Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai

View full book text
Previous | Next

Page 25
________________ [૧૭] પરિવર્તન લાવવા પ્રયાસ કરે છે. એ રીતે આ સમસ્યાઓને પહોંચી વળવા માનવીને તે સજજ બનાવે છે. વિચાર અને આચાર એકબીજાને અનુવતે છે. જૈન ધર્મ અહિંસા પર ભાર મૂકે છે. સાર્વત્રિક પણે અને એક સરખી રીતે આ સિદ્ધાંતને અમલમાં મૂક જોઈએ. કેવળ માનવી પ્રત્યે જ નહિ, પૃથ્વી પરના પ્રાણીમાત્ર પ્રત્યે હિંસાનું આચરણ થતું અટકાવવું જોઈએ. જીવનના સર્વસ્વરૂપે, પછી ભલે આપણે તેને ઊંચા કે નીચા ગણતાં હોઈએ, તેના પ્રત્યે આદર દર્શાવે એ જ અહિંસાને અર્થ છે. અને સંકુચિત અર્થ ન ઘટા જોઈએ. કેટલાક રૂઢિચુસ્ત કરે છે તેમ રતામાં દરેક માણસે શ્વાસોચ્છવાસમાં જીવાણું આવી જવાનો ભય રાખવો એજ અહિંસાને અર્થ નથી. પણ તેને અર્થ છે સર્વ જીવન તરફ આદર અને કરૂણાભાવ. અહિંસા નકારવાચક ગુણ નથી, હત્યાથી દૂર રહેવું એટલે જ એને અર્થ નથી. જીવન જે રૂપે પ્રગટયું હોય તે સર્વ સ્વરૂપ તરફ સ્નેહાદાર એ પણ તેનો અર્થ છે. એ જ બીજે સિદ્ધાંત અપરિગ્રહને છે. આ સિદ્ધાંતને મમ એ છે કે દુન્યવી ચીજો પ્રત્યે માણસે વધુ પડતી આસકિત રાખવી જોઈએ નહિ. બધાએ જગત તજી દેવું અને ભગવા પહેરી લેવાં એ તેને અર્થ નથી. સંપત્તિ અને માલમિલ્કતની પ્રાપ્તિમાં વધુ પડતા ડૂબી જવું નહિ, એટલે જ એનો અર્થ છે. દુનિયાદારીમાં રહેવા છતાં અનાસકત ભાવ રાખે એ તેને અર્થ છે. માનવીને જે સામાજિક જવાબદારીનું ભાન હોય તે તેણે પિતાની અસ્કમાયતે મર્યાદિત રાખવી જોઈએ. તે એમ કરે ત્યારે જ તે પિતાના બધુજને વિશે વિચાર કરી શકે. આ રીતે સામાજિક સમાનતા સિદ્ધ કરી શકાય. જગતનાં સાધને ઝડપથી ઘટી રહ્યા છે. અને વસતિમાં એકધારે વધારે થઈ રહ્યો છે. જગતને મૂઝવી રહેલી આ એક મેટી સમસ્યા છે. દરેક જે સંપત્તિના એકહથ્થુ સંગ્રહની નીતિ અપનાવે તે આપણે કઈ ઉગાર નથી. અને માનવીનું જીવન જે ધન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32