Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai

View full book text
Previous | Next

Page 30
________________ [૨] આવરી લે છે. એ દૃષ્ટિએ જૈન ધર્મ એ તેના સાચા અર્થમાં માનવધર્મ છે. પૂ. મુનિશ્રી ચિત્રભાનુએ તેમનાં વ્યાખ્યાને દ્વારા તેમ જ તેમની સાદી, સરળ અને સયમી રીતભાત વડે એનું પ્રત્યક્ષ દર્શન અમેરિકાની જનતને ટેલિવીઝનના કાર્યકમો પર કરાવ્યું. પૂ. મુનિશ્રીના આ પ્રવાસને એથી જ એક સાંસ્કૃતિ યાત્રા રૂપે જ મૂલવો જોઈએ. જગતના ચોકમાં સહુ ધર્મો વચ્ચે જેન ધર્મને પણ તેનું યોગ્ય સ્થાન હવું જ જોઈએ. દુનિયા જયારે તદન સાંકડી બની ગઈ છે, તેવા આ કાળે રૂઢિચુસ્ત ખ્યાલનું અંધ અનુસરણ કરીને જૈન ધર્મને આપણા નાનકડા વાડામાં જ શા માટે પૂરી રાખવું જોઈએ? પૂ. મુનિશ્રીના અનુયાયીઓને એક સમજદાર વર્ગ આમ માને છે. આ આધ્યાત્મિક પ્રવાસે વિશ્વના માનને નવી દૃષ્ટિ આપી છે. સર્વધર્મ પરિષદના મંચ પરથી જૈન ધર્મને સદેશે આપવાનું પૂ. મુનિશ્રી ચિત્રભાનુને માટે સુલભ થયું. આમ થવાથી પશ્ચિમને તે લાભ થયે જ છે, પણ જૈન ધર્મને પિતાને માટે પણ એક નવી દિશા ખૂલી છે. પૂ. મુનિશ્રી ચિત્રભાનુએ આંકી આપેલી આ કેડીને ભૂસી નાખવી કે તેને એક સુન્દર રાજમાર્ગમાં પલટાવી દેવી એ જૈન ધર્મના ધુરંધરના હાથની વાત છે. 9 વાત છે. - ધાર્મિક, સાંસ્કૃતિક, વૈચારિક પ્રવાહોને મુકત વિનિમય એ સમકાલીન યુગની માંગ છે. સમયને અનુરૂપ પરિવર્તન સાધવું એમાં જ સાચું શાણપણુ રહેલું છે. એ જે સહુના હિતને માર્ગ છે. પૂ. મુનિશ્રીએ આ માર્ગે પ્રયાણ આદર્યું છે એ કાન્તિકારી પગલું છે પણ એમને માટે એ સહજ કર્તવ્ય બની રહ્યું છે. તેમની આ ધર્મ યાત્રા અવિરત ચાલુ રહો, તેઓ ઉત્તરોત્તર વધુ મેટાં સીમા ચિહને પ્રસ્થાપિત કરતા રહે અને માનવજાતને ચિરકાળ સુધી આમેન્નતિને રાહ દાખવતા રહ્યો એવી શુભેચ્છાઓ સાથે આ નવપ્રસ્થાન માટે તેમનું અભિવાદન કરીએ. Jain Education Interational a better only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32