Book Title: Chaitanyavad Author(s): Vijaylakshmansuri Publisher: K M Himmatlal View full book textPage 6
________________ ચૈતન્યવાદ ગુરુએ શિષ્યને સમજાવવા શિષ્યને આજ્ઞા કરી-જા ચેલા, એક પ્યાલામાં દૂધ ભરીને લઈ આવ. ચેલો વિચારે છે–ગુરુજી શું દૂધમાંથી આત્મા બતાવવાના છે? ચેલે ગયે અને સત્વર દૂધને ભરેલો પ્યાલો ગુરુદેવ સમક્ષ તેણે હાજર કર્યો. ગુરુદેવે શિષ્યને જણાવ્યું બેલ! આ શું છે? શિષ્ય જવાબ વાળ્ય-ગુરુદેવ! આ દૂધથી ભરેલે ખ્યાલે છે. ગુ—ઠીક, હું તને એ પૂછું છું કે આ દૂધમાં ઘી છે કે નહીં? શિષ્ય-જી હા. આ દૂધમાં ઘી છે. ગુરુ-ત્યારે બતાવ ઘી કયાં છે? કેમ દેખાતું નથી ? શિષ્ય-ગુરુદેવ! દૂધને જ્યારે જમાવવામાં આવે ત્યારે દહીં બને અને તેમ કર્યા બાદ તેને રવૈયાથી વલવીએ તે માખણ નીકળે અને પછી તાવીએ તે ઘી થાય. ગુ—ત્યારે ભેળા, આત્મા પણ તેવી જ રીતે પ્રત્યક્ષ છે. પણ જ્યારે આત્મામાં તમે સ્થિર થશે, તત્વજ્ઞાન દ્વારા મથન કરશે અને જ્યારે વાસ્તવિક જ્ઞાન પ્રગટ થશે ત્યારે આત્મા પણ પ્રત્યક્ષ માલુમ પડશે, પણ મનને સ્થિર કર્યા વગર, દુનિયાની કુવાસનાથી હટ્યા વગર, વાસ્તવિક જ્ઞાન પ્રગટ થયા વગર આત્મા શી રીતે દેખાય? તેથી આત્મા નથી એમ માનવું એ ભૂલભરેલું છે. હું કે? એ વિચાર કરીને થાય છે? હું એ શબ્દપ્રયોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48