________________
[૧૦] તરીને કાંઠે આવે છે તેમ આ સંસાર રૂપી સાગરને તરીને મનુષ્ય પાર ઊતરે. રામ, બુધ, મહાવીર, ઈસુ જેમ સસાર પાર ઊતરી શક્યા તેમ દરેક મનુષ્ય પિતા પર કાબુ મેળવે તે એ સ્વ–પર ઉપર સ્વામિત્વ ભેળવીને આ સસાર પાર કરી શકે. પણ જે માનવ અજ્ઞાનમાં ભૂલ કરી બેસે તે જેમ લેખકને ગળે પાણીમાં તળીયે બેસે તેમ આ સંસારમાં તે ડૂબી જાય છે. માનવી પિતાના અને ભૂલી જઈને પિતાના આત્મા પર કાબૂ નહિ મેળવે, સ્વને શેધી નહિ કાઢે ત્યાં સુધી આત્માનન્દની અનુભૂતિ થવાની નથી.
તે જ દિવસે બફેલેથી સે માઈલ દૂર આવેલા રેચેસ્ટરમાં “ચર્ચ ઓફ ઓલ ફેઈથ માં પ્રવચન આપવા પૂ. મુનિશ્રી ગયા હતા. મેટરની ગડબડને કારણે ત્યાં પહોંચવામાં એક કલાકને વિલબં થયું હતું છતાં હાલ માણસેથી ચીકકર હતું અને સૌ આતુરપણે પૂ. મુનિશ્રીને સાંભળવાની રાહ જોતા હતા. પૂ. મુનિશ્રીને સોએ સમિત આવકાર્યા હતા. પૂ. મુનિશ્રીએ મેડા પડ્યા બદલ ક્ષમા યાચના કરી “સપૂર્ણ આત્મમુક્તિ વિશે પ્રવચન શરૂ કર્યું હતું. તેમના મધુર ઘટડી જેવા નાદે પ્રવચનને પ્રવાહ વહી રહ્યો હતે. ત્યારે સૌ એકચિત્ત બનીને વિષયની ગહનતા અને પૂ. મુનિશ્રીના વક્તવ્યની વિશદતા વિશે સહભાવ અનુભવી રહ્યા હતા હતા. રાહ જોવી પડી તે સાર્થક બની એમાં જ સૌને લાગ્યું. પ્રવચનના અંત ભાગમાં પૂ. મુનિશ્રીએ કહ્યું હતુ કે જીવનશુદ્ધિ માટે મનુષ્ય જીવનમાં સંકલ્પ અને નિયમ ધારવા જોઈએ. અનેક નરનારીઓએ ઊભા થઈને સહર્ષ સ્વેચ્છાથી પૂ. મુનિશ્રી પાસે નિયમ લેવા તૈયાર થયા. પૂ. મુનિશ્રીએ અનેકને સિગારેટની, માંસાહારની, મદ્યપીણાંની વગેરે ટેવે મૂકાવી, આ રીતે સી આનંદથી પૂ. મુનિશ્રીને આભાર માની કૃતકૃત્ય થયાં હતાં. અણુશકિતના આ યુગમાં વિકાસના સર્વોચ્ચ શિખરે પહેચેલા રાષ્ટ્રના પ્રજાજને ભારતના એક જન સંત સમક્ષ પ્રતિજ્ઞા લેવા ઉપસ્થિત થઈ રહ્યાં હતાં અને આત્મશકિત પ્રાપ્ત કરવાની તમન્ના પ્રગટ કરી રહ્યાં હતાં- આવું પાવનકારી દશ્ય અહીં પહેલી જ વાર જોવા મળ્યું હતું અને હજી ય તે નજર આગળથી દૂર થતું નથી! અણુશકિતથી આત્મશકિત અનેકગણી મહાન અને ચડિયાતી છે એ સત્યને અહી સાક્ષાત્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org