Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh Author(s): Kantilal N Shah Mumbai Publisher: Kantilal N Shah Mumbai View full book textPage 3
________________ પુષ્પપાંખડી. ભારતીય સાધનાની ભેટ આધ્યાત્મિકતા છે તે પશ્ચિમની સાધના ભેટ ભૌતિકતાની સિદ્ધિઓ છે. પૂર્વે આત્મિક પુસની શોધ આદરી, તે પશ્ચિમે દેહનાં સુખ-સામગ્રીની સમૃદ્ધિ આણી, આત્મા દેહમાં છે, તે દેહ આત્માને લીધે છે. ભારતના આધ્યાત્મિક સદેશના વાહક બનવાનું ભાગ્ય બહુ ઘેડાને મળે છે. એમાંય વિશ્વની વિદ્વત્પરિષદને સંબોધવાનું સૌભાગ્ય તે કરેડમાંથી એક બે વિરલ વ્યક્તિઓને જ મળે છે. તે સૌભાગ્ય આપણા જાણીતા તત્વચિંતક પૂ. મુનિશ્રી ચિત્રભાનુશ્રીને એકવાર નહિ, બેવાર મળ્યું. પહેલા જિનીવા આધ્યાત્મિક શિખર પરિષદમાં અને બીજીવાર વિશ્વ વિખ્યાત કેબ્રિજ મહાવિદ્યાલયમાં મળેલ ત્રીજી આધ્યાત્મિક સર્વ ધર્મ શિખર પરિષદમાં. એમના વ્યક્તિત્વ અને વાણીએ અમેરિકન નાગરિકના જ નહિ, પણ મહાવિદ્યાલનાં ડીન અને પ્રાધ્યાપકેનાં મન પણ જીત્યાં છે. એમણે પ્રયાસભર્યો પ્રવાસ ખેડી જે જાગૃતિ આણી છે તે અનુભવને શબ્દોમાં કેટલે મૂકાય? તેમ છતાં ઘણું ભાઈ-બહેનને આ પ્રવાસ અંગે કંઈક જાણવાની તીવ્ર જિજ્ઞાસા છે, એટલે પૂ. શ્રીના પ્રવચન અને સાનિધ્યને જેમને અમેરિકામાં લાભ મળે છે તે શ્રી ભરત જે. કેડારી, શ્રી પ્રવીણ કેરડિયા, મહેન્દ્ર એમ શાહ, શ્રી રમેશ સેલંકી, શ્રી જગદીશ શાહ જેવા તેજસ્વી યુવાનના અમારા પર આવેલ પત્રના આધારે, પ્રવાસના સિધુમાંથી નાના-શા બિન્દુ જે આ લેખ શ્રી હિમ્મતલાલ મહેતાએ તૈયાર કર્યો છે, આ નાનું શું પુષ્પ વાચકને ધરતાં આનન્દ થાય છે. – સી. ટી. શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32