Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 31
________________ ( ૩૦ ) ચૈતન્યવાદ સભામાંથી પ્રશ્ન-એક પત્થર પૂજાય છે ત્યારે બીજો અથડાય છે, ટીચાય છે. જડમાં આમ ફેરફાર કેમ ? ઉત્તર-જેઓ પત્થરમાં જીવ ન માનતા હોય એમની પાસે આવે પ્રશ્ન થાય. આપણે તે પત્થરમાં, પાણીમાં, અગ્નિમાં અને વનસ્પતિ વગેરેમાં જીવ માનીએ છીએ પત્થરમાં—તે પૃથ્વીકાયમાં પણ જેના પુણ્યના ઉદય હાય તે પૂજાય, જેના પાપના ઉડ્ડય હાય તે ટીચાય છે. જીવ ગયા પછી પણ તેનું પુણ્ય પાપ કામ કરે છે. અહીંઆ પશુ આપણે જોઈયે છીએ કે પુણ્યશાળી પુરુષોના દેહના સત્કારપૂર્વક ચંદન વગેરેના લાકડાથી અગ્નિસસ્કાર થાય છે, અને પાપના ઉદયવાળા રખડી મરે છે. અહીંઆ એક વાત સમજવાની છે કે વિષય સુખ-દુ:ખના અનુભવના ચાલે છે. સુખ દુઃખના અનુભવમાં પુણ્ય પાપ સાક્ષાત્ કામ કરે છે. અને એ સુખ દુઃખના અનુભવ આત્માને હાય છે, જડ ચીજોને નહિ માટે ત્યાં સાક્ષાત્ પુણ્ય પાપના પ્રશ્ન ટકી શકતા નથી છતાં ત્યાં પણ પર પરાએ તે તે જીવાના પુણ્ય પાપનું કારણ મનાય. કેટલાકે એમ પણ કહે છે કે ધર્મ, નીતિ, નિયમે વિ દુનિયાની વ્યવસ્થા સાચવવા માટે છે. તે વાત પણ જૂઠી છે. ધર્મ, નીતિ વગેરે વસ્તુએ આત્માના કલ્યાણને માટે અનાદિની છે. હાં, તેથી દુનિયાની પણ વ્યવસ્થા સચવાય છે. આ બધા વણું નથી સ્હેજે સમજી શકાશે કે આત્મા છે, પરલેાક છે, પુણ્ય પાપ છે. પુણ્ય પાપનું ફળ આત્માને ગમે તે શરીરદ્વારા ભાગવવુ' પડે છે. સ`સારમાં ભટકાવનાર કમ છે, તેને તાડનાર ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48