Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal

View full book text
Previous | Next

Page 22
________________ ચૈતન્યવાદ ( ૨૧ ) પણું ઘણું જ પ્રેમભાવ હતે. મને હિંસા વગેરે ન કરવા વારં વાર સમજાવતી હતી. હવે મારી માતા દેવલોકમાં ગયા પછી કેમ કોઈ દિવસ અહીં કહેવા આવતી નથી? તેથી હું માનું છું કે પરલેક જેવી ચીજ નથી. કેશી મહારાજ–રાજન ! ઘેડા ઉપર બેસીને ફરતા ફરતા તમે ચમારવાડામાં પહોંચી ગયા, જ્યાં માથું ફાટી જાય તેવી સખ્ત દુર્ગધ મારતી હોય એવું એ ગંદું સ્થાન હોવાથી તમે પૂરજોશથી ઘોડે દેડાવ્યો અને રાજમહેલ તરફ આવી પહોંચ્યા. નાનાદિ ક્રિયા કરી-ન્હાઈ ધોઈ સુંદર પિષાક પહેરી રાજસભામાં બેઠા ત્યાં તમે રૂમાલ ખેળવા લાગ્યા, પણ રૂમાલ ન જડ્યો. તમને યાદ આવ્યું કે-જરૂર રૂમાલ ચમારવાડામાં પડી ગય લાગે છે. શું તમે ત્યાં રૂમાલ ગોતવા માટે જાવ ખરા? એવા અપવિત્ર ઉકરડા જેવા સ્થળે દુર્ગધીમાં પડેલા રૂમાલને લેવા તમે ઈચ્છો પણ નહિ અને લેવા માટે માણસ પણ ન મેકલે. રૂમાલ ગમે તે સુંદર હોય–તમે લેવા જવા માટે સ્વતંત્ર છે છતાં તમે લેવા જતા નથી તેથી તમે નથી એમ ન મનાય, તમે હયાત છે. એમ દેવતાઓ પણ સ્વર્ગમાં ગયા પછી અહીંઆ ખબર આપવા આવતા નથી, કારણ કે ત્યાંના ભેગ-વિલાસજન્ય સુખે અપૂર્વ કેટિના હોય છે અને અહીંઆ ભારે દુર્ગધી છે. મનુષ્ય લેકની દુર્ગધ ૪૦૦-૫૦૦ જે જન ઊંચી ઉછળે છે, તેથી કઈ પૂર્વજન્મના અપૂર્વ સનેહ વગર, અથવા કેઈ મહર્ષિના ઉરચ કેટિના તપ-ત્યાગ વગર અથવા કઈ મંત્રના આકર્ષણ વગર દેવતાઓ અહીં આવતા નથી તેથી દેવલેક નથી કે બીજો જન્મ નથી એમ માની શકાય નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48