Book Title: Chitrabhanuji no Ahimsa ane Anekant no Sandesh
Author(s): Kantilal N Shah Mumbai
Publisher: Kantilal N Shah Mumbai

View full book text
Previous | Next

Page 12
________________ [૮] આનાથી જીવનને ભરી દેવાની કલા શીખવી. ભ. મહાવીર અને બુદ્ધ મૈત્રી અને કરુણાથી જીવનને મધુર કરવાની કળા શિખવી. જીવનની સાચી પ્રાપ્તિ કલામાંથી જ થાય છે. જીવન કલામાંથી જ આત્મઉન્નતિની કલા પ્રાપ્ત કરવાની સંધિ સાંપડે છે. પિતાની જાતને ભૂલી જવી એ પણ કલા જ છે. જે ભૂલતાં શીખે તે જ સાચે કલાકાર ને તે જ સાચે માનવ !” જીવન જીવવાની કલા પર આ રીતે અનેખી દૃષ્ટિથી પ્રકાશ ફેંકીને પૂ. મુનિશ્રીએ સંમેલનમાં નવી જ હવા સજી. આ રીતે સમય કાઢી આવી જ્ઞાનવાર્તા સંભળાવવા માટે સૌએ તેમને આભાર માન્ય. આ પ્રવચનને અહેવાલ પણ ન્યૂયોર્ક ટાઈમ્સમાં વિગતથી આવ્યા અને વળી વધુ નિમંત્રણ પૂ. મુનિશ્રી માટે આવી પડ્યાં. તેમને સમગ્ર કાર્યક્રમ જુદી જુદી સંસ્થાઓ મારફતે ગેઠવાઈ ગયે. દિવસમાં બે બે પ્રવચને આપવાં પડે તેવો ઘાટ પણ થયે હતે ન્યૂયોર્કથી લેસ એન્જલીસ સુધી ભારનના આ જન સત મશહુર થઈ ગયા. લેકેએ તેમના દર્શનને ને તેમની જ્ઞાનવાણીને લઈ શકાય તેટલે લાભ લેવા પ્રયત્ન કર્યો. સોમવાર તા. ૧૩-૯-૭૧ વેશિંગ્ટન, ડી. સી. થી ટેમ્પલ એફ અન્ડરસ્ટેડિંગ ના ડીરેકટર મિ. પિટર ડનનું આમંત્રણ આવેલું તેમણે શિટનમાં તત્વજ્ઞાનીઓ, રાજપુરુષ, પ્રાધ્યાપકે, ચિતકે, પત્રકાર વગેરેને નિમંત્ર્યા હતા. પૂ. મુનિશ્રી સાથે તેઓએ બે કલાક જ્ઞાનવાર્તા ને ચર્ચામાં વિતાવ્યા. “જગતમાં શાંતિ કેમ સ્થપાય?” એ વિષય પર સુન્દર છણાવટ થઈ. વિવિધ પ્રશ્નોના પૂ. મુનિશ્રીએ વિશદ જવાબો આપ્યા હતા તેમની સાથેના મિલનથી બધાને ઘણો જ આનંદ થયું હતું અને સમય મળે તે ફરીથી પાછા મળવાનું નકકી કરીને અને પૂ. મુનિશ્રીને ખૂબ જ આભાર માનીને સૌ વિખરાયા હતા. તે જ દિવસે બપોરના આપણું રાજદૂત શ્રી એલ. કે. ઝાએ પૂ. મુનિશ્રીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32