Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 35
________________ (૩૪) ચૈતન્યવાદ આજે કેટલાક સમજે છે છતાં પાપને છેડી શકતા નથી. વિષયવાસનાની ધૂનમાં છેડવું ભારે પડે છે. તેઓએ પણ પિતાના આત્માને સમજાવવો જોઈએ. હે ચેતન ! અહીંઆ તારાથી સ્વાદ છૂટતો નથી, ક્ષણભંગુર શરીરના માટે તું અભણ્યનું ભક્ષણ કરે છે, અપેય પદાર્થોનું પાન કરે છે અને ખેટે રસ્તે જાય છે. તને સદાચાર નથી ગમતું. બુરાઈનાં કામે કરે છે. ધર્મવિહીન બની, અનીતિ, જૂઠ ને પ્રપંચમાં હાલે છે, પાપ કર્યો જ જાય છે પણ યાદ રાખ ! આનું પરિણામ ભયંકર છે. આ પાપના કાર્યોથી તારે દુર્ગતિમાં જવું પડીશ, દુખી થવું પડશે, રાગી થવું પડશે, નિર્ધન થવું પડશે, કંગાલ હાલતમાં જીવન ગુજારવું પડશે, ખાવાને ટુકડે નહિ મળે, પહેરવાને કપડા નહિ મળે, રહેવાને મકાન નહિ મળે ત્યારે તારી શી દશા થશે? જે મરીને જાનવર થયે તે માંસાહારીઓ તથા કસાઈઓ તને ચીરી નાંખશે, મારશે, તું ચીસ પાડીશ, ત્યાં તારું કંઈ પણ નહિ ચાલે. જે મરીને કુકડે કે કબુતર થાય તે માંસાહારીઓ તેને ગરમ પાણીની તપેલીમાં બાફી નાંખશે. ત્યાં તું તરફડી તરફડીને મરીશ. ત્યાં કઈ તારો બચાવ નહિ કરે. જે મરીને નારકી થયે તે પરમાધામીએ તારા શરીરના ટુકડે ટુકડા કરી નાંખશે, તને ચીરી નાંખશે, ફાડી નાંખશે, કાપી નાંખશે અને છુંદ્ર નાંખશે. તું ગમે તેટલી બૂમ પાડીશ પણ એ પરમાધામીઓને દયા નહિ આવે. ત્યાં કેઈ બચાવી નહિ શકશે. ત્યાં કે તારે રક્ષણહાર નહિ મળે. હજારો વર્ષો સુધી તીવ્ર દુઃખ ને તીવ્ર વેદના તારે સહવી પડશે. તારું કંઈ નહિ ચાલે માટે તું સમજ. પાપના ફળ ભયંકર છે માટે પાપનાં કાર્યો છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48