Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai
View full book text
________________
[1] “માનવી જ પિતાના ભાગ્ય વિધાતા છે, ઈશ્વર નહિ, એમ જણાને પૂ. મુનિશ્રીએ હકીક્ત તરફ શ્રોતાઓનું લક્ષદર્યું હતું કે ઈશ્વરને જગતભરમાંથી ગમે તેટલી પ્રાર્થનાઓ કરવામાં આવે પણ તેથી વિયેટનામના યુદ્ધને અત નહિ આવે. પણ પ્રમુખ નિકસનના એક શબ્દ માત્રથી એ યુદ્ધને અંત લાવી શકે છે. માનવીની આ સત્તા તે જુઓ ! માનવી જ બ્રહ્માંડને અધિષ્ઠાતા છે. તે થાપી શકે છે. ઉથાપી શકે છે... હકીકતને આપણે સ્વીકાર ન કરીએ તે નુકસાન આપણને જ છે. માનવી એ શક્તિશાળી બન્યું છે કે તે જગતનું શાસન કરે છે. માનવને પરિપૂર્ણ માનવ બનાવે એ જ જૈન ધર્મનું લક્ષ્ય છે.
સમતુલા અને ગૌરવથી આનન્દની અનુભૂતિ કરવાની અને આસપાસના આત્માઓને એના સહભાગી બનાવવાની શક્તિની પ્રાપ્તિને કેળવણી કહેવાય. આવી કેળવણી આ વિશ્વવિદ્યાલયે માનવને આપી છે અને તે દેખાય છે કે આ કેળવણીએ રેસમાં દોડતા ઘેડાની જેમ માણસને પણ સમૃદ્ધિની સ્પર્ધામાં દોડતે કર્યો છે. માનવી દેડી રહ્યાં છે-હો ઊંચે જોવાનીય કુરસદ નથી. આ રેસ કેટલી ટૂકી છેતે કેલેન્ડરે ફેરવે ત્યાં તે રેસ સમાપ્ત, અને તે પણ કયાં? આ ભૌતિક સફળતાની રેસની સમાપ્તિ સ્મશાનમાં! આમાં અમૃતત્વનું દર્શન કયાં છે? પ્રેમના પ્રકાશની પ્રાપ્તિ કયાં છે! આધ્યાત્મિકતા એટલે જીવનમાં સ્વમાં આનંદ અને પ્રેમની સમૃદ્ધિનું દર્શન કરવું અને એની જ અભિવૃદ્ધિ માટે આ ભૌતિક સાધનેને માત્ર સાધન તરીકે સદુપયેગ કર..
પૂ. મુનિશ્રીએ જણાવ્યું હતું કે જેને ઈશ્વરને “માર્ગદર્શક ગણે છે, સર્જકે નહિ. ઈશ્વરના પ્રકાશને તમે અનુસરશે તે તમે પાપના ખાડામાં પડતા બચી જશે.
સંયમિત જીવન ગાળવા માટે નિતિક જવાબદારીનું ભાન જરૂરી છે. કર્મનો સિદ્ધાંત આવી જવાબદારી પ્રેરે છે. કર્મવાદ માનવીને બેટે માગે ચડવા દેતું નથી. તે તેના પિગલાં ને સ્થિરતા આપે છે અને તેના જીવનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32