Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 18
________________ ચૈતન્યવાદ ( ૧૭ ) આપણને પ્રત્યક્ષ છે-અનુભવસિદ્ધ છે. હું સુખી છું, હું આ વસ્તુને સમજું છું, મને આ વસ્તુનું જ્ઞાન છે. આ પ્રમાણે અનુભવસિદ્ધ, પ્રત્યક્ષ-આ ગુણે જણાય છે. આ પ્રત્યક્ષ કયું થયું ? માનસ પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષને માનસપ્રત્યક્ષજ્ઞાન કહેવામાં આવે છે, કેમકે આ ગુણે આત્મા સિવાય બીજાના નથી તેથી આ ગુણ આપણને પ્રત્યક્ષ થાય છે તેથી આ ગુણેને આધાર આત્મા પણ પ્રત્યક્ષ છે. ઉપરની જેમ, બાહ્ય ગુણવાળી ચીજો બાહ્યન્દ્રિયથી પ્રત્યક્ષ છે અને આત્મા મનથી પ્રત્યક્ષ છે. હું અને મારા એ શબ્દ પણ આત્માને પ્રત્યક્ષ સિદ્ધ કરે છે. જેમ આપણે બોલીએ છીએ “હું છું” એમાં હું એટલે કે? આ શરીરધારી આત્મા, પણ હું એટલે શરીર નહિ. કેવળ શરીર માટે બીજો શબ્દ વપરાય છે. મારું શરીર એટલે 'મારું શરીર એ વસ્તુ જુદી છે અને હું એ વસ્તુ જુદી છે, એમ આપણે વિચાર કરતાં સહેજે સમજી શકીએ છીએ. જે શરીર જુદું ન હોત તે હું શરીર એમ બેલત, પણ એમ ન બોલતાં મારું શરીર એમ બોલીએ છીએ. આત્માને નહિ માનનાર પણ એમ બોલે છે, તે એને પૂછે કે મારું એટલે કેનું? એને કહે હું શરીર એમ કેમ નથી બોલતા ? આ ઉપસ્થી સમજદાર માણસ સમજી શકે છે કે મારું એટલે આત્માની માલીકીનું શરીર. આ પ્રમાણે પણ આત્મા અનુભવસિદ્ધ છે. ગયું શું? એ જનાર જ આત્મા. વળી બીજી વાત. માણસ મરણ પામે છે એટલે હલન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48