Book Title: Charitrya Suvas
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 6
________________ આમુખ માનવવ્યક્તિત્વનો સર્વતોમુખી વિકાસ થવામાં જે અનેક ગુણો સહાયક છે તેવા ગુણોનું આચરણ જીવનમાં કેવી - રીતે કરવું તે પ્રશ્ન જીવનવિકાસના દરેક યાત્રી સમક્ષ એક યા બીજા રૂપમાં કોઈક સમયે તો ઉપસ્થિત થાય જ છે. આ પ્રશ્નને હલ કરવાના અનેક ઉપાય છે. તેમાંનો એક શ્રેષ્ઠ ઉપાય તે એ છે કે તેવા ગુણોનું આચરણ પૂર્વે જે કોઈ મહાન પુરુષોએ કર્યું હોય તેમના તે તે ગુણોનું દિગ્દર્શન કરાવનારા તે જીવનપ્રસંગોનો અભ્યાસ કરી તેમાંથી પ્રેરણા મેળવવી. આવા અનેક ગુણોનું પ્રગટવું જેમાં થાય છે તેવું આધ્યાત્મિક જીવન જીવવાની એક ઉત્તમ પ્રણાલિકા આ દેશમાં પ્રાચીનકાળથી ચાલી આવે છે, અને તેથી જ આ દેશની સંસ્કૃતિમાં આધ્યાત્મિકતાની મુખ્યતા રહી છે. રાજકીય સ્વાયત્તતા પછી આ મૂળ સંસ્કૃતિનો વિશેષ વિકાસ થશે તેવી આપણી સંસ્કૃતિના પુરસ્કર્તાઓની અને ઉપાસકોની ભાવના ફળી નથી. આમ બનવાથી ખેદ ઉદ્ભવે તે સ્વાભાવિક છે પરંતુ તેવો ખેદ કરવામાં ન રોકાઈ જતાં તે સ્થિતિનો કોઈ યોગ્ય પ્રતિકાર કરવાનો વાસ્તવિક ઉપાય ૨જૂ થાય તો સારું, એમ લાગતાં સંસ્કારપોષક સાહિત્યનું સર્જન અને વિતરણ તેનો એક ઉપાય છે એમ ઘણા મનીષીઓને લાગ્યું છે. આ ઉપરોક્ત વિચારસરણી સાથે પ્રસ્તુત પુસ્તકના પ્રયોજકો પણ સહમત થાય છે અને વર્તમાન પુસ્તકનું પ્રગટીકરણ તે તેમનો આ દિશામાં એક નમ્ર પ્રયાસ છે. જો આપણી જનતાનું અને ખાસ કરીને યુવાવર્ગનું ધ્યાન આપણા દેશમાં થયેલા અનેક મહાપુરુષોના ઉદાત્ત જીવનપ્રસંગો તરફ દોરવામાં આવે તો તેનું ફળ અવશ્ય સારું થાય એવા ભાવસહિત આ પુસ્તકમાં અનેક તથારૂપ ઉત્તમ અને પ્રેરક જીવનપ્રસંગોનું ગૂંથણ કરી તેને કથાશૈલીના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 104