Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai

View full book text
Previous | Next

Page 16
________________ [૧૨] વિવાદ કરવામાં આવે છે પણ અતે અનેકાન્તની વિશાળતાને, એની અનેકમુખી પ્રતિભાને ન સમજી શકાય ત્યાં સુધી સત્યની સમજ પડતી નથી. આ સમજમાં જ વિશાળતા છે. જુદા જુદા દેશોના મહાનુભાવે જ્યારે આ વાતને એક સૂત્રમાં લાવીને વિચારશે, સમજશે, ત્યારે યુદ્ધનુ હિંસામય વાતાવરણુ અદૃશ્ય થઈ જશે અતે અહિંસામય આત્મજાગૃતિને અરૂણાય થશે. રવિવાર તા. ૧૯ ૯૭૧ શિકાગોમાં શનિવારે (Loyola University) લાયેલા યુનિર્સિટીમાં ‘સાપેક્ષતાવાદ અને જૈનધર્મ' એ વિષય પર પૂ. મુનિશ્રીએ વિજ્ઞાનના અદ્યતન પ્રવાહોના સંદર્ભોમાં જૈન ધર્મના સિદ્ધાંતાં કેટલા સુસગત છે. તેને ખ્યાલ આપતુ વિદ્વતાભર્યું' પ્રવચન આપ્યુ હતુ. તે પછી રિવવારે તે લેાસ એન્જેલીસમાં તેમનાં ત્રણ પ્રવચના ગોઠવાયાં હતાં. સવારે મેથેડિટ ચર્ચ'માં પ્રથમ પ્રવચન હતુ– ‘જગતને આંગણે અરિહંતનો સદેશ.' પૂ. મુનિશ્રીએ પ્રવચનમાં અહિતના શાંતિ સદેશની ઝાંખી કરાવતાં કહ્યું હતું કે ખીજાના દોષો યા બીજાની નબળી કડી જોવી નિહ, હમેશા પોતાના દોષો કે નિર્બળતાએના તાડ કાઢતાં શીખવુ જોઈએ. ખીજામાં રહેલા નહિ, પણ પોતામાં રહેલા અરિ શત્રુઓને જીતવા જોઇએ. ભગવાને સમગ્ર પ્રાણીમાત્રના કલ્યાણને અથે કાંટાળા પથે પ્રવાસ કર્યા હતા. હસતે મુખે તેમણે આ યાતના સહી હતી તેમ કરીને ચિરકાળને માંટે તેઓ જગતને શાંતિનો સદેશ આપી ગયા છે. બપોરના યુનિવર્સિટીના હાલમાં ‘હુ કાણુ ?’ એ વિષય પર પૂ. મુનિશ્રીએ પ્રવચન આપ્યુ. તેમણે જણાવ્યુ હતુ કે દરેક વિદ્યાથી એ, ચિ'તકે, કિતમાત્રે શાંતિપૂર્વક પોતની જાતને આ પ્રશ્ન કરવા જોઇએ કે, ‘હુ કોણ ? તેનો જવાબ આત્માના ઊંડાણમાથી મળશે. ઊંચ-નીચ, રગભેદ, ધર્મભેદ, વર્ણ ભેદના ખ્યાલ આપોઆપ તારાજ પામશે. એકત્વભાવની ઝાંખી મળશે અને પછી હૃદયસાગરમાં ઉછળશે આનની ળે. આનંદના દરિયાવ દિલમાં જાગશે એકત્વના ભાવ’ અને અંતે પ્રાપ્ત થશે પરમશાંતિ. હું, તે, તમેના ભેદભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org 6

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32