Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai

View full book text
Previous | Next

Page 22
________________ { [૧૪] પૂ. મુનિશ્રીએ આ આમંત્રણ સ્વીકાર્યું અને આમ પુનઃ અમેરિકા જેવા સંધિ નિર્માણ થઈ. આઠ દિવસ મુબઈમાં આરામ લઈ પૂ. મુનિશ્રી તા. ૩૦ ૭૧ ના રોજ બપોરનાં મુંબઈથી વિમાન માર્ગે રવાના થયા અને તા. ૧–૧૦–૭૧ ના રોજ પઢિયે ન્યૂયોર્ક'ઊતર્યા. સંમેલનના કાર્યકરેએ તેમને માટે ભરચક કાર્યકમ જી કાઢ્યો હતે અને આગમનને દિવસે જ સમેલન ની પ્રથમ બેઠકમાં તેમણે ભાગ લીધે. પહેલે દિવસે વનરાઈટ હાઉસમાં ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગની ઈન્ટરનેશનલ કમિટીના સભ્યોની ચૂંટણી કQામાં આવી. વિશ્વના મુખ્ય મુખ્ય ધર્મોના પ્રવર્તકે, ચિંતકે જ્ઞાનીઓ અને અધ્યાપકેમથી આ ચૂંટણી કરવામાં આવે છે. પૂ. મુનિશ્રી ચિત્રભાનુની તેમાં કમિટી મેમ્બર તરીકે વરણી થઈ તેમ જ જૈન વિચારે માટેના મુખ્ય પ્રવર્તક તરીકે પૂ. મુનિશ્રી સાથે ભારતના રામકૃષ્ણ મિશનના વડા સ્વામી રંગનાથાનન્દ તેમજ જાપાન, ચીન, સ્વીડઝર્લેન્ડ, ઈઝરાયલ વગેરેના પ્રતિનિધિઓ હતા. - સમિતિએ ચર્ચા માટેના વિષચે નકકી કર્યા તેમ જ હાર્વર્ડ યુનિવર્સિટીમાં યોજવામાં આવેલ (spiritual sumit conference) આધ્યાત્મિક શિખર પરિષદમાં પૂરી રીતે ભાગ લઈ ત્રીજા દિવસની પરિષદનું પૂરું સંચાલને તેઓએ સ્વીકારી લીધું. આ વિશ્વ પરિષદમાં ચર્ચાને વિષય રાખે હત– “સિતેરના દાયકામાં ધર્મ !” આ પરિષદ સંમક્ષ આપેલાં પ્રવચનમાં પૂ. મુનિશ્રીએ જૈન ધર્મની કેટલીક વિશેષતાઓ પર ભાર મૂક્યું હતું. ઈ. સ. પૂર્વે છઠઠી સદીમાં જૈન ધર્મના છેલ્લા તીર્થકર ભ. મહાવીર ની ખૂબ પ્રચલિત એક વિશિષ્ટ માન્યતા એ છે કે ઈશ્વર સમય અને પદાર્થ થી પર છે. વિશ્વના નૈતિક નિયત્રણની રચના અર્થે શુદ્ધાત્માને સાક્ષાત્કાર પામનાર એક પરિપૂર્ણ માનવીથી ઉચેરા એવા કોઈ ઈશ્વરની જરુર નથી. જૈન ધર્મ સંખ્યાબળ કરતાં ગુણવત્તાને વધુ મહત્વ આપે છે એ બાબત પર ભાર મૂકતાં પૂ. મુનિશ્રીએ જણાવ્યું હતું કે એ કારણે જે કેઈનું ધર્મ પરિવર્તન કરાવવા અમે પ્રયાસ કરતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32