________________
ચૈતન્યવાદ
( ૪૩ ) મોકલી. વેશ્યા સમજી કે મોટા મહેમાન લાગે છે, નહિતર રાજા શાના મેકલે? એણે તે કાચમહેલમાં જઈ આલાપ શરૂ કર્યા–આ–આ–આ–ઈ–ઈ–ઈ–નરગા-સારંગી અને વિવિધ-વાદ્યોના મધુર વનિ થવા લાગ્યા. વેશ્યા રસમાં ચઢી. એણે તે એ સુંદર આલાપ આપે ને નાચ શરૂ કર્યો. આ તરફ અલી કહે અલ્યા ભલીયા, આ શું? આ બીચારીને બહુ દુઃખ લાગે છે, બીચારી રાડ પાડે છે. આપણે એનું દુઃખ મટાડવું જોઈએ. આપણી પાડી જ્યારે રાડ પાડતી હતી ત્યારે લેઢાના તવેથાને ગરમ કરી જ્યારે દામ દીધો ત્યારે એને રેગ ગયે. આ બીચારી આપણી પાસે આવી છે તે જરૂર એનું દુઃખ દૂર કરવું જોઈએ.
કરે તૈયારી. અલ્યા હલીયા, તું આ લેઢાના સળીયાનેગરમ કર-જલ્દી કરનહિ તે પાછી આ ભાગી જશે.
વેશ્યા તે ઊંચા ઊંચા આલાપ આપે છે, ગાય છે ને નાચે છે. ભલીયે કલીયાને કહે આને ધનુર થયે છે, ધનુર. બસ જલ્દી કરે. કર્યો ગરમ તવે. એક જણે પકડી રાખી. એકે નરગાવાળાને અને બીજાએ સારંગીવાળાને પકડી રાખ્યો. એક જણે લાલચેળ તવેથે હાથમાં લીધું અને વેશ્યાને ગળે ચાંપી દી. વેશ્યા તે બીચારી રાડ પાડવા લાગી. બાપ રે મરી ગઈ
અરે રાંડ, રડ મા, તારું ઉમરભરનું દુઃખ ગયું સમજ. લાવ બીજે ચાંપવા દે. બાપ રે મરી ગઈ એમ રાડ પાડે છે જે પિલાએ બીજે ચાંપી દીધે. વેશ્યાનું તે આવી બન્યું. પેલાઓને છોડી વેશ્યા તે ચુડી વાળી રાડ પાડતી લાગી. રાજા પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com