Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh Author(s): Kantilal N Shah Mumbai Publisher: Kantilal N Shah Mumbai View full book textPage 9
________________ [૫] છીએ. વાસ્તવનું અનેકાંત સ્વરૂપ સમજવું જરૂરી છે. દરેક વસ્તુને ઘણાં પાસાં હે છે. આપણે ઘણીવાર એક જ પાસું જોતા હેઈએ છીએ. અનેકાંતવાદના જૈન સિદ્ધાંત પ્રમાણે સઘળું જ્ઞાન અંશતઃ અને મર્યાદિત છે. સત્યને પામવાના અનેક માગે છે. અને જો કે કઈ માર્ગ પરિપૂર્ણ ન હોય એમ બને, પણ દરેક માગ સત્યની આપણી સમજમાં કઈક ને કઈક ફળ અવશ્ય આપે છે. આટલું જે સમજીએ તે બીજાઓનાં દષ્ટિબિંદુઓને આપણે સમજી શકીશું, મૂલવી શકીશું, પછી ભલે આપણે તેની સાથે સંમત ન થતાં હોઈએ, આથી સહિષ્ણુતા કેળવાશે અને જુદા જુદા પથે, ધર્મો અને વિચારસરણીઓ ધરાવતા લેકે વચ્ચે વધુ સારી સમજદારી પ્રગટશે. આપણી કૂરતા કે ભારે વિનાશ સર્જે છે! લેકે જાન ગુમાવે છે. સ્ત્રીઓનું સૌભાગ્ય હણાઈ જાય છે, બાળકે નિરાધાર બની જાય છે. જેને વિનાશ થાય છે તે ફરી સહેલાઈથી સર્જી શકાતું નથી. યુદ્ધો સમાજને કેવળ રાજકામ રીતે જ સ્પર્શે છે એવું નથી, આર્થિક અને સાાજિક ક્ષેત્રે તેમ નૈતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ તેની ઘેરી અસર થાય છે. આ કૂરતા કેવી રીતે આપણે ટાળીશુ? બાળકને આપણે તાલીમ આપીએ છીએ ત્યારે નાનામાં નાની બાબતમાં પણ પ્રામાણિકતા જાળવવાને આપણે આગ્રહ સેવે જોઈએ. તેને જે તેના સહાધ્યાયીની પેન્સિલ ચેરવા દઈશું તે સંભવ છે કે મોટી વયે તે અપ્રમાણિકતાનાં મોટા કૃત્ય કરશે. બાળકને વિકાસ એક ઉમદા માનવી રૂપે થાય એમ જો આપણે ઈચ્છતા હોઈએ તે ચોકકસ નીતિ-આચારનું તે પાલન કરે તે આપણે આપણા આચરણ દ્વારા દાખલ આપવું જોઈએ.........એ જ રીતે ક્રૂરતા વિશેને આપણે સયમ પણ પરિપૂર્ણ હવે જોઈએ. આપણા નાનામાં નાના કૃત્યમાં ક્રૂરતાને આપણે ટાળી શકીએ નહિ તે આપણે તેને દૂર કેમ કરી શકીશુ? ક્રૂરતાને ટાળવાનું જ્યારે ઘણું મહત્વનું હોય તેવા પ્રસગેએ જે એક વ્યક્તિએ ક્રૂરતાને ટાળવી હશે તે તેણે ક્રૂરતાની બાબતમાં સર્વશે સયમ કેળવે જ રહ્યો. એક માણસ કેવળ પિતાના આનંદ યા લાભ ખાતર કે પશુ, પક્ષી, પ્રાણી યા માનવને ઈજા કરવા ઈછે, તે બીજા સમયે સંપત્તિ યા સત્તા માટેની પિતાની લાલસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32