Book Title: Charitrya Suvas Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 5
________________ બારમી આવૃત્તિ સાહિત્યજગતમાં સામાન્ય રીતે કોઈ પણ પુસ્તકની લોકપ્રિયતા અને લોકોપયોગિતા તેની કેટલીક આવૃત્તિઓ ને કેટલી નકલો બહાર પડી તે ઉપરથી અંકાય છે. સદરહુ પુસ્તકની અગિયાર આવૃત્તિઓની ૨૮,૦૦૦ (અઠ્ઠાવીસ હજા૨) નકલો વેચાઈ ગઈ છે અને સ્ટૉક ખલાસ થતાં આ આવૃત્તિની ૩૦૦૦ નકલ પ્રકાશિત કરવામાં આવે છે. આ પુસ્તક વિદ્યાર્થીઓને વાંચવા માટે અમદાવાદમાં કેટલીક શાળાઓએ અપનાવ્યું છે. યુવાનવર્ગના ચારિત્ર્યઘડતર માટે આ પુસ્તક અત્યંત ઉપયોગી સાબિત થયું છે. પ્રાથમિક ભૂમિકામાં સાધના તરફ જીવોને વાળવા માટે આવી પ્રે૨ક પ્રસિદ્ધ કથાઓ-પ્રસંગો રસમય, ઉપયોગી અને ઉપકારક નીવડે છે. આવી નાની કથાઓના વાચનથી ઉચ્ચ અને આદર્શ જીવન જીવવાની પ્રેરણા મળે છે માટે જ્ઞાનપ્રસારમાં વિશ્વાસ ધરાવતી વ્યક્તિઓ આવું પુસ્તક વધુમાં વધુ વાચકવર્ગને પહોંચે અને વંચાય તે તરફ લક્ષ આપશે તો એક સારું પ્રેરક કાર્ય થયું ગણાશે. આ પુસ્તકનું આમુખ વાંચ જવા અમારી ખાસ ભલામણ છે. કોબા, ગાંઘીનગર ઈ. સ. ૨૦૦૬ Jain Education International સાહિત્ય પ્રકાશક સમિતિ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 104