Book Title: Chaturvinshati Prabandh
Author(s): Hiralal R Kapadia
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 13
________________ ૧૨ પ્રસ્તાવના accordingly probable that they are extracts from the Prabandhakoca of the younger Rajacekhara, which was written in 1347. ” –ઉલ્લેખ જોવાય છે. અહીં જે પ્રબન્ધકેશમાં ભાજપ્રબન્ધ હેવાને નિર્દેશ કરાયો છે તે ભ્રાન્તિમૂલક જણાય છે. જો તેમ ન જ હોય તે પ્રબધેકેશના કર્તા શ્રી રાજશેખરની ભેજપ્રબન્ધ નામની કંઈ કૃતિ હોવાની સંભાવના કરવી પડે છે. પદ્ધતિ–– આ અનુવાદાત્મક ગ્રંથમાં અનુવાદ કરતી વેળા મેં જે શૈલીનો ઉપયોગ કર્યો છે તે સંબંધમાં “ ગ્રંથની રચના ' એ શીર્ષકગત વિભાગમાં ઇસારો કરાયેલો છે અટલે એ વિષે અહીં કંઈ ખાસ ઉમેરવા જેવું રહેતું નથી. થી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ તરફથી ૧રમાં ગ્રંથાંક તરીકે પ્રસિદ્ધ થયેલા અને ગીર્વાણ ગિરામાં રચાયેલા મૂળ ગ્રંથના સંસ્કરણમાં મેં જેમ વિશિષ્ટ નર, નગર ઇત્યાદિ નામો જ-પરિશિષ્ટ તરીકે આપ્યાં છે તેમ આ ગૌર્જર સંસ્કરણમાં આપવાની મને આવશ્યકતા નહિ જણાયાથી મેં તેમ કર્યું નથી. આથી એની જિજ્ઞાસુને એ પરિશિષ્ટ જોઈ લેવા ભલામણ છે. વિશેષમાં જેમ સંસ્કૃત આવૃત્તિમાં ઝ-પરિશિષ્ટ તરીકે કેટલાક પારિભાષિક શબ્દાદિ વિષે ટૂંકી નોંધ અપાયેલી છે તેવી અત્ર આપવી એવો પ્રથમ વિચાર હતા, પરંતુ આ અનુવાદાત્મક ગ્રંથ બહાર પડે છે તે પૂર્વ મારી રચેલી આહતદર્શન દીપિકા પ્રસિદ્ધ થઈ જવાથી એ વિચાર જતો કર્યો છે. આશા છે કે એ મારી કૃતિમાંથી પારિભાષિક શબ્દો વિષેની આવશ્યક માહિતી જરૂર મળી રહેશે. મૂળ ગ્રંથને ઉદ્દેશીને સંસ્કૃતમાં લખાયેલા “કિચિત પ્રારતાવિક”— (પૃ. ૮)માં મેં કેટલાક પ્રબંધની સંવાદાદિર મીમાંસા કરવાનો પ્રયાસ કરવાની અભિલાષા વ્યક્ત કરી હતી, પરંતુ આજે એ મીમાંસાને પૃથફ સ્થાન ન આપતાં કેટલીક પ્રાસંગિક નોંધ પરિશિષ્ટરૂપે રજુ કરી સંતોષ માન્ય છે, કેમકે પ્રભાવક ચરિત્રની પ્રસ્તાવનામાં તેના યાજક ઈતિહાસત્ત સાક્ષર મુનિરાજ શ્રી કલ્યાણવિજયે એ દિશામાં સુંદર પ્રકાશ પાડયો છે. અહીં તો ફક્ત ભદ્રબાહુ સ્વામીને ઉદ્દેશીને બે શબ્દ કહેવા પ્રસ્તુત સમજાય છે. તે એ છે કે કેટલાક સાક્ષરોનું એમ માનવું છે કે જેન વેતાંબર દૃષ્ટિએ પણ ભદ્રબાહુ નામના બે આચાર્યો થઈ ગયા છે. શ્રી કલ્યાણવિજયે “વીર નિર્વાણ સંવત ઔર જૈન કાલગણનામાં કેટલીક ઐતિહાસિક બીનાઓ ચર્ચા છે. તે પૈકી ૭૬માં પૃષ્ઠમાં ચોદપૂર્વધર ભદ્રબાપુ સ્વામી અને નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામી એ બે ભિન્ન વ્યકિતઓ હવાને ઉલ્લેખ કર્યો છે. આ સંબંધમાં અત્યારે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 266