________________
૨૪
ભૂમિકા.
કૃતિએ
આ વિરાજે 'વિજ્ઞપ્તિ-પત્રી ( સંસ્કૃત ભાષામાં ) અને શ્રીપાલ-રાસ પણ ( ગૂર્જર ગિરામાં ) રમ્યાનુ` કહેવામાં આવે છે. આ ઉપરાંત તેમણે અન્ય કોઇ ગ્રન્થ રચ્ચેા હોય તે તેની
મને ખબર નથી.
કવિરાજના ગુરૂશ્રી—
" आनंदविमलसूरीश्वर शिष्यपंडितवानरगणिशिष्यपंडितआनंद विजयगणिभिर्जेसलमेरुभाण्डगारे चित्कोशे મુત્તા સં૦ ૨૬૫૬” એવા ઉલ્લેખ શ્રીકનકપ્રભકૃત હૈમન્યાસ ( દુર્ગપદવ્યાખ્યા )ની હસ્તલિખિત પ્રતિના અન્તમાં છે એ પ્રમાણેની જે હકીકત ખેલજીમ મળ્યાયપ્રસ્થાનાં સૂત્રી એ નામના પુસ્તકના ૫૩ મા પૃષ્ઠમાં જોઇ શકાય છે તે ઉપરથી શ્રીઆનન્દ વિજયગણિ શ્રીઆનન્દવિમલસૂરીશ્વરના પ્રશિષ્ય અને વિજયવિમલના નામથી પણ ઓળખતા પડિત શ્રીવાનધિના શિષ્ય થતા હતા એમ બેધડક કહી શકાય. આ શ્રીઆનન્દવિજયગણિ પ્રસ્તુત કવિરાજના ગુરૂ હાવાને પૂર્ણ સ‘ભવ છે. એમણે જેસલમેરના ભંડારમાં વિ. સં. ૧૯૫૬ માં નલાયનની પણ પ્રતિ મૂકી હતી ( જીએ જે. ભાં. સૂચી, પૃ॰ ૫૫ ),
આ આનન્દવિજયગણિજીને બુદ્ધિવિમલ નામના શિષ્ય હતા એ વાત નીચેના ઉલ્લેખ
ઉપરથી જોઈ શકાય છે:--
विक्रमादित्य संवत्सरात् १००९ वर्षे लिखितताडपत्रीयपुस्तकात् जेसलमेरुमहादुर्गे संवत् १६५९ वर्षे आषाढशुद्दि ३ सोमवारे पुष्यनक्षत्रे तपागच्छाधिराजभट्टारक श्रीश्रीश्री आनन्दविमलसूरीश्वर शिष्य पंडित श्रीश्रीश्री ५विजयविमल गणिशिष्यशिरोमणिपंडितश्री ६ आनंद विजय गणिशिष्य बुद्धिविमलेन लिखितमिदं पुस्तकं ॥ "
ke
જે પ્રતિના અતમાં આ પ્રમાણેના ઉલ્લેખ છે તે શ્રીમહેશ્વરસૂરિની પચમી માહાત્મ્ય (પ્રા.) નામની કૃતિ છે. જેસલમેરમાં રહેલી વિ. સ. ૧૦૦૯ માં તાડપત્ર ઉપર લખેલી પ્રતિ ઉપરથી શ્રીબુદ્ધિવિમલ મુનીશ્વરે તેની એક નકલ કરી હતી. આ નકલ પાટણના જૈન ભંડાર ( ફેક્લી વાડ )માં છે.
જૈન ગ્રન્થાવલીમાં શ્રીહર્ષકુલકૃત બંધહેતૂદયત્રિભંગી પ્રકરણના વૃત્તિકાર, અજ્ઞાતેચ્છ પ્રકરણના વૃત્તિકાર તેમજ અન્યાયÛદકુલકના કર્યાં એ ત્રણેના સંબ‘ધમાં આનન્દવિજયના નામના ઉલ્લેખ છે, પરંતુ તે વાસ્તવિક નથી, કેમકે સં. ૧૬૦૨ માં રાણપુરમાં બંધહેતદય
૧ આવે! ઉલ્લેખ શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાદ્ધાર કુંડ તરથી પ્રસિદ્ધ થયેલ ‘શ્રી વાતબિનાનવૃત્તુતઃ ” ના અંગ્રેજી આમુખમાં જોવામાં આવે છે. વિજ્ઞપ્તિ-પત્રીના કર્તા તરીકે મેવિજયનું નામ જૈન ગ્રન્થાવલી ( ૫૦ ૩૪૩ )માં પણ આપેલું છે, પરંતુ તેજ આ કવીશ્વર છે કે કેમ તેના નિર્ણય કરવા બાકી રહે છે.
૨
આ કૃતિના એક ચતુર્થાંશના પતિ લાલચન્દ્રે તૈયાર કરેલા અનુવાદ પ્રકાશિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org