Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai
Catalog link: https://jainqq.org/explore/004921/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂ. ચિત્રભાનુ એ ત્રીજી વિશ્વધર્મ પરિષદમાં આપેલો અહિંસા અને અનેકાન્તને સંદેશ. Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : કાન્તિલાલ નહાલચંદ શાહ દિવ્ય જ્ઞાન સંઘ કવીન્સ ન્યૂ, વાલકેશ્વર મુંબઈ-૬, તા. ૨૨-૪-૭ર મુદ્રક : મનોજ કીર્તિ કુમાર શાહ ગૌતમ પ્રીન્ટીગ પ્રેસ ૨૦, કાઉ લેન aldato relational ih Page #3 -------------------------------------------------------------------------- ________________ પુષ્પપાંખડી. ભારતીય સાધનાની ભેટ આધ્યાત્મિકતા છે તે પશ્ચિમની સાધના ભેટ ભૌતિકતાની સિદ્ધિઓ છે. પૂર્વે આત્મિક પુસની શોધ આદરી, તે પશ્ચિમે દેહનાં સુખ-સામગ્રીની સમૃદ્ધિ આણી, આત્મા દેહમાં છે, તે દેહ આત્માને લીધે છે. ભારતના આધ્યાત્મિક સદેશના વાહક બનવાનું ભાગ્ય બહુ ઘેડાને મળે છે. એમાંય વિશ્વની વિદ્વત્પરિષદને સંબોધવાનું સૌભાગ્ય તે કરેડમાંથી એક બે વિરલ વ્યક્તિઓને જ મળે છે. તે સૌભાગ્ય આપણા જાણીતા તત્વચિંતક પૂ. મુનિશ્રી ચિત્રભાનુશ્રીને એકવાર નહિ, બેવાર મળ્યું. પહેલા જિનીવા આધ્યાત્મિક શિખર પરિષદમાં અને બીજીવાર વિશ્વ વિખ્યાત કેબ્રિજ મહાવિદ્યાલયમાં મળેલ ત્રીજી આધ્યાત્મિક સર્વ ધર્મ શિખર પરિષદમાં. એમના વ્યક્તિત્વ અને વાણીએ અમેરિકન નાગરિકના જ નહિ, પણ મહાવિદ્યાલનાં ડીન અને પ્રાધ્યાપકેનાં મન પણ જીત્યાં છે. એમણે પ્રયાસભર્યો પ્રવાસ ખેડી જે જાગૃતિ આણી છે તે અનુભવને શબ્દોમાં કેટલે મૂકાય? તેમ છતાં ઘણું ભાઈ-બહેનને આ પ્રવાસ અંગે કંઈક જાણવાની તીવ્ર જિજ્ઞાસા છે, એટલે પૂ. શ્રીના પ્રવચન અને સાનિધ્યને જેમને અમેરિકામાં લાભ મળે છે તે શ્રી ભરત જે. કેડારી, શ્રી પ્રવીણ કેરડિયા, મહેન્દ્ર એમ શાહ, શ્રી રમેશ સેલંકી, શ્રી જગદીશ શાહ જેવા તેજસ્વી યુવાનના અમારા પર આવેલ પત્રના આધારે, પ્રવાસના સિધુમાંથી નાના-શા બિન્દુ જે આ લેખ શ્રી હિમ્મતલાલ મહેતાએ તૈયાર કર્યો છે, આ નાનું શું પુષ્પ વાચકને ધરતાં આનન્દ થાય છે. – સી. ટી. શાહ Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ મહાનચિંતક પૂ. મુનિશ્રી ચિત્રભાનુશ્રીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન આપેલા આપણા આધ્યાત્મિક સંદેશાની એક ઝલક અમેરિકા એક પ્રખર મૂડીવાદી અને ભૌતિક સુખ સમૃદ્ધિમાં આળોટતે દેશ છે. ત્યાંના લેકે આમ છતાંય આધ્યાત્મિક ભૂખથી વંચિત નથી. એટલે જ પૂર્વમાંથી આવતા સંતે તત્વચિંતક, વિચારકની વાણી સાંભળવા તેઓ આતુર હોય છે. આ રીતે પૂર્વમાંથી ભારતથી આવેલા સ્વામી રામતીર્થ સ્વામી વિવેકાનન્દ અને શ્રી વીરચંદભાઈ ગાંધીએ અમેરિકાની જનતા સમક્ષ જે મિતે ભારતને આધ્યાત્મિક સંદેશ રજૂ કર્યો હતે. તેની પ્રભાવક અસર જય ભુસાઈ નથી. આજ પરંપરામાં પિતાની વિચક્ષણ પ્રતિભાના ઓજસથી ભારતની આધ્યાત્મિક ક્ષિતિજને અજવાળી રહેલા મહાન તત્વચિંતક મુનિ શ્રી ચિત્રભાનુશ્રીના તાજેતરના અમેરિકાના પ્રવાસને મૂકે જોઈએ. કે ,, , , - ભારતની બહાર પ્રવાસ કરનાર સંભવતઃ તેઓ પહેલા જ જૈન મુનિ છે પૂ. મુનિશ્રી ચિત્રભાનુએ આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપીને રૂઢિચુસ્ત જેનેને આંચકે આપ્યું છે. જેને સાધુઓ. વાડને ઉપયોગ કરી શકતા નથી. જૂના કાળમાં લેકેની ધર્મ સંરક્ષણ વૃત્તિના પિષણ અર્થે અને પશુઓને ત્રાસ ન પડે તે અર્થે આવાં નિયંત્રણની કદાચ જરૂર જણાઈ હશે પણ જેટ વિમાનના આ યુગમાં દુનિયા ઘણી નાની બની ગઈ છે. રાષ્ટ્રીય સીમાડાઓ સાંકડા બની રહ્યા છે. તેવા સમયે વાહનના ઉપગ સામેના દઢ નિષેધને વળગી રહેવું એ જૈન ધર્મના સિદ્ધાંતના સાવત્રિકપણને અનાદર કરવા સમાન બની જાય. Page #6 -------------------------------------------------------------------------- ________________ [૨] ન્યૂયોર્કના પત્રકારને આપેલી એક મૂલાકાતમાં પૂ. મુનિશ્રીએ આ બાબત વિશે સ્પષ્ટતા કરેલી છે. તેમણે કહ્યું છે. અમે ભારતભરમાં ત્રીસ હજાર માઈ લને પ્રવાસ ત્રીસ વર્ષમાં કર્યો છે, પણ પગપાળા જ, પણ હવે વિમાનને ઉપયોગ કર્યા વિના ચાલે તેમ નથી.” જિનિવારે આ પ્રવાસ ૧૯૭૦ માં જા હતે. સ્વીઝરલેન્ડમાં તેમને નિમંત્રણ મળયું હતું અને પૂ. મુનિશ્રી ચિત્રભાનુએ આ પરિષદમાં હાજરી આપવાના કરેલા નિર્ણયથી જૈન સમાજમાં ખળભળાટ મચી ગયું હતું. પૂ. મુનિશ્રીએ ન્યૂયોર્કના પત્રકાર સમક્ષ આ વિશે કહ્યું છે “હું જિનિવા જઈશ એમ ઘણા જૈન અગ્રણીઓ માનતા ન હતા.” પછી પિતાનું શિર ધૂણાવતાં તેમણે ઉમેર્યું હતું: “પણ જગત કેટલું બધુ પલટાઈ ગયું છે. અને અમારે માનવવિકાસ સાથે કદમ મિલાવવા જ રહ્યાં ?” પિતાની સાથે સંપ્રદાયવાદીઓએ કે વિરોધ વંટેળ જગાડ્યા હતા તેને નિર્દેશ આપતાં મુનિશ્રીએ કરુણાથી કહ્યું હતું: “હું જ્યારે મુંબઈના સાંતાક્રુઝ વિમાનમથકે પહોંચે ત્યારે પ્રશંસકે સાથે મારી સામે વિરોધના મોટા દેખાવો યોજતા પણ સે-એસે લેકે જમા થયા હતા. મને જાતે અટકાવવા માટે એમણે ઘણા અનીચ્છનીય પ્રયત્ન કર્યો. પણ મેં મારા આવાજને ન રૂં.” પૂ. મુનિશ્રી પછી તે વિમાનમાં ચડ્યા હતા અને વિમાનમાં તરત જ નિદ્રાધીન બની ગયા હતા. આરામથી તાઝગી મેળવી, પરિષદ માટેની પૂરી સજજતા સાથે તેઓ જિનિવા આવી પહોંચ્યા હતા. એ ગૌરવભર્યો પ્રસંગ જૈન ધર્મમાં એક ઉજજ્વલ ઈતિહાસ બની ગયું છે. એ જિનિવામથી તાવ અને વિમાન એ પછી બીજે વર્ષે ત્રીજી જુલાઈ ૧૯૭૧ ના રેજ આરિકાના સંઘના નિમંત્રણને માન આપી પૂ. મુનિશ્રી ચિત્રભાનુ કેનિયા, યુગાન્ડા અને તાન્ઝનિયા ગયા અને ત્યાં જૈનધર્મને પ્રકાશ પાથર્યો. ત્યાંથી આઠ દિવસ માટે લંડન પધારી ત્યાંની જનતાને તેમની ધર્મભાવનાનો લાભ આપે. બાદ પૂ. મુનિશ્રી નિરમિષાહાર (શાકાહાર) વિશેની વિશ્વપરિષદમાં ભાગ લેવા હે Page #7 -------------------------------------------------------------------------- ________________ હોલેન્ડ) ગયા હતા. તે પછી દસ દિવસ બાદ જ સીધે અમેરિકાને તેમને પ્રવાસ . અમેરિકામાં વ્યાખ્યાને માટે તેમને સંખ્યાબંધ નિમંત્રણ મળ્યાં હતાં. મુનિશ્રી ચિત્રભાનુને પિતાના પ્રવચને તરફ યુરોપિયન કરતાં અમેરિકાને પ્રતિભાવ વધારે પ્રોત્સાહક જણાયું હતું. તેઓ ખુલ્લા મનથી સાંભળતા હતા- અલબત્ત તેમને હજી કદાચ શ્રદ્ધા ન હય, અને તે તે તેઓ હજી તે માટે તૈયાર નથી તે કારણે હેય. મેં યુવાનોને ખાસ અપીલ કરી હતી.....વચથી નહિ, હૃદયથી યુવાન હેય તેમને. શાંતિ અને સમૃદ્ધિ કેમ સ્થપાય તે શીખવા માટે આતુર હોય તે તેઓ જ શાંત, સ્વસ્થ અને મિતાકિંત મુખમુદ્રા સાથે પૂ. મુનિશ્રી ચિત્રભાનુએ ન્યુયોર્કના કેનેડી વિમાનીમથકેથી તા. ૧૧-૭૧ ને શનિવારે અમેરિકાની ભૂમિ પર પ્રથમ પતાં પગલાં પાડ્યાં, આગમન સાથે જ પિતાના વ્યક્તિત્વના આભામંડપમાં તેમણે અનેકને આકર્ષ્યા, ન્યુએર્કના ભારતીય કેમ્યુલેટ (Consulate of India) ના વિશાળ હેલમાં તેમનું પહેલું પ્રવચન યોજાયું જયાં તેમણે વિષય રાખ્યું હતું- “આજના દાયકામાં ધર્મ” ભરચક હેલમાં તેમણે તેમના મધુર ઘંટડી જેવા અવાજે પ્રભાવશાલી વાણીથી તે સંદેશ આપવાનું શરૂ કર્યું ત્યારે વાયેવાયે લેકેએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. પછી તે તેમને અખલિત વાણપ્રવાહ એકધારે વહી રહ્યો. પણ સાદા શ્વેત વસ્ત્ર ધારણ કરનાર એક ભારતીય જૈન સાધુ આટલું સુંદર ને સચેટ વક્તવ્ય આપી શકે છે તેની જ ઘણાને તે નવાઈ લાગી. બે કલાક સુધી લેકે એક ધ્યાન બની આ પ્રભાવશાળી સંતની અમૃતવાણીને આસ્વાદી રહ્યા. અંતમાં શ્રી નવકારમંત્રના ઘેષથી વાતાવરણ હરખી ઉડ્યું. લેકે જાણે અજાણે પણ આ સંતને નમી રહ્યા હતા. ત્રણ સાદાં શ્વેત વસ્ત્રથી લપેટાયેલે દેહ, અને બીજા એવા જ વસ્ત્રોની થેલી બગલમાં રાખીને હસતે મુખે, શાન્તિના આશિષમાં એક હાથ ઉચે રાખીને તેઓ ન્યૂમાં પ્રવેશ્યા હતા. ભૌતિક ઐશ્વર્યની આ ભૂમિ પર પદાર્પણ કરવા સાથે ભારતના આધ્યાત્મિક સંદેશને તેમણે ગુજતે કર્યો હતે. તેઓ For Private & Personal se Only ww.jainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ [૪] . જયાં જયાં વિચરતા હતા, ત્યાં જિજ્ઞાસુઓને સમુદાય જમા થઈ જતે હતે. આ ભારતીય તત્ત્વચિંતકના સાનિધ્યે જાણે તેઓની આધ્યાત્મિક ભૂખ ભાંગી રહી હતી. પૂ. મુનિશ્રીએ તેમના સંદેશામાં જણાવ્યું હતું: “આ ભૌતિક જીવન તેની સંકુલતાથી ઘણીવાર આપણને મૂંઝવી દે છે. આપણે જીવનને સમજવા અને બધી વસ્તુ સ્પષ્ટપણે નિહાળવા ઈચ્છતા હોઈએ છીએ. પણ આપણે તે પામી શકતા નથી. આનું કારણ એ છે કે આધુનિક જીવન વિસવાદથી ભરેલું છે. આપણે વિકાસ વાંછીએ છીએ અને પીછેહઠ કરતા રહીએ છીએ. માનવી જાણે એક કદમ આગળ વધતું જાય છે અને બે કદમ પાછળ પોતે દેખાય છે. આપણે યુગ એક તરફ ગાંધીને તે, બીજી તરફ હિટલરને પેદા કરી શકે છે. આજે પણ એક તરફ શાંતિવાદીઓને પાર નથી, તે બીજી બાજુ યુદ્ધ પણ અંત નથી, શાંતિની વાતે વધુ પ્રમાણમાં થાય છે, અને યુદ્ધ માટેની તૈયારીઓ પણ તડામાર ચાલી રહી છે, લેકે કહે છે કે વીસમી સદીમાં જ્ઞાનને ફેટ થયું છે. જ્ઞાનના આ ફેટ સાથે શાણપણના થેડા ઝબકારા પણ. આપણે જોઈ શકતા હતા તે કેવું સારું !” “માનવી પિતાની સમક્ષના વિકલ્પ જાણે છે. તેણે કાં તે શાંતિ અને ભાઈચારાની અથવા અરાજક અને વિદેશ વચ્ચે પસંદગી કરવાની છે. તેણે કાં તે ટકી રહેવા માટે મરણિયે પ્રયાસ કરવાનું છે. આત્મઘાતક સંઘર્ષમાં ઝંપલાવવાનું છે. જિલદી ઘટના બતાવે છે કે આપણે ખોટી પસંદગી કરી રહ્યા છીએ. હિંસા વધી રહી છે. માનવીના મનમાં હિંસા આટલી કેમ સ્થાન કરી રહી છે? અજ્ઞાન, ભય, પૂર્વગ્રહ અને સત્તા તેમજ સંપત્તિની લાલસા-એ બધાને એ આભારી છે.” દૃષ્ટિની વિશાળતા વિનાનું જ્ઞાન અધૂરું છે. આપણું અર્ધદગ્ય જ્ઞાન આપણને કટ્ટર અને ધમધ બનાવે છે. જીવન પ્રત્યે જ અભિગમ ધરાવનારને પણ યથાર્થ દષ્ટિબિંદુ હોઈ શકે છે તે સ્વીકારવાને આપણે ઈનકાર કરીએ For Private & Personal use only. Ww.jainenbrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ [૫] છીએ. વાસ્તવનું અનેકાંત સ્વરૂપ સમજવું જરૂરી છે. દરેક વસ્તુને ઘણાં પાસાં હે છે. આપણે ઘણીવાર એક જ પાસું જોતા હેઈએ છીએ. અનેકાંતવાદના જૈન સિદ્ધાંત પ્રમાણે સઘળું જ્ઞાન અંશતઃ અને મર્યાદિત છે. સત્યને પામવાના અનેક માગે છે. અને જો કે કઈ માર્ગ પરિપૂર્ણ ન હોય એમ બને, પણ દરેક માગ સત્યની આપણી સમજમાં કઈક ને કઈક ફળ અવશ્ય આપે છે. આટલું જે સમજીએ તે બીજાઓનાં દષ્ટિબિંદુઓને આપણે સમજી શકીશું, મૂલવી શકીશું, પછી ભલે આપણે તેની સાથે સંમત ન થતાં હોઈએ, આથી સહિષ્ણુતા કેળવાશે અને જુદા જુદા પથે, ધર્મો અને વિચારસરણીઓ ધરાવતા લેકે વચ્ચે વધુ સારી સમજદારી પ્રગટશે. આપણી કૂરતા કે ભારે વિનાશ સર્જે છે! લેકે જાન ગુમાવે છે. સ્ત્રીઓનું સૌભાગ્ય હણાઈ જાય છે, બાળકે નિરાધાર બની જાય છે. જેને વિનાશ થાય છે તે ફરી સહેલાઈથી સર્જી શકાતું નથી. યુદ્ધો સમાજને કેવળ રાજકામ રીતે જ સ્પર્શે છે એવું નથી, આર્થિક અને સાાજિક ક્ષેત્રે તેમ નૈતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ તેની ઘેરી અસર થાય છે. આ કૂરતા કેવી રીતે આપણે ટાળીશુ? બાળકને આપણે તાલીમ આપીએ છીએ ત્યારે નાનામાં નાની બાબતમાં પણ પ્રામાણિકતા જાળવવાને આપણે આગ્રહ સેવે જોઈએ. તેને જે તેના સહાધ્યાયીની પેન્સિલ ચેરવા દઈશું તે સંભવ છે કે મોટી વયે તે અપ્રમાણિકતાનાં મોટા કૃત્ય કરશે. બાળકને વિકાસ એક ઉમદા માનવી રૂપે થાય એમ જો આપણે ઈચ્છતા હોઈએ તે ચોકકસ નીતિ-આચારનું તે પાલન કરે તે આપણે આપણા આચરણ દ્વારા દાખલ આપવું જોઈએ.........એ જ રીતે ક્રૂરતા વિશેને આપણે સયમ પણ પરિપૂર્ણ હવે જોઈએ. આપણા નાનામાં નાના કૃત્યમાં ક્રૂરતાને આપણે ટાળી શકીએ નહિ તે આપણે તેને દૂર કેમ કરી શકીશુ? ક્રૂરતાને ટાળવાનું જ્યારે ઘણું મહત્વનું હોય તેવા પ્રસગેએ જે એક વ્યક્તિએ ક્રૂરતાને ટાળવી હશે તે તેણે ક્રૂરતાની બાબતમાં સર્વશે સયમ કેળવે જ રહ્યો. એક માણસ કેવળ પિતાના આનંદ યા લાભ ખાતર કે પશુ, પક્ષી, પ્રાણી યા માનવને ઈજા કરવા ઈછે, તે બીજા સમયે સંપત્તિ યા સત્તા માટેની પિતાની લાલસા Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] સતેાષવા માટે તે હિંસા આચરતાં અચકાશે નહિ. “ કયારેક ભય પણ માનવીને અહીન નૃત્યો કરવા પ્રેરે છે. કેટલાક લેાકા માને છે કે પરસ્પર ભયથી શાંતિ જળવાય છે. રાષ્ટ્રો અને પ્રજાએ વચ્ચે શાંતિની બાહેધારીને એક માર્ગ સત્તાની અને ભયની સમતુલા જાળવવાના છે એમ તેઓ કહે છે. ભય એ કશુક નકારાત્મક છે. કાયમી હાય તેવી શાંતિ તેમાંથી પ્રગટી શકે નહિ. 'દૂકના નાળચામાંથી શાંત ન આવે, તેમાંથી તેા ગાળીએ જ છૂટે.” “જગતની વર્તમાન પરિસ્થિતિ પર દષ્ટિપાત કરતાં એવા નિર્દેશ સાંપડશે કે વિશ્વશાંતિના આપણા ધ્યેયને આપણે ટૂંકમાં જ સિદ્ધ કરી શકીશું, અને હિંસાના અંત લાવી શકીશું,” ረ નિઃશસ્ત્રીકરણ માટેની પરિષદો મળે છે. શાંતિ માટેની ચેષ્ટાએ દર્શાવાઈ રહી છે. આપણે શાંતિના ચાહકો હાવાનુ જાહેર કરીએ છીએ પણ એ શું આપણી પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન આણશે? માનવીના મનમાં જ જયાંસુધી દુશ્મનાવટ અને હિંસા ભરેલાં હશે ત્યાં સુધી સરકારો આજે કશુ જ કરી શકશે નહ. જાહેર લેાકમત અને જાહેર વલણામાં આપણે પરિવર્તન આણી શકીએ નાડુ ત્યાં સુધી તેઓ કશું જ કરી શકે નહિ. જાહેર લેાકમત એટલે શું ? - જાહેર વલણા એટલે શુ? એ કોણ ઘડે છે? જાહેર લોકમત એ તમારા મતથી અને મારા મતથી ઘડાય છે. જાહેર વલણેા એ તમારા અને મારા જેવા લોકોના વલણા છે. આપણે આપણાં અભિપ્રાયો અને વલણા બદલવાનાં છે. લોકોને પરિસ્થિતિ વિશેની બૌદ્ધિક સમજદારી હાય એટલુ જ પૂરતું નથી. જ્ઞાનની સાથે અતરની પ્રતીતિ પણ હાવી જોઈએ. જ્ઞાન અંતરમાં ઉતરવુ જોઇએ. એક માણસ સતાને, જ્ઞાનીઓને સાંભળે, ધર્મ ગ્રંથોનુ” પઠન પણ કરે, પણ આ જ્ઞાનથી તેના અતરના તાર રણઝણી ઊઠે નહિ ત્યાં સુધી બધું નિરર્થક.” ። અહિંસાની જરૂર વિશેની આપણી સમજદારાની સાથેસાથ સ Page #11 -------------------------------------------------------------------------- ________________ [૭] સ્વરુપે રહેલા જીવન વિશે કરુણા અને માનની તીવ્ર અને વિધાયક લાગણી હેવી પણ જરૂરી છે. આવી લાગણીથી આપણું અંતર ઊભરાતુ હશે ત્યારે જ આપણા પૂર્વગ્રહથી આપણે પર થઈ શકીશું અને વર્ણ, વર્ગ, જાતિ અને અને વિચારસરણીના ભેદભાવ વિના સર્વ લેકે પ્રત્યે હકીકતમાં સમઝ જીવસૃષ્ટિ પ્રત્યેનૂનેહ અને સમભાવ અનુભવી શકીશું” પૂ. મુનિશ્રીના આ પ્રથમ પ્રવચન વિશેના અહેવાલે ન્યૂયોર્કનાં અખબારેમાં પ્રગટ થતાં જ અમેરિકાભરમાં પૂર્વના આ મહાપુરુષનાં વાણીદર્શનનો લાભ લેવા દેલને ઉડ્યાં. ઠેર ઠેરથી આમંત્રણ આવવા લાગ્યાં પૂ. મુનિશ્રી માટે દેશ જેવાની કે કેઈક સ્થળે સ્થાયી થવાની વાત રહી જ નહિ. “સાધુ તે ચલતા ભલા એ સૂત્રને ચરિતાર્થ કરવાનું જાણે તેમને ફાળે આવ્યું હતું ન્યૂયોર્કમાં જગતભરના મશહુર કલાકારોનું સંમેલન મળી રહ્યું હતું. સંમેલનના પ્રમુખે પૂ. મુનિશ્રી ચિત્રભાનુને તેમાં ભાગ લેવા નિમંત્રણ આપ્યું દરેક વિભાગના કલાકારનું આ પ્રથમ સમેલન છે. આપશ્રી પણ આધ્યાત્મિક જ્ઞાનકલાના એક નિષ્ણાત છે એમ કહી તેમણે પૂમુનિશ્રીને સમેલનમાં સૌને તેમના જ્ઞાનને લાભ આપવા વિનંતી કરી. આથી બીજે દિવસે એટલે કે રવિવાર તા. ૧૨-~૭૧ ના રોજ પૂ. મુનિશ્રીએ કળાકારેના સંમેલનમાં ઉપસ્થિત રહી સવા કલાક સુધી તેમની જ્ઞાનભરી વાણીને પ્રવાહ વહા. તેમના વકતવ્ય સૌનાં હૃદય-મન હરી લીધાં હોય એમ લાગ્યું. પૂ. મુનિશ્રીના વકતવ્યને સાર એ હતું કે કલા દ્વારા મનુષ્ય પિતાની ઈન્દ્રિય અને વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ કરી શકે છે, અને તે રીતે આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે. જીવનને આનદમય, અમૃતમય બનાવવાની ક્ષમતા કળામાંથી જ સાંપડે છે. જીવન અને કળા બને એવાં ઓતપ્રોત ગુથાય છે કે એમાંથી પ્રગટતી સંવાદિતા વ્યકિતને વિકાસના ચરમ શિખર પર મૂકી દે છે. કળાકાર પિતાની કલામાં પિતાને આત્મા રેડે છે. એ રીતે જીવન જીવવાની કળા તે જગતને શીખવી શકે છે. શંકરે નટરાજ થઈને નૃત્યના શિસ્તદ્વારા Page #12 -------------------------------------------------------------------------- ________________ [૮] આનાથી જીવનને ભરી દેવાની કલા શીખવી. ભ. મહાવીર અને બુદ્ધ મૈત્રી અને કરુણાથી જીવનને મધુર કરવાની કળા શિખવી. જીવનની સાચી પ્રાપ્તિ કલામાંથી જ થાય છે. જીવન કલામાંથી જ આત્મઉન્નતિની કલા પ્રાપ્ત કરવાની સંધિ સાંપડે છે. પિતાની જાતને ભૂલી જવી એ પણ કલા જ છે. જે ભૂલતાં શીખે તે જ સાચે કલાકાર ને તે જ સાચે માનવ !” જીવન જીવવાની કલા પર આ રીતે અનેખી દૃષ્ટિથી પ્રકાશ ફેંકીને પૂ. મુનિશ્રીએ સંમેલનમાં નવી જ હવા સજી. આ રીતે સમય કાઢી આવી જ્ઞાનવાર્તા સંભળાવવા માટે સૌએ તેમને આભાર માન્ય. આ પ્રવચનને અહેવાલ પણ ન્યૂયોર્ક ટાઈમ્સમાં વિગતથી આવ્યા અને વળી વધુ નિમંત્રણ પૂ. મુનિશ્રી માટે આવી પડ્યાં. તેમને સમગ્ર કાર્યક્રમ જુદી જુદી સંસ્થાઓ મારફતે ગેઠવાઈ ગયે. દિવસમાં બે બે પ્રવચને આપવાં પડે તેવો ઘાટ પણ થયે હતે ન્યૂયોર્કથી લેસ એન્જલીસ સુધી ભારનના આ જન સત મશહુર થઈ ગયા. લેકેએ તેમના દર્શનને ને તેમની જ્ઞાનવાણીને લઈ શકાય તેટલે લાભ લેવા પ્રયત્ન કર્યો. સોમવાર તા. ૧૩-૯-૭૧ વેશિંગ્ટન, ડી. સી. થી ટેમ્પલ એફ અન્ડરસ્ટેડિંગ ના ડીરેકટર મિ. પિટર ડનનું આમંત્રણ આવેલું તેમણે શિટનમાં તત્વજ્ઞાનીઓ, રાજપુરુષ, પ્રાધ્યાપકે, ચિતકે, પત્રકાર વગેરેને નિમંત્ર્યા હતા. પૂ. મુનિશ્રી સાથે તેઓએ બે કલાક જ્ઞાનવાર્તા ને ચર્ચામાં વિતાવ્યા. “જગતમાં શાંતિ કેમ સ્થપાય?” એ વિષય પર સુન્દર છણાવટ થઈ. વિવિધ પ્રશ્નોના પૂ. મુનિશ્રીએ વિશદ જવાબો આપ્યા હતા તેમની સાથેના મિલનથી બધાને ઘણો જ આનંદ થયું હતું અને સમય મળે તે ફરીથી પાછા મળવાનું નકકી કરીને અને પૂ. મુનિશ્રીને ખૂબ જ આભાર માનીને સૌ વિખરાયા હતા. તે જ દિવસે બપોરના આપણું રાજદૂત શ્રી એલ. કે. ઝાએ પૂ. મુનિશ્રીને Page #13 -------------------------------------------------------------------------- ________________ [૯] નિમંચ્યા હતા. ત્યાં ભારતની વર્તમાન પરિસ્થિતિ વિશે લખાણથી ચર્ચા થઈ પૂ. મુનિશ્રીને ઘણા સવાલે પૂછવામાં આવ્યા હતા. સ્વતંત્રતા મળ્યા પછીના ગાળામાં આધ્યાત્મિક વિકાસ કેટલે અને કે થેયે છે તે બાબતમાં જાણવાની સૌની ઈંતેજારીને પૂ. મુનિશ્રીએ પરિસ્થિતિને યથાર્થ ખ્યાલ આપીને તેષી હતી. પૂ. મુનિશ્રીના જવાબથી ઝા સહિત સૌના મુખ પર આનદની લાગણી પ્રગટી હતી. ભારતીય સંસ્કૃતિ દુનિયાભરમાં પ્રસરીને કેવી રીતે સૌને શાંતિને રહ દાખવશે તે વિશે પણ તેમણે પ્રમાણ રજૂ કરીને આગાહી કરી હતી. મંગળવાર તા. ૧૪-૯-૭૧ અમેરિકાના જાણીતા પૂર્કના ઈન્ટરનેશનલ સેન્ટરના કાર્યકરોએ બહુ જ આગ્રહ અને વિવેક પૂર્વક પૂ. મુનિશ્રને આમંત્રેલા ત્યાં “યુદ્ધની અશાંતિથી ઘેરાયેલા વિશ્વમાં શાંતિનો સંદેશ” એ વિષય પર તેમણે મનનીય વિચારો રજૂ કર્યા. વિશાળ હોલ શ્રોતાઓથી ચીકકાર હતે. દોઢ કલાક સુધી તેઓએ મંત્રમુગ્ધ બનીને પૂ. મુનિશ્રીની જ્ઞાનવાણીનું પાન કર્યું. પ્રવચન બાદ પ્રશ્નોત્તર થયા. પૂ. મુનિશ્રીએ પૂછાયેલા સંખ્યાબંધ પ્રશ્નોના સમુચિત અને મતેષકારણ જવાબ આપ્યા. દરેકની શંકાનું સતિષકારક રીતે તેમણે નિવારણ કર્યું. પૂર્ણાહુતિ વેળાં પાંચ મિનિટ સુધી એકધારી તાળીઓના ગડગડાટથી પૂ. મુનિશ્રીને સીએ વધાવ્યા હતા અને સંતોષની તથા આભારની લાગણી વ્યક્ત કરી હતી. બુધવાર તા. ૧૫–૯-૭૧ બલે ખાતે બફેલે યુનિવર્સિટીમાં “મેન ધ માસ્ટર' એ વિશે ત્યાંના મુખ્ય હોલમાં પ્રવચન રાખવામાં આવેલું. વિશાળ હોલ ચીકકાર ભરાઈ ગયે હતે. ઘણા વિદ્યાર્થીઓને હેલની બહાર ઊભા રહેવું પડ્યું હતું. પૂ. મુનિશ્રીએ કહ્યું હતું કે મનુષ્ય એ વિશ્વનાં સર્વ તમાં સ્વામિત્વ ભગવે છે. માનવ જે પિતાની શક્તિને સંચય કરીને નિશ્ચય કરે તે તુંબડું જેમ પાણી ઉપર Page #14 -------------------------------------------------------------------------- ________________ [૧૦] તરીને કાંઠે આવે છે તેમ આ સંસાર રૂપી સાગરને તરીને મનુષ્ય પાર ઊતરે. રામ, બુધ, મહાવીર, ઈસુ જેમ સસાર પાર ઊતરી શક્યા તેમ દરેક મનુષ્ય પિતા પર કાબુ મેળવે તે એ સ્વ–પર ઉપર સ્વામિત્વ ભેળવીને આ સસાર પાર કરી શકે. પણ જે માનવ અજ્ઞાનમાં ભૂલ કરી બેસે તે જેમ લેખકને ગળે પાણીમાં તળીયે બેસે તેમ આ સંસારમાં તે ડૂબી જાય છે. માનવી પિતાના અને ભૂલી જઈને પિતાના આત્મા પર કાબૂ નહિ મેળવે, સ્વને શેધી નહિ કાઢે ત્યાં સુધી આત્માનન્દની અનુભૂતિ થવાની નથી. તે જ દિવસે બફેલેથી સે માઈલ દૂર આવેલા રેચેસ્ટરમાં “ચર્ચ ઓફ ઓલ ફેઈથ માં પ્રવચન આપવા પૂ. મુનિશ્રી ગયા હતા. મેટરની ગડબડને કારણે ત્યાં પહોંચવામાં એક કલાકને વિલબં થયું હતું છતાં હાલ માણસેથી ચીકકર હતું અને સૌ આતુરપણે પૂ. મુનિશ્રીને સાંભળવાની રાહ જોતા હતા. પૂ. મુનિશ્રીને સોએ સમિત આવકાર્યા હતા. પૂ. મુનિશ્રીએ મેડા પડ્યા બદલ ક્ષમા યાચના કરી “સપૂર્ણ આત્મમુક્તિ વિશે પ્રવચન શરૂ કર્યું હતું. તેમના મધુર ઘટડી જેવા નાદે પ્રવચનને પ્રવાહ વહી રહ્યો હતે. ત્યારે સૌ એકચિત્ત બનીને વિષયની ગહનતા અને પૂ. મુનિશ્રીના વક્તવ્યની વિશદતા વિશે સહભાવ અનુભવી રહ્યા હતા હતા. રાહ જોવી પડી તે સાર્થક બની એમાં જ સૌને લાગ્યું. પ્રવચનના અંત ભાગમાં પૂ. મુનિશ્રીએ કહ્યું હતુ કે જીવનશુદ્ધિ માટે મનુષ્ય જીવનમાં સંકલ્પ અને નિયમ ધારવા જોઈએ. અનેક નરનારીઓએ ઊભા થઈને સહર્ષ સ્વેચ્છાથી પૂ. મુનિશ્રી પાસે નિયમ લેવા તૈયાર થયા. પૂ. મુનિશ્રીએ અનેકને સિગારેટની, માંસાહારની, મદ્યપીણાંની વગેરે ટેવે મૂકાવી, આ રીતે સી આનંદથી પૂ. મુનિશ્રીને આભાર માની કૃતકૃત્ય થયાં હતાં. અણુશકિતના આ યુગમાં વિકાસના સર્વોચ્ચ શિખરે પહેચેલા રાષ્ટ્રના પ્રજાજને ભારતના એક જન સંત સમક્ષ પ્રતિજ્ઞા લેવા ઉપસ્થિત થઈ રહ્યાં હતાં અને આત્મશકિત પ્રાપ્ત કરવાની તમન્ના પ્રગટ કરી રહ્યાં હતાં- આવું પાવનકારી દશ્ય અહીં પહેલી જ વાર જોવા મળ્યું હતું અને હજી ય તે નજર આગળથી દૂર થતું નથી! અણુશકિતથી આત્મશકિત અનેકગણી મહાન અને ચડિયાતી છે એ સત્યને અહી સાક્ષાત્કાર Page #15 -------------------------------------------------------------------------- ________________ થતા હતા. [૧૧] ગુરુવાર તા. ૧૬-૮-૧૭૧ શિકાગોમાં વસતા સખ્યાબંધ ભારતીય યુવકયુવતીનાં અને જૈન સાસાયટીના ભાવભીના નિમત્રણથી પૂ, મુનિશ્રી શિકાગો પધાર્યા. ત્યાં વાચ: એમ. સી. એ. ના વિશાળ હાલમાં ભારતના આ સતનુ' સૌએ ઉમળકાભર્યું સ્વાગત કર્યું'. પૂ. મુનિશ્રીએ ‘માનવતા અને મનુષ્ય' એ વિષય પર ખૂબ જ મનનીય પ્રવચન આપ્યુ. એક માનવ તરીકે સગઠિત બનીને રહેવાના તેમણે સૌને સદેશ આપ્યા હતા. સૌ શ્રોતાઓનાં હૃદય આનદથી ઊભરાતાં હતાં. પૂ. મુનિશ્રીમાં તેઓને તેમની સન્મુખ ઊતરી આવેલા એક દેવદુતના જ દર્શન થતાં હતાં. એક મહાન વ્યકિતના સૌરલમય વ્યકિતત્વની મહેક સૌ ઝિલતાં હતાં. સૌને શમે મે આનદ ઊભરાતા હતેા. શુક્રવાર તા. ૧૭–૮–૦૧ શિકાગોમાં શ્રી વિવેકાનન્દ વેદાંત સેાસાયટીના ઉપક્રમે Hyde Park ‘હિ’સાથી સળગતા વિશ્વમાં અહિંસાનાં અમૃત છાંટણા' એ વિષય પર પૂ. મુનિશ્રીએ પ્રવચન આપ્યું. આખા વ્હાલ ચીકકર હતા. નગરપતિએ સત્કાર્યા હતા. આર્ભમાં શ્લોકા નુ મધુર ગાન થયુ. ખત્તી આછા તેજવાળી કરી દેવામા આવી હતી. સમગ્ર વાતાવરણ ભકિત અને ધ્યાનમય થઈ ગયુ હતુ. સૌ જાણે આનદસમાધિમાં બેસીગયા હતા. પ/ કલાક સુધી ધ્યાનમત્રના શ્લોકોના મધુર ધ્વનિથી વાતાવરણે ધમકતુ રહ્યુ હતું ખાદ પૂ. મુનિશ્રીએ પોતાનુ* પ્રવચન શરુ કર્યું. તેમણે જણાવ્યુ હતુ કે અનેકાન્તવાદ એ જૈન ધર્મનુ' સમગ્ર જગતને મહામૂલ અર્પણુ છે. આખા જગતને માટેના એ પ્રેરક સ‘દેશ છે. જેવી રીતે બધી નદ્રીએ સાગરને મળે છે અને પોતાનુ” ભિન્નપણું- જુદાપણુ" મટી જાય છે, તેવી રીતે ભિન્ન ભિન્ન ઉપદેશોના પ્રભાવા-વાણીઓ-આંદોલનો ભિન્ન ભિન્ન સપ્રદા–વિચારાથી વહેતા થઈને અંતે આત્મ-મહાસાગરમાં મળી જાય છે. અનેક પથે, અનેક શાસ્ત્રોના નામે Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧૨] વિવાદ કરવામાં આવે છે પણ અતે અનેકાન્તની વિશાળતાને, એની અનેકમુખી પ્રતિભાને ન સમજી શકાય ત્યાં સુધી સત્યની સમજ પડતી નથી. આ સમજમાં જ વિશાળતા છે. જુદા જુદા દેશોના મહાનુભાવે જ્યારે આ વાતને એક સૂત્રમાં લાવીને વિચારશે, સમજશે, ત્યારે યુદ્ધનુ હિંસામય વાતાવરણુ અદૃશ્ય થઈ જશે અતે અહિંસામય આત્મજાગૃતિને અરૂણાય થશે. રવિવાર તા. ૧૯ ૯૭૧ શિકાગોમાં શનિવારે (Loyola University) લાયેલા યુનિર્સિટીમાં ‘સાપેક્ષતાવાદ અને જૈનધર્મ' એ વિષય પર પૂ. મુનિશ્રીએ વિજ્ઞાનના અદ્યતન પ્રવાહોના સંદર્ભોમાં જૈન ધર્મના સિદ્ધાંતાં કેટલા સુસગત છે. તેને ખ્યાલ આપતુ વિદ્વતાભર્યું' પ્રવચન આપ્યુ હતુ. તે પછી રિવવારે તે લેાસ એન્જેલીસમાં તેમનાં ત્રણ પ્રવચના ગોઠવાયાં હતાં. સવારે મેથેડિટ ચર્ચ'માં પ્રથમ પ્રવચન હતુ– ‘જગતને આંગણે અરિહંતનો સદેશ.' પૂ. મુનિશ્રીએ પ્રવચનમાં અહિતના શાંતિ સદેશની ઝાંખી કરાવતાં કહ્યું હતું કે ખીજાના દોષો યા બીજાની નબળી કડી જોવી નિહ, હમેશા પોતાના દોષો કે નિર્બળતાએના તાડ કાઢતાં શીખવુ જોઈએ. ખીજામાં રહેલા નહિ, પણ પોતામાં રહેલા અરિ શત્રુઓને જીતવા જોઇએ. ભગવાને સમગ્ર પ્રાણીમાત્રના કલ્યાણને અથે કાંટાળા પથે પ્રવાસ કર્યા હતા. હસતે મુખે તેમણે આ યાતના સહી હતી તેમ કરીને ચિરકાળને માંટે તેઓ જગતને શાંતિનો સદેશ આપી ગયા છે. બપોરના યુનિવર્સિટીના હાલમાં ‘હુ કાણુ ?’ એ વિષય પર પૂ. મુનિશ્રીએ પ્રવચન આપ્યુ. તેમણે જણાવ્યુ હતુ કે દરેક વિદ્યાથી એ, ચિ'તકે, કિતમાત્રે શાંતિપૂર્વક પોતની જાતને આ પ્રશ્ન કરવા જોઇએ કે, ‘હુ કોણ ? તેનો જવાબ આત્માના ઊંડાણમાથી મળશે. ઊંચ-નીચ, રગભેદ, ધર્મભેદ, વર્ણ ભેદના ખ્યાલ આપોઆપ તારાજ પામશે. એકત્વભાવની ઝાંખી મળશે અને પછી હૃદયસાગરમાં ઉછળશે આનની ળે. આનંદના દરિયાવ દિલમાં જાગશે એકત્વના ભાવ’ અને અંતે પ્રાપ્ત થશે પરમશાંતિ. હું, તે, તમેના ભેદભાવ 6 Page #17 -------------------------------------------------------------------------- ________________ ક દિકરી Rી છે 'S 1, હાર કરી શકે છે સારા લેરેન્સ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને નવકાર મંત્રના વનિથી થતા આંદોલનને વિજ્ઞાનિક ઢબે પૂ. ચિત્રભાનુ અનુભવ કરાવે છે. સ્વામી રંગનાથનંદ અને બુદ્ધ ધર્મના વડા મહા થેરા પ્રિયાનદ પણ આ પ્રયોગનું પરિક્ષણ કરી રહ્યા છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ન્યૂયોર્કમાં ભારતીય અને અમેરિકન યુવાનેથી ઘેરાયેલા મુનિશ્રી ચિત્રભાનુજી. હી દર Page #19 -------------------------------------------------------------------------- ________________ ફક જ જો ફરજ છે કે આ જો કરી જિ . જો કે A dd કે આ ન્યૂર્યોકના જગપ્રસિદ્ધ ચર્ચના ઈતિહાસમાં પ્રથમવાર વિશાળ માનવ મેદનીને પૂ. શ્રી ચિત્રભાનુજી સધી રહ્યા છે. વ્યાસપીઠ પર પાંચ પાદરીઓની પણ હાજરી દેખાય છે. છે કે Page #20 -------------------------------------------------------------------------- ________________ કેમ્બ્રીજમાં ભરાયેલ ત્રીજી આધ્યાત્મિક શિખર પૂરિષદમાં ભાગ લેવા આવેલા સર્વ ધર્મના વિદ્વાન ચિતકાનું અમેરિકામાં સ્વાગત કરતાં મેસેચ્યુસસના વર્નર શ્રી સાર્જન્ટ, પૂ. ચિત્રભાનુ સાથે હસ્તધન કરી વાર્તાલાપ કરી રહ્યા છે. સ્વામી રગનાથાનદ અને સ્વામી ચિન્મયાન, લેડી હેાલીસ્ટર, મી સીલ્સ, આ સો ચિતકા સ્મિત અને સ્નેહથી એમને વાર્તાલાપ સાંભળી રહ્યા છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ [૧૩] જ્યાં સુધી જશે નહિ ત્યાં સુધી શાંતિ નથી, ત્યાં સુધી સમજદારી નથી, સમ્યક દર્શન નથી. સાંજે યુથ હોલમાં “એલ ફેઈથીના ઉપક્રમે પૂ. મુનિશ્રીનું પ્રવચન જાયુ. પ્રવચનો વિષય હતે. “યુવક એક શકિત.” માનવી વિચાર અને વર્તનમાં જયાં સુધી યુવાપણું જાળવે છે, યૌવનસુલભ ઉલ્લાસ દાખવે છે ત્યાં સુધી તેનામાં તાઝગી અને શકિત જોવા મળે છે. તનનું નહિ, મનનું વૃદ્ધત્વ એટલે જ વિનાશ. જીવન કે જગતમાં તાઝગી હેવી જરૂરી છે અને તે આપશે યુવક અને યુવતી. જયાં સુધી યુવકપણું જળવાશે ત્યાં સુધી પ્રગતિ અને વિકાસ સધાયા જ કરશે. જીવન છવાયા કરશે. વિશાળતા અને આત્મીયતા આવ્યા જ કરશે. “જીવનને સાચો આનદ આ છે. પિતે. માનેલા ઉદેશને ખાતર, આદર્શને ખાતર અર્પિત થઈ જવું” આ સુંદર પડકાર જગતના ચેકમાં કર્યો આ મહાન ચિન્તકેઃ આવા શકિતશાળી આત્મવાન થવું તેમાં જ જીવનની મેજ અને સાર્થકતા છે. પુનશ્ચ અમેરિકા. પૂ. મુનિશ્રી ચિત્રભાનુ તા. ૨૧-૭૧ ના રોજ લેસ એન્જલિસમાં છેલ્લું પ્રવચન આપી મુબઈ તરફ ઉપડી ગયા. તેઓ શ્રી પિતાની પ્રભાવક વાણીની એવી સુવાસ પાછળ મૂકી ગયા હતા કે ધ ટેમ્પલ એફ અન્ડર સ્ટેડિંગના સૂત્રધાર સમક્ષ લેકે તરફથી ચેકબદ વિનતીઓ આવી પડી અને પૂ. મુનિશ્રીની વાણીને વધુ લાભ મળી શકે તે માટે એકબર તા. ૧૧, ૧૨ અને ૧૩ મીએ કેમ્બ્રિજમાં જન્મેલી પરિષદમાં પણ પૂ. મુનિશ્રીને નિમત્રવાનું નક્કી થયું. આમ પૂ. મુનિશ્રી ચિત્રભાનુ એ ભારતમાં પગ મૂકે કે પાછળ પાછળ અમેરિકાથી બીજું નિમંત્રણ અને ટીકીટ આવી પડ્યાં પૂ. મુનિશ્રીની વિશિષ્ટ વ્યકિત રૂપે વરણી કરવામાં આવી હતી, એટલે સંસ્થાના પ્રમુખ તરફથી પણ પૂ. મુનિશ્રીને આ નિમત્રણને સ્વીકાર કરવા ખાસ વિનંતી થઈ હતી. Page #22 -------------------------------------------------------------------------- ________________ { [૧૪] પૂ. મુનિશ્રીએ આ આમંત્રણ સ્વીકાર્યું અને આમ પુનઃ અમેરિકા જેવા સંધિ નિર્માણ થઈ. આઠ દિવસ મુબઈમાં આરામ લઈ પૂ. મુનિશ્રી તા. ૩૦ ૭૧ ના રોજ બપોરનાં મુંબઈથી વિમાન માર્ગે રવાના થયા અને તા. ૧–૧૦–૭૧ ના રોજ પઢિયે ન્યૂયોર્ક'ઊતર્યા. સંમેલનના કાર્યકરેએ તેમને માટે ભરચક કાર્યકમ જી કાઢ્યો હતે અને આગમનને દિવસે જ સમેલન ની પ્રથમ બેઠકમાં તેમણે ભાગ લીધે. પહેલે દિવસે વનરાઈટ હાઉસમાં ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગની ઈન્ટરનેશનલ કમિટીના સભ્યોની ચૂંટણી કQામાં આવી. વિશ્વના મુખ્ય મુખ્ય ધર્મોના પ્રવર્તકે, ચિંતકે જ્ઞાનીઓ અને અધ્યાપકેમથી આ ચૂંટણી કરવામાં આવે છે. પૂ. મુનિશ્રી ચિત્રભાનુની તેમાં કમિટી મેમ્બર તરીકે વરણી થઈ તેમ જ જૈન વિચારે માટેના મુખ્ય પ્રવર્તક તરીકે પૂ. મુનિશ્રી સાથે ભારતના રામકૃષ્ણ મિશનના વડા સ્વામી રંગનાથાનન્દ તેમજ જાપાન, ચીન, સ્વીડઝર્લેન્ડ, ઈઝરાયલ વગેરેના પ્રતિનિધિઓ હતા. - સમિતિએ ચર્ચા માટેના વિષચે નકકી કર્યા તેમ જ હાર્વર્ડ યુનિવર્સિટીમાં યોજવામાં આવેલ (spiritual sumit conference) આધ્યાત્મિક શિખર પરિષદમાં પૂરી રીતે ભાગ લઈ ત્રીજા દિવસની પરિષદનું પૂરું સંચાલને તેઓએ સ્વીકારી લીધું. આ વિશ્વ પરિષદમાં ચર્ચાને વિષય રાખે હત– “સિતેરના દાયકામાં ધર્મ !” આ પરિષદ સંમક્ષ આપેલાં પ્રવચનમાં પૂ. મુનિશ્રીએ જૈન ધર્મની કેટલીક વિશેષતાઓ પર ભાર મૂક્યું હતું. ઈ. સ. પૂર્વે છઠઠી સદીમાં જૈન ધર્મના છેલ્લા તીર્થકર ભ. મહાવીર ની ખૂબ પ્રચલિત એક વિશિષ્ટ માન્યતા એ છે કે ઈશ્વર સમય અને પદાર્થ થી પર છે. વિશ્વના નૈતિક નિયત્રણની રચના અર્થે શુદ્ધાત્માને સાક્ષાત્કાર પામનાર એક પરિપૂર્ણ માનવીથી ઉચેરા એવા કોઈ ઈશ્વરની જરુર નથી. જૈન ધર્મ સંખ્યાબળ કરતાં ગુણવત્તાને વધુ મહત્વ આપે છે એ બાબત પર ભાર મૂકતાં પૂ. મુનિશ્રીએ જણાવ્યું હતું કે એ કારણે જે કેઈનું ધર્મ પરિવર્તન કરાવવા અમે પ્રયાસ કરતાં નથી. Page #23 -------------------------------------------------------------------------- ________________ [1] “માનવી જ પિતાના ભાગ્ય વિધાતા છે, ઈશ્વર નહિ, એમ જણાને પૂ. મુનિશ્રીએ હકીક્ત તરફ શ્રોતાઓનું લક્ષદર્યું હતું કે ઈશ્વરને જગતભરમાંથી ગમે તેટલી પ્રાર્થનાઓ કરવામાં આવે પણ તેથી વિયેટનામના યુદ્ધને અત નહિ આવે. પણ પ્રમુખ નિકસનના એક શબ્દ માત્રથી એ યુદ્ધને અંત લાવી શકે છે. માનવીની આ સત્તા તે જુઓ ! માનવી જ બ્રહ્માંડને અધિષ્ઠાતા છે. તે થાપી શકે છે. ઉથાપી શકે છે... હકીકતને આપણે સ્વીકાર ન કરીએ તે નુકસાન આપણને જ છે. માનવી એ શક્તિશાળી બન્યું છે કે તે જગતનું શાસન કરે છે. માનવને પરિપૂર્ણ માનવ બનાવે એ જ જૈન ધર્મનું લક્ષ્ય છે. સમતુલા અને ગૌરવથી આનન્દની અનુભૂતિ કરવાની અને આસપાસના આત્માઓને એના સહભાગી બનાવવાની શક્તિની પ્રાપ્તિને કેળવણી કહેવાય. આવી કેળવણી આ વિશ્વવિદ્યાલયે માનવને આપી છે અને તે દેખાય છે કે આ કેળવણીએ રેસમાં દોડતા ઘેડાની જેમ માણસને પણ સમૃદ્ધિની સ્પર્ધામાં દોડતે કર્યો છે. માનવી દેડી રહ્યાં છે-હો ઊંચે જોવાનીય કુરસદ નથી. આ રેસ કેટલી ટૂકી છેતે કેલેન્ડરે ફેરવે ત્યાં તે રેસ સમાપ્ત, અને તે પણ કયાં? આ ભૌતિક સફળતાની રેસની સમાપ્તિ સ્મશાનમાં! આમાં અમૃતત્વનું દર્શન કયાં છે? પ્રેમના પ્રકાશની પ્રાપ્તિ કયાં છે! આધ્યાત્મિકતા એટલે જીવનમાં સ્વમાં આનંદ અને પ્રેમની સમૃદ્ધિનું દર્શન કરવું અને એની જ અભિવૃદ્ધિ માટે આ ભૌતિક સાધનેને માત્ર સાધન તરીકે સદુપયેગ કર.. પૂ. મુનિશ્રીએ જણાવ્યું હતું કે જેને ઈશ્વરને “માર્ગદર્શક ગણે છે, સર્જકે નહિ. ઈશ્વરના પ્રકાશને તમે અનુસરશે તે તમે પાપના ખાડામાં પડતા બચી જશે. સંયમિત જીવન ગાળવા માટે નિતિક જવાબદારીનું ભાન જરૂરી છે. કર્મનો સિદ્ધાંત આવી જવાબદારી પ્રેરે છે. કર્મવાદ માનવીને બેટે માગે ચડવા દેતું નથી. તે તેના પિગલાં ને સ્થિરતા આપે છે અને તેના જીવનને Page #24 -------------------------------------------------------------------------- ________________ વધુ ઉદેશપૂર્ણ બનાવે તેવું લક્ષ્ય તેની સમક્ષ મૂકે છે. કર્મને સિદ્ધાંત એમ કહે છે કે દરેક કર્મની અસરે હોય છે. આપણું કૃત્યેની સમગ્ર વિશ્વમાં અસર થાય છે અને આપણને તેના પ્રત્યાઘાત લાગે છે. આજે આપણે જે કંઈ કરીએ તેની ભાવિમાં આપણું પર જ અસર પહોંચે છે. આમ આપણે ભૂતકાળ આપણું વર્તમાનને ઘડી રહ્યો છે એ વસ્તુ પર જ ભાર મૂકવામાં નથી આવતે, પણ આપણે વર્તમાન આપણું ભાવિ ઘડી રહ્યો છે એ વાત પર ભાર મૂકવામાં આવે છે. - જગતમાં આજે પ્રવર્તતી પરિસ્થિતિમાં ધર્મ આપણને ઉપકારક બની શકે તેમ છે? આપણી મુશ્કેલીઓ અને આપણી સમસ્યાઓ ઉકેલવામાં તે કઈ રીતે સહાયક થઈ શકે? રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચે શાંતિ નથી. માનવીનાં હૃમાં પણ શાંતિ નથી. જોકે હિંસાને આશ્રય લઈ રહ્યા છે. હિંસા વધુ વિદેષ પ્રેરે છે. વિદ્વષથી વિભાજન સર્જાય છે અને વિભાજન એકલતા તરફ ઘસડી જાય છે. મંત્ર અને ઉદ્યોગપ્રધાન આધુનિક સમાજમાં જીવન વધુ ને વધુ એકાંતિક બની રહ્યું છે. એનાથી અલગપણાની લાગણી ઘેરી બને છે, દરેક વ્યક્તિ જાણે પિતાની કેદી બનેલી છે. આવા કેદીઓની જ રે ઓગાળવા માટે આપણને પ્રેમની જરૂર છે અને આવા કારાગેરેમાંથી માનવીને મુક્ત કરવા માટે શ્રદ્ધાની જરુર છે. માનવી ઘણીવાર અટવાયેલે જણાય છે. તેના જીવનમાં હેતુલક્ષિતાની જરુર છે. પિતાના જીવનકાર્ય વિશે તેને પ્રતીતિ હેવી જોઈએ. પણ તેનામાં મતાગ્રાહીપણું ન હોવું જોઈએ. દષ્ટિની સંકુચિતતા ન હોવી જોઈએ. સમભાવની ઉદારષ્ટિ હેવી જોઈએ. “મારે પથ એ જ સાચે માગ છે” એ પ્રકારની લાગણી વિતંડાવાદમાં દેરી જાય છે. સંકુચિત મનવૃત્તિની એ નીપજ છે. આજે આવી મને વૃત્તિ સર્વત્ર જોવા મળે છે. આ દાયકાના લાક્ષણિક ગણાય તેવા એ પ્રશ્નો પરત્વે જૈન ધર્મને કે અભિગમ છે? જૈન ધર્મવિચારણના મુખ્ય મુખ્ય સિદ્ધાંતે આ સમસ્યાઓ માટે કારગત નીવડે તેવા છે. જૈન તત્ત્વજ્ઞાન માનવીના વિચાર અને આચારમાં Page #25 -------------------------------------------------------------------------- ________________ [૧૭] પરિવર્તન લાવવા પ્રયાસ કરે છે. એ રીતે આ સમસ્યાઓને પહોંચી વળવા માનવીને તે સજજ બનાવે છે. વિચાર અને આચાર એકબીજાને અનુવતે છે. જૈન ધર્મ અહિંસા પર ભાર મૂકે છે. સાર્વત્રિક પણે અને એક સરખી રીતે આ સિદ્ધાંતને અમલમાં મૂક જોઈએ. કેવળ માનવી પ્રત્યે જ નહિ, પૃથ્વી પરના પ્રાણીમાત્ર પ્રત્યે હિંસાનું આચરણ થતું અટકાવવું જોઈએ. જીવનના સર્વસ્વરૂપે, પછી ભલે આપણે તેને ઊંચા કે નીચા ગણતાં હોઈએ, તેના પ્રત્યે આદર દર્શાવે એ જ અહિંસાને અર્થ છે. અને સંકુચિત અર્થ ન ઘટા જોઈએ. કેટલાક રૂઢિચુસ્ત કરે છે તેમ રતામાં દરેક માણસે શ્વાસોચ્છવાસમાં જીવાણું આવી જવાનો ભય રાખવો એજ અહિંસાને અર્થ નથી. પણ તેને અર્થ છે સર્વ જીવન તરફ આદર અને કરૂણાભાવ. અહિંસા નકારવાચક ગુણ નથી, હત્યાથી દૂર રહેવું એટલે જ એને અર્થ નથી. જીવન જે રૂપે પ્રગટયું હોય તે સર્વ સ્વરૂપ તરફ સ્નેહાદાર એ પણ તેનો અર્થ છે. એ જ બીજે સિદ્ધાંત અપરિગ્રહને છે. આ સિદ્ધાંતને મમ એ છે કે દુન્યવી ચીજો પ્રત્યે માણસે વધુ પડતી આસકિત રાખવી જોઈએ નહિ. બધાએ જગત તજી દેવું અને ભગવા પહેરી લેવાં એ તેને અર્થ નથી. સંપત્તિ અને માલમિલ્કતની પ્રાપ્તિમાં વધુ પડતા ડૂબી જવું નહિ, એટલે જ એનો અર્થ છે. દુનિયાદારીમાં રહેવા છતાં અનાસકત ભાવ રાખે એ તેને અર્થ છે. માનવીને જે સામાજિક જવાબદારીનું ભાન હોય તે તેણે પિતાની અસ્કમાયતે મર્યાદિત રાખવી જોઈએ. તે એમ કરે ત્યારે જ તે પિતાના બધુજને વિશે વિચાર કરી શકે. આ રીતે સામાજિક સમાનતા સિદ્ધ કરી શકાય. જગતનાં સાધને ઝડપથી ઘટી રહ્યા છે. અને વસતિમાં એકધારે વધારે થઈ રહ્યો છે. જગતને મૂઝવી રહેલી આ એક મેટી સમસ્યા છે. દરેક જે સંપત્તિના એકહથ્થુ સંગ્રહની નીતિ અપનાવે તે આપણે કઈ ઉગાર નથી. અને માનવીનું જીવન જે ધન અને Page #26 -------------------------------------------------------------------------- ________________ [૧૮] ભોતિક સંપત્તિ પર જ કેન્દ્રિત થયું હશે તે તે કયાંરે ય માનસિક શાંતિ મેળવી શકે ખરે? જીવન જેનાથી અર્થપૂર્ણ બને તેવાં મૂલ્યવાળું જીવન તે કઈ રીતે જીવી શકે? સુખનું આપણું પ્રમાણ, બેન્ક બેલેન્સમાં થતા વધારા સાથે વધતું નથી. અપરિગ્રહના સિદ્ધાંતને અમલ કરવાનું સૌથી કઠિન છે. પણ તે સૌથી મહત્ત્વનું છે. જેનધમે એને ઘણું જ મૂલ્યવાન ગણે છે. અનેકાન્તવાદ એ જૈન ધર્મને સાપેક્ષતાને સિધ્ધાંત છે. એને મર્મ એ છે કે એક વસ્તુને વિવિધ પાસાં હોય છે. અને તેનું હાર્દ પામવા માટે વિવિધ પાસાએથી તે પ્રત્યે જવું જોઈએ. આપણી ઈન્દ્રિયેને તેની પિતાની મર્યાદાઓ છે. તેઓ આંશિક અને અપૂર્ણરીતે જ સત્યનું આકલન કરી શકે છે. દરેક વ્યક્તિ સત્યના એક ભિન્ન પાસાને જ પામતી હોય એમ પણ બને. આમાં અધહસ્તિ ન્યાય પ્રવર્તે છે. આપણે એક પરિસ્થિતિ વિશે આંશિક સમજ ધરાવતા હોઈએ છીએ અને છતાં આપણું માન્યતાઓ અને ધારણાઓ સંબંધમાં આપણે કેટલા બધા હઠાગ્રહી હોઈએ છીએ! વિવિધ ધર્મો અને વાદોના લેકેએ આ સિદ્ધાંત અપનાવવું જોઈએ અને આપસ આપસમાં સહિષશુતા અને સમજદારી કેળવવી જોઈએ. - પૂ. મુનિશ્રીએ અમેરિકામાં નિરામિષાહારને સંદેશ ઠેરઠેર સંભળાવ્યું હતે. મિષાહારને જયાં સ્વાભાવિક ગણવામાં આવે છે તે દેશમાં અને મિષાહારને જેમણે સહજભાવે સ્વીકારી લીધેલ છે તેવા લેકેની વચ્ચે તેમને પ્રવચને આપવાનાં હતાં તે કારણે પણ કદાચ આ બાબત પર વધુ ભાર મુકાય છે. પૂ. મુનિશ્રી માને છે કે વનપત્યાહાર એ એક જીવન પદ્ધતિ છે. ખાદ્યને માટે પ્રાણીઓની હત્યા કરતાં તે માનવીને રેકે છે. વનસ્પત્યાહારને અર્થ એ છે કે આપણે સુધાની તૃપ્તિ અર્થે આપણે કેઈ જીવંત પ્રાણીની હત્યા કરવાનું અને તેને કેઈપણ જાતનું બિન જરુર કષ્ટ આપવાનું ટાળીએ Page #27 -------------------------------------------------------------------------- ________________ [૧૯] એના મૂળમાં અહિંસાના સિદ્ધાંત રહેલા છે. બધા જ ધર્મોની તેમ બધુભાવની, પ્રેમની લાગણીને પોષવાની છે. સવાદ અને શાંતને ઉત્તેજન આપવાની છે. પ્રેમની આ લાગણી કેવળ માનવપ્રાણી તરફ જ નહિ, સર્વ જીવંત પ્રાણીઓ તરફ પણ વિસ્તરવી જોઇએ. આપણે જો શાંતિ અને સંવાદ ઈચ્છતાં હોઈએ તો આપણે જીવનનાં સ સ્વરુપો તરફ આદરથી જોવુ જોઇએ, આલ્બર્ટ સ્વાઇટઝરે કહ્યુ છે તેમ ‘જીવન માટે આદર’ ની ભાવના આપણે કેળવવી જોઇએ. વનસ્પત્યાહારમાં અન્ય પ્રાણીઓના અધિકાશને માન્ય રખાયા છે. માનવીએ પોતાના ખારાકના માત્ર સ્વાદની દૃષ્ટિથી જ વિચાર કરવા ન જોઇએ, કસાઈની છુરીની રાહ જોતાં ઊભેલાં પ્રાણીઓની યાતનાના પણ તેણે વિચાર કરવા જોઇએ. પાતના લાભ ખાતર પ્રાણીઓનું શેષણ કરવું, પાતના ખારાક માટે તેમની હત્યા કરવી ને ત્રાસ ગુજારવા એ માનવીના કોઈ વિશેષાધિકાર છે એમ માનવું જોઇએ નહિ. ઉલટાનું, આ જગતમાં માનવી જે સ્થાન ભોગવે છે, તે દૃષ્ટિએ જોતાં પ્રાણીઓના કલ્યાણુ વિશે દેખભાળ રાખવી એ તેની ફરજ બની રહે છે શાંતિ મેળવવી હાય તો આપણે હિંસા અને ક્રૂરતા તજવાં જોઈએ. આપણે વિશ્વશાંતિ વાછતાં હાઈએ, તે નિઃશસ્ત્રીકરણ માટેની પરિષદો પર્યાપ્ત નથી, એકલેા પાત્રીસ હિંસા પર નિયંત્રણા ન મૂકી શકે. આપણે આપણા રાજીદા જીવન વ્યવહારમાં એ નિયંત્રણ મૂકવુ જોઈએ. શારીરિક અને માનસિક ટેવા બદલવી મુશ્કેલ છે. પણ માનવજાતની પ્રગતિ આવાં પરિવર્તન પર નિર્ભર રહે છે. વનસ્પત્યાહાર પણ વિકાસનુ એક આવું સાપાન બની શકે. માનવીના નૈતિક અને આધ્યાત્મિક વિકાસમાં એ એક વળાંક બની શકે. આપણે જે ખારાક લઈએ છીએ તેની માત્ર શારીરિક અસર છે એમ આપણે માનીએ છીએ. આ ખાટું છે. ખારાકની મન પર પણ અસર થાય Page #28 -------------------------------------------------------------------------- ________________ [૨૦]. છે. હકીકતમાં માણસ જેવું ખાય તેવું બને છે તેના માનસ અને નીતિમત્તાને ઘણે બધે આધાર તેના ખોરાક પર રહે છે. એટલે જ ભારતીય તત્વજ્ઞાને ખોરાકના ત્રણ પ્રકાર કહ્યાં છે. તામસિક, રાજસિક અને સાત્વિક આ રીતે પૂ. મુનિશ્રીએ ઘણા પ્રશ્નોની છણાવટ કરી. તેઓ જ્ઞાનનાં જે આંદોલને પ્રસારી ગયા છે તેનાથી લેકે અપૂર્વ ઉત્સાહ અને જાગૃતિ અનુભવી રહ્યા છે. આજ જ્ઞાન સાચું છે. આની જ જરૂર છે, આ જ્ઞાનવડે જ જગતમાં શાંતિ થશે. આવું જ જ્ઞાન હિંસાના બળને નાથી શકશે. વિજ્ઞાનની કેઈપણ શેધ જે નહિ કરી શકે તે આવા તત્વચિંતક સંતની વાણી અને વિચાર કરી શકશે એમ લેકના મનમાં દૃઢપણે ઠસી ગયું છે. પૂ. મુનિશ્રીના પ્રવચનના અહેવાલો અમેરિકાનાં કેટલાય અખબારેમાં પ્રગટ થયા અને તે સાથે જ જુદી જુદી યુનિવર્સિટીઓ તરફથી હાર્વર્ડ યુનિવર્સિટીના સંચાલકે પર પૂ. મુનિશ્રી ચિત્રભાનુ માટે નિમંત્રણ આવવા લાગ્યાં. પરિણામે પૂ. મુનિશ્રી જેઓ તુરતમાં જ મુબઈ પાછા ફરવા માગતા હતા તેમને શેકીને આ યુનિવર્સિટીએ જાણીતી ઘણીખરી યુનિવર્સિટીઓમાં એમનાં પ્રવચને જયાં. થોડા દિવસો માટે જ જે પ્રવાસ હવે તે આ રીતે ત્રણ મહિનાને ભરચક વ્યાખ્યાન-પ્રવાસ બની ગયે. પૂ. મુનિશ્રીએ પણ આ તક ઝડપીને અમેરિકાની નવી પેઢીના ઉગતા વિચારશીલ યુવકો સમક્ષ ભગવાન મહાવીરને અહિંસાને સંદેશ પૂરજોશથી મૂકવા સંમતિ આપી. મુંબઈ પાછા ફરવાને કાર્યક્રમ બધ રહ્યો, પૂ. મુનિશ્રીએ અથાક પરિશ્રમ વેઠીને પણ આ કાર્યક્રમ બહુ જ આનંદથી પૂરે કર્યો. - કાર્યક્રમ પૂરો થતાં જ પૂ. મુનિશ્રી પિતાની નાદુરસ્ત તબિયત છતાં તુરત જ મુબઈ જવા વિદાય થયા. તેમના આ પ્રવાસથી અમેરિકામાં લેકે એટલા બધા ઉત્સુક થઈ ગયા છે કે વેશિગ્ટનમાં આ જ્ઞાનના મુખ્ય કેન્દ્રની સ્થાપના અર્થે વ્હાઈટ હાઉસથી થોડે દૂર વિસ એકર જમીન “વિશ્વધર્મ માટે The Temple Jain Education international For Private & Personal use only. - Page #29 -------------------------------------------------------------------------- ________________ [29] of understanding ને મળી ગયેલ છે. આ જગ્યામાંથી જૈન મંદિર માટે પણ Free પ્લેટ આ સસ્થા આપવા તૈયાર છે. ભારતના ધર્માનુરાગી ભાઈબહેને તેમાં સહયાગ આપે તે એક અભૂતપૂ મહાકાર્ય બની જાય. ઉપર્યુકત સમેલનને અહેવાલ દુનિયાભરનાં પત્રોમાં આવ્યા છે. ખાસ્ટન ગ્લેખ, શિકાગો ટ્રિબ્યુન, ન્યૂયોર્ક ટાઈમ્સ, સાઉથ આફ્રિકા, કેપટાઉનના ધી કેપ ટાઈમ્સ, પિ’નાગ મલાયાના ધી સ્ટ્રેઈટસ એક નૃત્યદિ પત્રામાં પૂ. મુનિશ્રીના પ્રવચનના તથા પ્રશ્નોત્તરના વિસ્તૃત અહેવાલા પ્રગટ થયા છે. અને પરિણામે એ સર્વ સ્થળેાએથી પૂ. મુનિશ્રીને આમત્રણા મળવા લાગ્યાં છે. સત્ય માટેની સાચા જ્ઞાન માટેની દુનિયાના લોકોની ભૂખ કેવી ઊંડી છે તે હકીકતનું જ આમાં પ્રતિબિમ્બ પડી રહ્યું છે, એમ લાગે છે. ભારતના આવા જ્ઞાનીએ આ રીતે ભારતની બહાર જઈને જ્ઞાનના ફેલાવા કરે એ બધી રીતે ઈચ્છનીય છે. જગતમાં આજે અધકાર છે ત્યાં જ્ઞાનની મશાલ લઈ જવાનુ યુગ કાર્ય સભવ છે કે ભારતના પૂ. મુનિશ્રી જેવા સતા મહાત્માઓને માટે નિર્માયું હાય ! પશ્ચિમની સંસ્કૃતિ ઘસાઈ રહી છે અને માનવીય મૂલ્યાના હ્રાસ થઈ રહ્યો છે તેવા સમયે પૂ. મુનિશ્રી ચિત્રભાનુએ અહીં આવીને, કેવળ ભૌતિક વિકાસ માનવીને સાચું સુખ આપવા સમર્થ નથી એ હકીકતની પ્રત્યક્ષ પ્રતીતિ આપી. પૂ. મુનિશ્રીનાં પ્રવચનાએ પૂર્વની સાંસ્કૃતિક મહત્તા શાને આભારી છે, તેની ઝાંખી કરાવી એટલું જ નહિ આધ્યાત્મિક બાબતેની વિચારણામાં પણ પશ્ચિમના કરતાં પૂર્વ ઘણું આગળ રહ્યુ છે તેના યથા રીતે ખ્યાલ આપ્યો. પૂ. મુનિશ્રીના આ પ્રવાસ જૈન ધર્મના પ્રસાર અર્થ ન હતા. ધમ પ્રસારની એવી કોઈ પરપરા જૈન પાસે છે નહિ. અત્માન્નતિ અર્થેના એમાં પ્રતિષ્ઠા થયેલી છે. સમગ્ર માનવજાતને એ માનવીય પુરુષાર્થની જ Page #30 -------------------------------------------------------------------------- ________________ [૨] આવરી લે છે. એ દૃષ્ટિએ જૈન ધર્મ એ તેના સાચા અર્થમાં માનવધર્મ છે. પૂ. મુનિશ્રી ચિત્રભાનુએ તેમનાં વ્યાખ્યાને દ્વારા તેમ જ તેમની સાદી, સરળ અને સયમી રીતભાત વડે એનું પ્રત્યક્ષ દર્શન અમેરિકાની જનતને ટેલિવીઝનના કાર્યકમો પર કરાવ્યું. પૂ. મુનિશ્રીના આ પ્રવાસને એથી જ એક સાંસ્કૃતિ યાત્રા રૂપે જ મૂલવો જોઈએ. જગતના ચોકમાં સહુ ધર્મો વચ્ચે જેન ધર્મને પણ તેનું યોગ્ય સ્થાન હવું જ જોઈએ. દુનિયા જયારે તદન સાંકડી બની ગઈ છે, તેવા આ કાળે રૂઢિચુસ્ત ખ્યાલનું અંધ અનુસરણ કરીને જૈન ધર્મને આપણા નાનકડા વાડામાં જ શા માટે પૂરી રાખવું જોઈએ? પૂ. મુનિશ્રીના અનુયાયીઓને એક સમજદાર વર્ગ આમ માને છે. આ આધ્યાત્મિક પ્રવાસે વિશ્વના માનને નવી દૃષ્ટિ આપી છે. સર્વધર્મ પરિષદના મંચ પરથી જૈન ધર્મને સદેશે આપવાનું પૂ. મુનિશ્રી ચિત્રભાનુને માટે સુલભ થયું. આમ થવાથી પશ્ચિમને તે લાભ થયે જ છે, પણ જૈન ધર્મને પિતાને માટે પણ એક નવી દિશા ખૂલી છે. પૂ. મુનિશ્રી ચિત્રભાનુએ આંકી આપેલી આ કેડીને ભૂસી નાખવી કે તેને એક સુન્દર રાજમાર્ગમાં પલટાવી દેવી એ જૈન ધર્મના ધુરંધરના હાથની વાત છે. 9 વાત છે. - ધાર્મિક, સાંસ્કૃતિક, વૈચારિક પ્રવાહોને મુકત વિનિમય એ સમકાલીન યુગની માંગ છે. સમયને અનુરૂપ પરિવર્તન સાધવું એમાં જ સાચું શાણપણુ રહેલું છે. એ જે સહુના હિતને માર્ગ છે. પૂ. મુનિશ્રીએ આ માર્ગે પ્રયાણ આદર્યું છે એ કાન્તિકારી પગલું છે પણ એમને માટે એ સહજ કર્તવ્ય બની રહ્યું છે. તેમની આ ધર્મ યાત્રા અવિરત ચાલુ રહો, તેઓ ઉત્તરોત્તર વધુ મેટાં સીમા ચિહને પ્રસ્થાપિત કરતા રહે અને માનવજાતને ચિરકાળ સુધી આમેન્નતિને રાહ દાખવતા રહ્યો એવી શુભેચ્છાઓ સાથે આ નવપ્રસ્થાન માટે તેમનું અભિવાદન કરીએ. Jain Education Interational a better only Page #31 -------------------------------------------------------------------------- ________________ For privale & Personal use only Page #32 -------------------------------------------------------------------------- ________________ Uક શ્રી મહાવીરાય નમ : B કલ્યાણ ભાવના મૈત્રીભાવનું પવિત્ર ઝરાણુ" શુભ થાઓ આ સકલ વિશ્વનું ગુણથી ભરેલા ગુણીજન દેખી એ સતના ચરણ-કમલમાં દીન, કૂર ને ધર્મ વિહોણા કરૂણાભીની આ માં થી માગ ભૂલેલા જીવન-પથિકને કરે ઉપેક્ષા એ મારગની ચન્દ્રપ્રભની ધર્મ - ભાવના વેર ઝેરના પાપ તજીને મુજ હૈયામાં વહ્યા કરે, એવી ભાવના નિત્ય રહે. હૈયું મારૂ નૃત્ય કરે, મુજ જીવનનું અર્થ રહે. દેખી દિલમાં દી રહે, અશ્રુનો શુભ સ્ત્રોત વહે. માર્ગ ચીંધવા ઉભે રહે, તોયે સમતા ચિત્ત ધરૂ. હૈયે સૌ માનવ લાવે, મંગલ ગીતો એ ગાવે. 该州州州婚婚州婚赠婚婚婚婚雌雌雌性婚姻始增婚崎婚婚姆阳始時將贈贈燒 -ચિત્રભાનુ જો i aur atlo n a ne et નો છે તો હું કરે છે / હા હૈ ઠાઈ