Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ [૭] સ્વરુપે રહેલા જીવન વિશે કરુણા અને માનની તીવ્ર અને વિધાયક લાગણી હેવી પણ જરૂરી છે. આવી લાગણીથી આપણું અંતર ઊભરાતુ હશે ત્યારે જ આપણા પૂર્વગ્રહથી આપણે પર થઈ શકીશું અને વર્ણ, વર્ગ, જાતિ અને અને વિચારસરણીના ભેદભાવ વિના સર્વ લેકે પ્રત્યે હકીકતમાં સમઝ જીવસૃષ્ટિ પ્રત્યેનૂનેહ અને સમભાવ અનુભવી શકીશું” પૂ. મુનિશ્રીના આ પ્રથમ પ્રવચન વિશેના અહેવાલે ન્યૂયોર્કનાં અખબારેમાં પ્રગટ થતાં જ અમેરિકાભરમાં પૂર્વના આ મહાપુરુષનાં વાણીદર્શનનો લાભ લેવા દેલને ઉડ્યાં. ઠેર ઠેરથી આમંત્રણ આવવા લાગ્યાં પૂ. મુનિશ્રી માટે દેશ જેવાની કે કેઈક સ્થળે સ્થાયી થવાની વાત રહી જ નહિ. “સાધુ તે ચલતા ભલા એ સૂત્રને ચરિતાર્થ કરવાનું જાણે તેમને ફાળે આવ્યું હતું ન્યૂયોર્કમાં જગતભરના મશહુર કલાકારોનું સંમેલન મળી રહ્યું હતું. સંમેલનના પ્રમુખે પૂ. મુનિશ્રી ચિત્રભાનુને તેમાં ભાગ લેવા નિમંત્રણ આપ્યું દરેક વિભાગના કલાકારનું આ પ્રથમ સમેલન છે. આપશ્રી પણ આધ્યાત્મિક જ્ઞાનકલાના એક નિષ્ણાત છે એમ કહી તેમણે પૂમુનિશ્રીને સમેલનમાં સૌને તેમના જ્ઞાનને લાભ આપવા વિનંતી કરી. આથી બીજે દિવસે એટલે કે રવિવાર તા. ૧૨-~૭૧ ના રોજ પૂ. મુનિશ્રીએ કળાકારેના સંમેલનમાં ઉપસ્થિત રહી સવા કલાક સુધી તેમની જ્ઞાનભરી વાણીને પ્રવાહ વહા. તેમના વકતવ્ય સૌનાં હૃદય-મન હરી લીધાં હોય એમ લાગ્યું. પૂ. મુનિશ્રીના વકતવ્યને સાર એ હતું કે કલા દ્વારા મનુષ્ય પિતાની ઈન્દ્રિય અને વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ કરી શકે છે, અને તે રીતે આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે. જીવનને આનદમય, અમૃતમય બનાવવાની ક્ષમતા કળામાંથી જ સાંપડે છે. જીવન અને કળા બને એવાં ઓતપ્રોત ગુથાય છે કે એમાંથી પ્રગટતી સંવાદિતા વ્યકિતને વિકાસના ચરમ શિખર પર મૂકી દે છે. કળાકાર પિતાની કલામાં પિતાને આત્મા રેડે છે. એ રીતે જીવન જીવવાની કળા તે જગતને શીખવી શકે છે. શંકરે નટરાજ થઈને નૃત્યના શિસ્તદ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32