફાં જ મારવાનાં રહે. નીચે જવાની ક્રિયા આમાં થોડી વધુ ગતિ મેળવે. તેમ છતાં હજી બુદ્ધિનો અભાવ કે અલ્પતા છે, બુદ્ધિનું વિકૃત, હાનિકર રૂપ હજી નથી પૂછ્યું. પણ તેને ય વાર લાગતી નથી. ગોથા ખાતાં ખાતાં સારો વરસો જે રસ્તો મળે તે પકડી લેવાય. સાથેવાળો ખોટો રસ્તો બતાવે તો તે પણ સ્વીકારાય, જાતે નક્કી કરવાની તો સ્થિતિ રહી નથી. તેનું સારું કે માઠું યોગ્ય કે અયોગ્ય પણ કેવી રીતે સમજવું ? પરિણામે દુર્બદ્વિ-ખોટી બુદ્ધિ, ખોટા માર્ગે ખેંચી નારી બુદ્ધિનું રૂપ સ્વ-બુદ્ધિ ધારણ કરે તોય બચવાનો કોઈ રસ્તો નહિ. પણ બુદ્ધિ દુર્બુદ્ધિ એટલે કે દોષપૂર્ણ નિર્ણય લેનારી બુદ્ધિ બને. એટલે દોષો પર કશો કાબૂ રહેવો મુશ્કેલ, જે પણ દોષને આવવું હોય તેને માટે દરવાજા ખુલ્લા. પરિણામે દુર્બુદ્ધિ અકૃત બુદ્ધિનું રૂપ ધરે. અકૃત એટલે સંસ્કાર વગરનું. સંસ્કાર દોષોને દૂર કરે, ગતિને વ્યવસ્થિત કરે. રૂપને નયનરમ્ય ને નિર્દોષ બનાવે. એવા સંસ્કાર ન થઇ શકે ત્યાં બુદ્ધિ ખાણમાંથી કાઢેલા સોના જેવી રહે. સોનું છે પણ સોના સાથે ને સોનાની આસપાસ અનેક પ્રકારના નકામા પદાર્થો પણ છે, જે સોનાને ઢાંકી દે છે, તેની કિમંત ઘટાડે છે અને ઉપયોગિતાનો છેદ ઉડાડે છે. Rough, unpolished, crude... જેવા શબ્દોની મદદથી આની થોડીક કલ્પના થઇ શકે. એને બુદ્ધિ તો વિવેક ખાતર કહેવાય. બાકી તો એને ને બુદ્ધિને સેંકડો ગાઉનું અંતર રહી ગયું છે. સાચા-ખોટા વિકૃત જ્ઞાનના ખીચડા જેવી એ સ્થિતિ. એ કોઇ સાચો નિર્ણય કેવી રીતે લઇ શકે ? પરિણામે તેવી બુદ્ધિ પોતાની સામેના જગતને ડઝનબંધી કાલ્પનિક ટુકડાઓના રૂપમાં જુએ. જગત એને ભેદથી ભરપૂર જણાય. Page 200 of 234

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234