Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai

View full book text
Previous | Next

Page 26
________________ [૧૮] ભોતિક સંપત્તિ પર જ કેન્દ્રિત થયું હશે તે તે કયાંરે ય માનસિક શાંતિ મેળવી શકે ખરે? જીવન જેનાથી અર્થપૂર્ણ બને તેવાં મૂલ્યવાળું જીવન તે કઈ રીતે જીવી શકે? સુખનું આપણું પ્રમાણ, બેન્ક બેલેન્સમાં થતા વધારા સાથે વધતું નથી. અપરિગ્રહના સિદ્ધાંતને અમલ કરવાનું સૌથી કઠિન છે. પણ તે સૌથી મહત્ત્વનું છે. જેનધમે એને ઘણું જ મૂલ્યવાન ગણે છે. અનેકાન્તવાદ એ જૈન ધર્મને સાપેક્ષતાને સિધ્ધાંત છે. એને મર્મ એ છે કે એક વસ્તુને વિવિધ પાસાં હોય છે. અને તેનું હાર્દ પામવા માટે વિવિધ પાસાએથી તે પ્રત્યે જવું જોઈએ. આપણી ઈન્દ્રિયેને તેની પિતાની મર્યાદાઓ છે. તેઓ આંશિક અને અપૂર્ણરીતે જ સત્યનું આકલન કરી શકે છે. દરેક વ્યક્તિ સત્યના એક ભિન્ન પાસાને જ પામતી હોય એમ પણ બને. આમાં અધહસ્તિ ન્યાય પ્રવર્તે છે. આપણે એક પરિસ્થિતિ વિશે આંશિક સમજ ધરાવતા હોઈએ છીએ અને છતાં આપણું માન્યતાઓ અને ધારણાઓ સંબંધમાં આપણે કેટલા બધા હઠાગ્રહી હોઈએ છીએ! વિવિધ ધર્મો અને વાદોના લેકેએ આ સિદ્ધાંત અપનાવવું જોઈએ અને આપસ આપસમાં સહિષશુતા અને સમજદારી કેળવવી જોઈએ. - પૂ. મુનિશ્રીએ અમેરિકામાં નિરામિષાહારને સંદેશ ઠેરઠેર સંભળાવ્યું હતે. મિષાહારને જયાં સ્વાભાવિક ગણવામાં આવે છે તે દેશમાં અને મિષાહારને જેમણે સહજભાવે સ્વીકારી લીધેલ છે તેવા લેકેની વચ્ચે તેમને પ્રવચને આપવાનાં હતાં તે કારણે પણ કદાચ આ બાબત પર વધુ ભાર મુકાય છે. પૂ. મુનિશ્રી માને છે કે વનપત્યાહાર એ એક જીવન પદ્ધતિ છે. ખાદ્યને માટે પ્રાણીઓની હત્યા કરતાં તે માનવીને રેકે છે. વનસ્પત્યાહારને અર્થ એ છે કે આપણે સુધાની તૃપ્તિ અર્થે આપણે કેઈ જીવંત પ્રાણીની હત્યા કરવાનું અને તેને કેઈપણ જાતનું બિન જરુર કષ્ટ આપવાનું ટાળીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32