Book Title: Chaturvinshati Prabandh
Author(s): Hiralal R Kapadia
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪ પ્રસ્તાવના મેરતંગસૂરિ પાસે વિ. સં. ૧૩૬૧ માં ન હોય તેવી સામગ્રી રાજશેખરસૂરિ પાસે હોવાનો બહુ ઓછો સંભવ છે. વિશેષમાં અજેન કવિ સેમેશ્વર જેવા પાસે જે સાધન ન હોય તે વિ. સં. ૧૪૦પમાં સુલભ હેય એમ માનવાનું કંઈ ખાસ કારણ જણાતું નથી. આ પ્રમાણેના ઐતિહાસિક મૂલ્યવાળો પ્રસ્તુત ગ્રંથ કઇ સિક્કા. તામ્રપત્ર, શિલાલેખ કે એવાં ઐતિહાસિક સાધને વિષે પ્રકાશ પાડી શકે તેમ નથી. આવી પરિસ્થિતિમાં પણ એની ઉપયોગિતા કેટલી છે એ વાત તે “ગ્રંથનું મહત્તવ” કહી રહ્યું છે. ઉ૫કારે 1 ચવિ શતિપ્રબન્ધ તેમજ તેનો અનુવાદ પ્રસિદ્ધ કરી શ્રી ફાર્બસ ગુજરાતિ સભાએ મને તેમજ જેન જગતને ત્રણ બનાવ્યું છે, તેની સૌથી પ્રથમ સત્ર નેંધ લેવામાં આવે છે. ઇ. સ. ૧૮૯૫માં વડેદરા દેશી કેળવણી ખાતા તરફથી સદ્દગત છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી બી. એ., દ્વારા તૈયાર થયેલ ભાષાન્તર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની આજે એકે નકલ વેચાતી મળી શકતી નથી. આ ન્યૂનતા આ અનુવાદથી થોડે ઘણે અંશે પણ જે દૂર થશે તે મારા પરિશ્રમને હું સાર્થક થયેલે ગણીશ. આ ભાષાન્તરમાં સાક્ષર દ્વિવેદીને હાથે કેટલીક ખલનાએ થયેલી જોવાય છે અને તેમાં પણ કેટલાંક પ્રાકૃત અવતરણ અને તેના અર્થ સંબંધી ત્રુટિઓ તે ખટકે તેવી છે. તેમ છતાં એ ભાષાન્તર દ્વારા મને આ અનુવાદ તૈયાર કરવામાં જે સુગમતા મળી હોય તે બદલ હું તેના જકને આભારી છું. એ દુર્લભ્ય ભાષાન્તરની એક નકલ, શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરીએ શ્રીજોનાનંદ પુસ્તકાલય(સુરત)ના કાર્યવાહક પાસે મેળવીને મને આ કાર્યમાં જે પ્રોત્સાહન આપ્યું છે તે બદલ એમને પણ અત્ર ઉપકાર માનવામાં આવે છે. આ પ્રમાણે ઉપકારને વિભાગ પૂર્ણ કરાય તે પૂર્વે આ ગ્રંથના અંત માં આપેલાં બંને પરિશિષ્ટ પર મને સૂચનાઓ કરનાર તેમ જ આ પ્રસ્તાવનાનું મુદ્રણપત્ર તપાસી આપનાર મુનિશ્રી પુણ્યવિજયના મુબારક નામનો ઉલ્લેખ થવો ઘટે છે. તેમની સહદયતા ખરેખર અભિનંદનીય છે. અંતમાં એટલું જ ઉમેરીશ કે આ પ્રસ્તાવના તૈયાર કરતી વેળા જે ગ્રંથે હસ્તગત હતા તે અત્યારે નહીં હોવાથી દરેક વિગત ફરીથી તપાસી જવાની સુગમતા મળી શકી નથી. એથી તેમજ અન્ય કોઈ કારણસર આ પ્રસ્તાવનાદિમાં જે કોઈ ક્ષતિઓ ઉપસ્થિત થઈ હોય તો તે તરફ મારું લક્ષ્ય ખેંચવા હું સમભાવી સાક્ષરોને વિનવું છું, ભગવાડી, ભૂલેશ્વર, હીરાલાલ રસિકદાસ કાપડિયા શ્રાવણ કૃષ્ણ દ્વાદશી, વી. સે. ૨૪૫૯, મુંબઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 266