Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai

View full book text
Previous | Next

Page 28
________________ [૨૦]. છે. હકીકતમાં માણસ જેવું ખાય તેવું બને છે તેના માનસ અને નીતિમત્તાને ઘણે બધે આધાર તેના ખોરાક પર રહે છે. એટલે જ ભારતીય તત્વજ્ઞાને ખોરાકના ત્રણ પ્રકાર કહ્યાં છે. તામસિક, રાજસિક અને સાત્વિક આ રીતે પૂ. મુનિશ્રીએ ઘણા પ્રશ્નોની છણાવટ કરી. તેઓ જ્ઞાનનાં જે આંદોલને પ્રસારી ગયા છે તેનાથી લેકે અપૂર્વ ઉત્સાહ અને જાગૃતિ અનુભવી રહ્યા છે. આજ જ્ઞાન સાચું છે. આની જ જરૂર છે, આ જ્ઞાનવડે જ જગતમાં શાંતિ થશે. આવું જ જ્ઞાન હિંસાના બળને નાથી શકશે. વિજ્ઞાનની કેઈપણ શેધ જે નહિ કરી શકે તે આવા તત્વચિંતક સંતની વાણી અને વિચાર કરી શકશે એમ લેકના મનમાં દૃઢપણે ઠસી ગયું છે. પૂ. મુનિશ્રીના પ્રવચનના અહેવાલો અમેરિકાનાં કેટલાય અખબારેમાં પ્રગટ થયા અને તે સાથે જ જુદી જુદી યુનિવર્સિટીઓ તરફથી હાર્વર્ડ યુનિવર્સિટીના સંચાલકે પર પૂ. મુનિશ્રી ચિત્રભાનુ માટે નિમંત્રણ આવવા લાગ્યાં. પરિણામે પૂ. મુનિશ્રી જેઓ તુરતમાં જ મુબઈ પાછા ફરવા માગતા હતા તેમને શેકીને આ યુનિવર્સિટીએ જાણીતી ઘણીખરી યુનિવર્સિટીઓમાં એમનાં પ્રવચને જયાં. થોડા દિવસો માટે જ જે પ્રવાસ હવે તે આ રીતે ત્રણ મહિનાને ભરચક વ્યાખ્યાન-પ્રવાસ બની ગયે. પૂ. મુનિશ્રીએ પણ આ તક ઝડપીને અમેરિકાની નવી પેઢીના ઉગતા વિચારશીલ યુવકો સમક્ષ ભગવાન મહાવીરને અહિંસાને સંદેશ પૂરજોશથી મૂકવા સંમતિ આપી. મુંબઈ પાછા ફરવાને કાર્યક્રમ બધ રહ્યો, પૂ. મુનિશ્રીએ અથાક પરિશ્રમ વેઠીને પણ આ કાર્યક્રમ બહુ જ આનંદથી પૂરે કર્યો. - કાર્યક્રમ પૂરો થતાં જ પૂ. મુનિશ્રી પિતાની નાદુરસ્ત તબિયત છતાં તુરત જ મુબઈ જવા વિદાય થયા. તેમના આ પ્રવાસથી અમેરિકામાં લેકે એટલા બધા ઉત્સુક થઈ ગયા છે કે વેશિગ્ટનમાં આ જ્ઞાનના મુખ્ય કેન્દ્રની સ્થાપના અર્થે વ્હાઈટ હાઉસથી થોડે દૂર વિસ એકર જમીન “વિશ્વધર્મ માટે The Temple Jain Education international For Private & Personal use only. - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32