Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai

View full book text
Previous | Next

Page 24
________________ વધુ ઉદેશપૂર્ણ બનાવે તેવું લક્ષ્ય તેની સમક્ષ મૂકે છે. કર્મને સિદ્ધાંત એમ કહે છે કે દરેક કર્મની અસરે હોય છે. આપણું કૃત્યેની સમગ્ર વિશ્વમાં અસર થાય છે અને આપણને તેના પ્રત્યાઘાત લાગે છે. આજે આપણે જે કંઈ કરીએ તેની ભાવિમાં આપણું પર જ અસર પહોંચે છે. આમ આપણે ભૂતકાળ આપણું વર્તમાનને ઘડી રહ્યો છે એ વસ્તુ પર જ ભાર મૂકવામાં નથી આવતે, પણ આપણે વર્તમાન આપણું ભાવિ ઘડી રહ્યો છે એ વાત પર ભાર મૂકવામાં આવે છે. - જગતમાં આજે પ્રવર્તતી પરિસ્થિતિમાં ધર્મ આપણને ઉપકારક બની શકે તેમ છે? આપણી મુશ્કેલીઓ અને આપણી સમસ્યાઓ ઉકેલવામાં તે કઈ રીતે સહાયક થઈ શકે? રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચે શાંતિ નથી. માનવીનાં હૃમાં પણ શાંતિ નથી. જોકે હિંસાને આશ્રય લઈ રહ્યા છે. હિંસા વધુ વિદેષ પ્રેરે છે. વિદ્વષથી વિભાજન સર્જાય છે અને વિભાજન એકલતા તરફ ઘસડી જાય છે. મંત્ર અને ઉદ્યોગપ્રધાન આધુનિક સમાજમાં જીવન વધુ ને વધુ એકાંતિક બની રહ્યું છે. એનાથી અલગપણાની લાગણી ઘેરી બને છે, દરેક વ્યક્તિ જાણે પિતાની કેદી બનેલી છે. આવા કેદીઓની જ રે ઓગાળવા માટે આપણને પ્રેમની જરૂર છે અને આવા કારાગેરેમાંથી માનવીને મુક્ત કરવા માટે શ્રદ્ધાની જરુર છે. માનવી ઘણીવાર અટવાયેલે જણાય છે. તેના જીવનમાં હેતુલક્ષિતાની જરુર છે. પિતાના જીવનકાર્ય વિશે તેને પ્રતીતિ હેવી જોઈએ. પણ તેનામાં મતાગ્રાહીપણું ન હોવું જોઈએ. દષ્ટિની સંકુચિતતા ન હોવી જોઈએ. સમભાવની ઉદારષ્ટિ હેવી જોઈએ. “મારે પથ એ જ સાચે માગ છે” એ પ્રકારની લાગણી વિતંડાવાદમાં દેરી જાય છે. સંકુચિત મનવૃત્તિની એ નીપજ છે. આજે આવી મને વૃત્તિ સર્વત્ર જોવા મળે છે. આ દાયકાના લાક્ષણિક ગણાય તેવા એ પ્રશ્નો પરત્વે જૈન ધર્મને કે અભિગમ છે? જૈન ધર્મવિચારણના મુખ્ય મુખ્ય સિદ્ધાંતે આ સમસ્યાઓ માટે કારગત નીવડે તેવા છે. જૈન તત્ત્વજ્ઞાન માનવીના વિચાર અને આચારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32