Book Title: Choud Gunsthanak Part 01 Gunasthank 01
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 203
________________ લાગી. તે હવે પોતાના પર પોતાનું નિયંત્રણ મૂકવામાં સફળ થવા લાગ્યો. અસકતબુદ્ધિ થવાના પ્રયત્નોએ તેને એક નવી દિશા સુઝાડી. વિષયોમાં આસકિત ન રાખવી તે તો સાસ્ક છે, પણ વિષયોને જ મારા દેવની પૂજામાં અર્પિત કરી દઉં તો પછી તે મારુંશું બગાડી શકવાના ? અને તે અપિત-બુદ્ધિ બનવાની કોશિશ કરવા લાગ્યો. મારા દ્વારા જે કંઇ મન, વચન, કર્મથી થાય, મારું જે કંઇ કહેવાતું હોય, એ સર્વ કંઇ હું મારા દેવના ચરણમાં અર્પિત કરી દઉં છું અને તે સાથે મારી સંપૂર્ણ જાત પણ દેવના ચરણોમાં સોંપી દઉં છું. હું હવે સ્વતંત્ર નથી. હવે હું દેવનો સેવક, દાસ છું. દેવ જેમ મને પ્રેરે તે મારે કરવાનું છે. દિશા દર્શાવશે દેવ, ગતિ કરીશ હું. આમ તે અપિત બુદ્ધિ બન્યો. બુદ્ધિની સાથે મન તો હોય જ. મનની ચાલક બુદ્ધિ. તેથી મન ને બુદ્ધિ બંને દેવને અર્પણ કરી અપિત-મનો-બુદ્ધિ બને છે. પરિણામ શું આવે? હવે જે કંઇ મળે, જે સ્થિતિ પ્રાપ્ત થાય તે દેવ જ આપી રહ્યા છે. એવી સમજણ આવે અને તે દ્રઢ થતી જાય. પરિણામ ? દેવ મને જે આપે તે ઉત્તમ, કલ્યાણકારી જ હોય. તેથી દેવ તરફથી મને જે કંઇ મળે તે તરફ મારા મનની ભાવના એક સરખી જ રહેવાની. મને સ્વાદિષ્ટ ભોજન આપે તો હું હર્ષિત થઇ જાઉં અને બે ટંક ભૂખ્યો રાખે તો શોકમાં ડૂબી જઇ આપનારાનો વાંક જોવા લાગ્યું -એ તે કેવી ચંચળ, કાચી, છીંછરી અને વિકૃત સમજણ ? દેવનું આપેલું કશું જ મારે માટે સર્વોત્તમ કરતાં ઓછું ન હોય, તેથી તે હવે સમ-બુદ્ધિ થવા લાગે છે. આવી સમ-બુદ્ધિ નિશ્ચિત પથ પર જ ચાલે. તેના માર્ગમાં હવે તે ડગમગ ન હોય. તેની ગતિમાં ગમે ત્યારે ગમે ત્યાંથી વિક્ષેપો આવતા તે ખળભળે નહિ. પહેલાં મનમાં આવી સમજણ પાકી થાય, પછી બાહા વ્યવહારમાં તેનું પરિણામ જણાય, આવી દ્રઢ સમજણ પાકો નિશ્ચય એટલે “વ્યવસાય.” એવો “વ્યવસાય' જેમાં હોય તે “વ્યવસાયાત્મિકા બુદ્ધિ.' કોઇ પણ પરિસ્થિતિ આવી. ઇશ્વરાર્પણબુદ્ધિથી તેનો વિચાર કર્યો. પરિણામે બુદ્ધિની સમતા ટકી રહી. પરિણામે બુદ્ધિ વ્યવસાય (નિશ્ચય) કરી શકો. એનું પરિણામ એક જ આવે- સ્થિરતા. હવે ર ન રહી શકે. હવે બધું તોફાન શમી ગયું. વાતાવરણ શાંત થઇ ગયું. તેથી બુદ્ધિ એક બિંદુ પર એક ધ્યેય, એક લક્ષ્ય પર સ્થિર થઇ જાય, આવી સ્થિતિ સ્થિરબુદ્ધિ. તેનું જ બીજું નામ સ્થિતધી, સ્થિતપ્રજ્ઞા કે સ્થિતપ્રજ્ઞતા. હવે અહીં આ બુદ્ધિ. આ તેનો સંકલ્પ લક્ષ્ય એવો ભેદ, એવું વૈત જ ક્યાં રહયું? હવે તો બુદ્ધિ જાણે બુદ્ધિ જ મટવા લાગી. તેનામાં કશુંક મહત્ત્વપૂર્ણ આંતરિક પરિવર્તન થવા લાગ્યું. હું બુદ્ધિ અને આ મારો વિષય એવી સ્થિતિ પહેલાં હતી. પણ હવે બુદ્ધિ જાણે આવા વૈતભાવને ભૂલવા લાગી. હુ બુદ્ધિ કોણ? મારો વિષય કોણ? એ બંનેથી પર તત્ત્વ વળી કોણ ? આ શું છે બધું વિચિત્ર ? અહીં આવે અળગાપણું જ કયાં છે? આવી સમજણ જેમ જેમ પાકી થતી જાય તેમ તેમ તે બુદ્ધિયોગ ને પગથિયે પગ મૂકે છે. બુદ્ધિ અને બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય-બે જુદાં છે. અને મારે તેને પામવાનું છે-એવી સમજ હવે ઓગળવા લાગી. તેને સ્પષ્ટ લાગવા માંડ્યું કે અહીં આવું કશું જ નથી. હું બુદ્ધિ પોતે જ પ્રાપ્તવ્ય તત્ત્વ છું અને મારો પ્રાપ્ત લક્ષ્ય બુદ્ધિ એટલે કે હું જ છું-આમ તેની બુદ્ધિ, બુદ્ધિ રહેવા સાથે બુદ્ધિયોગ (બુદ્ધિ દ્વારા સિદ્ધ એકાત્મતાની અનુભૂતિ) બની ગઇ, હવે બે ડગલાં આગળ ચાલે છે તે અનુભૂતિ વધુ ગાઢ થતાં બુદ્ધિયોગ એક કદમ ઊંચે ચઢી બુદ્ધિ-સંયોગ લાગે એટલું જ. પણ આ બધા શબ્દો હવે કેવળ શબ્દો રહે છે. હવે જ્યાં જુદાઇ, વૈત જ નથી રહ્યું, ત્યાં કોણ બુદ્ધિ Page 203 of 234

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234