Book Title: Charitrya Suvas
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 8
________________ આત્મીયતા, સહકારની ભાવના, સતત પરિશ્રમ, ઊંડી સૂઝ, ભાષાસૌષ્ઠવ, વિશાળ વાંચન-લેખનનો અનુભવ વગેરે અનેક ગુણોથી વિભૂષિત એવા બંને સહસંપાદકો – આત્માર્થી શુભગુણસંપન્ન ધર્મવત્સલ ભાઈશ્રી જયંતીભાઈ અને સરળ સ્વભાવી, સહૃદયી, સાહિત્યપ્રેમી પ્રો. અનિલ સોનેજી – એ આ પુસ્તક સુંદર, રસમય, બોધક અને સૌમ્ય બનાવવામાં જે ફાળો આપ્યો છે તે ખરેખર અમૂલ્ય છે; અને તેના ફળરૂપે જ આ પુસ્તક તેના વર્તમાન સ્વરૂપમાં આપ સૌ સમક્ષ સમયસર રજૂ થઈ શક્યું છે એમ જણાવતાં મને સાત્ત્વિક આનંદનો અનુભવ થાય છે. અંતમાં, આવા વાચનથી રાષ્ટ્ર, સમાજ અને વ્યક્તિને સામાન્ય સુખાકારી ઊપજે અને સાથે સાથે સત્ય જ્ઞાન અને સત્ય આનંદની વાટે ચાલવા માટે જીવનમાં સાચો અધ્યાત્મદ્રષ્ટિકોણ અપનાવવાની તત્પરતા અને પાત્રતા આપણને પ્રાપ્ત થાય એવી ભાવના ભાવી વિરમું છું. શ્રી રા. આ. સા. કેન્દ્ર, – આત્માનંદ કોબા-૩૮૨૦૦૯ “જે મનુષ્ય પુરુષોના ચરિત્રરહસ્યને પામે છે, તે મનુષ્ય પરમાત્મા થાય છે.” – શ્રીમદ્ રાજચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jairíelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 104